Uncategorized

સમજીને કરો એસેટ એલોકેશન: મલ્ટિ એસેટ ફંડમાં વાર્ષિક 64.8 ટકાનું માતબર રિટર્ન

[ad_1]

મુંબઇએક દિવસ પહેલા

  • કૉપી લિંક
  • બજારની ઊંચાઇને ધ્યાનમાં લેતા એસેટ એલોકેશન જોખમ ઘટાડી શકાય

ભારતીય શેરબજારમાં સેન્સેક્સે 62,000ની સપાટી કૂદાવ્યા પછી ઊંચી ચંચળતા જોવા મળી છે. તેને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને તેમનું એસેટ એલોકેશન સમજી વિચારીને કરવાની સલાહ એનાલિસ્ટો દ્વારા આપવામાં આવી રહી છે.

મિક્સ એસેટ એલોકેશન માટે સારી વ્યૂહરચના જરૂરી હોય છે. આમાં રોકાણ વૈવિધ્યસભર હોવું જોઇએ તેવું વૈશ્વિક રોકાણ સમૂદાયમાં જાણીતું નામ બ્રિજવોટર એસોસિયેટ્સના ફાઉન્ડર રે ડેલિયોનું કહેવું છે. વેલ્યૂ રિસર્ચના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર મલ્ટી એસેટ ફંડ સેક્ટરમાં આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ મલ્ટિ એસેટ ફંડને ધ્યાનમાં લઇએ તો ફંડે ત્રણ અથવા તેનાથી વધુ એસેટ ક્લાસમાં ઓછામાં ઓછું 10 ટકા એલોકેશન કરવું જરૂરી છે.

ફંડમાં વાર્ષિક ધોરણે સરેરાશ 34.6 ટકા સામે 64.8 ટકાનું વળતર જોવાયું છે. ત્રણ અને પાંચ વર્ષની દ્રષ્ટ્રિએ અનુક્રમે 18.8 અને 14.9 ટકાનું રિટર્ન રહ્યું છે. આવા ફંડ દ્વારા દરેક પ્રકારની ઇક્વિટી જેવાં કે લાર્જ, મિડ-સ્મોલ કેપમાં રોકાણ કરાય છે.

આ રોકાણ સાઇકલિક નેચરનું હોય છે. બેન્ચમાર્કની કામગીરી અનુસાર સેક્ટોરલ રોકાણમાં ફેરફાર પણ કરાય છે. પોર્ટફોલિયોની મજબૂત કામગીરી માટે રોકાણ વિવિધ એસેટમાં કરવું જરૂરી છે. મલ્ટિ એસેટ ફંડમાં ઇક્વિટી મૂડીમાં વૃદ્ધિ, ડેટ્ સ્થિરતા અને સોનું ફુગાવા સામે હેજીંગ તેમજ રિટ્સ યીલ્ડમાં થનારા ફેરફારનો લાભ આપે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link