Uncategorized

સફળતા: મટવાડના યુવાનની ન્યુઝીલેન્ડમાં પોલીસ કર્મી તરીકે પસંદગી

[ad_1]

દાંડીરોડ16 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • વર્ષ 2010માં હેતલ સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જઇ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું

જલાલપોરના કાંઠા વિસ્તારમાં રહેતા કોળી પટેલ સમાજના લોકો નોકરી ધંધાર્થે દુનિયાના અનેક દેશોમાં પથરાયેલા છે. ખાંટ કોળી તરીકે પંકાયેલા આ સમાજના લોકોએ જે તે દેશની સંસ્કૃતિ સાથે ભળી જઈ અનેક ક્ષેત્રોમાં તેઓ પોતાનું તેમજ પોતાના વતનનું નામ ઉજાગર કરતા રહ્યાં છે. આવા જ એક જલાલપોર તાલુકાના મટવાડ ગામના 33 વર્ષીય હેતલ પટેલ નામના યુવાને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થઈ પોલીસ ફોર્સ જેવા ફિલ્ડમાં પસંદગી પામી ગૌરવપ્રદ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ઐતિહાસિક દાંડીરોડ પર આવેલા મટવાડ ગામના આવડા ફળિયાના વતની એવા હેતલ સુરેશભાઈ પટેલ વર્ષ- 2010માં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે ન્યુઝીલેન્ડ ગયો હતો. ન્યુઝીલેન્ડમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની નિષ્ઠાપૂર્વકની અને પ્રામાણિકપણે કરાતી કામગીરીથી પ્રભાવિત થઈ તેને પણ પોલીસકર્મી બનવાની ઘેલછા જાગી હતી પરંતુ તેની પાસે ન્યુઝીલેન્ડની નાગરિકતા નહીં હોવાને કારણે તે ઈચ્છા પુરી કરી શકયો ન હતો. જોકે વર્ષ-2015માં તેમના ભાગ્યના સિતારા બદલાતા તેમને ન્યુઝીલેન્ડની નાગરિકતા પ્રાપ્ત થતા હેતલ પટેલે હવે કોઈપણ ભોગે પોલીસકર્મી બનવાના અરમાન પુરા કરવાનો દૃઢ નિર્ણય કર્યો હતો.

દરમિયાન હેતલ પટેલે પોલીસ બનવા માટે ન્યુઝીલેન્ડના વેલીંગ્ટન શહેર સ્થિત રોયલ ન્યુઝીલેન્ડ પોલીસ કોલેજ જોઈન્ટ કરી તેમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યુ હતું. તે સાથે પોલીસને લગતી તમામ ટ્રેનિંગો તથા પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી હતી. પોલીસ બનવા તેઓએ છેલ્લા છ વર્ષથી અથાક મહેનત કરી હતી. એમ કહેવાય છેને કે સિદ્ધિ તેને જ જઈ વરે જે પરસેવે ન્હાય. આ ઉક્તિ સાર્થક થતી હોય તેમ હેતલ પટેલની ધગશ અને મહેનતના પરિણામ સ્વરૂપે અંતે તેમનું પોલીસ બનવાનું સ્વપ્ન સાકાર થયું હતું.

ન્યુઝીલેન્ડમાં વસતા કાંઠા વિસ્તારના કોળી પટેલ લોકો મહત્તમ ડેરી તથા પોતાના સ્વતંત્ર શોપના ધંધા સાથે સંકળાયેલા છે ત્યારે હેતલ પટેલે આ તમામ વ્યવસાયોથી પર રહી પોલીસકર્મી તરીકેનો જવાબદારીપૂર્વકનો એક અલગ જ પ્રકારની જોબ સ્વીકારી ન્યુઝીલેન્ડ વસતા કોળીઓ માટે એક પ્રેરક અને પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડયું છે. હેતલ પટેલ હાલ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પોલીસ કર્મી તરીકે સેવા બજાવી રહ્યો છે. તે ન્યુઝીલેન્ડમાં વસતા કોળી પટેલોની સાથે પોતાના વતન મટવાડ ગામ અને સમગ્ર કાંઠા વિસ્તારના કોળી સમાજ માટે ગૌરવની વાત છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link