Uncategorized

શેર બજારના કારોબારમાં હેરાફેરી પર કાર્યવાહી: સેબીએ RILને 40 કરોડનો દંડ ફટકાર્યો, 2 અન્ય કંપનીઓ પર પણ ફાઈન

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ14 કલાક પહેલા

સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણીને 40 કરોડનો દંડ ફટકાર્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમના શેર ટ્રેડિંગ મામલે રિલાયન્સને 25 કરોડ અને મુકેશ અંબાણીને 15 કરોડનો દંડ કરાયો છે. રિલાયન્સ પેટ્રોલિયમ અલગ કંપની હતી ત્યારે તેના શેર વેચવાની જાહેરાત કરી હતી. પરિણામે ભાવ ઘટ્યા હતા. પછી રિલાયન્સ પેટ્રોલિયમના શેર ખરીદીને વેચવામાં અાવ્યા હતા. તેને સેબીએ ખોટું ઠરાવ્યું હતું.

ભાવને પ્રભાવિત કરવા માટે શેર ખરીદવામાં-વેચવામાં આવ્યા
રિલાયન્સ પેટ્રોલિયમ પહેલાં અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ચ 2007માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમના 4.1% શેર વેચવાની જાહેરાત કરી હતી. કંપનીના શેરના ભાવ ઘટવા લાગ્યા તો નવેમ્બર 2007માં રિલાયન્સ પેટ્રોલિયમના શેર ખરીદવામાં અને વેચવામાં આવ્યા. સેબીને તપાસમાં ખ્યાલ આવ્યો કે શેરના ભાવ પ્રભાવિત કરવા માટે આ ખરીદ-વેચાણ ખોટી રીતે કરાયું હતું. મહત્વપૂર્ણ છે કે રિલાયન્સ પેટ્રોલિયમને 2009માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વિલય કરી દેવામાં આવી હતી.

સામાન્ય રોકાણકારોને ખ્યાલ ન હતો કે આ ટ્રેડિંગની પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે
સેબીએ 95 પેજના ઓર્ડરમાં કહ્યું કે શેરની કિંમત કોઈ પણ પ્રકારના મેનિપુલેશનથી માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે, કેમકે આ પ્રકારના મેનિપુલેશનથી રોકાણકારોને નુકસાન થાય છે. સેબીના જણાવ્યા મુજબ, આ કેસમાં સામાન્ય રોકાણકારોને તે વાતનો ખ્યાલ નથી હોતો કે શેરના આ ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી. આ ખરીદ-વેચાણ ખોટી રીતે કરાયું, જેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેર પર થઈ. જેના પગલે સામાન્ય રોકાણકારોને નુકસાન થયું હતું.

ટ્રિબ્યૂનલે સેબીના છેલ્લાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો
સેબીએ આ પહેલાં 24 માર્ચ 2017નાં રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને 12 પ્રમોટર્સને 447 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું હતું. સાથે જ તેમના શેર ટ્રેડિંગ કરવા પર પણ રોક લગાવી દીધી હતી. કંપનીએ તેના વિરૂદ્ધ સિક્યોરિટીઝ એપીલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. પરંતુ નવેમ્બર 2020માં ટ્રિબ્યૂનલે સેબીએ આ નિર્ણયને યોગ્ય ગણાવતા કંપનીની અપીલને ફગાવી દીધી હતી. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે તે ટ્રિબ્યૂનલના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ટ્રિબ્યૂનલના નિર્ણય પછી સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે શેરના ટ્રેડિંગ કોઈ પણ પ્રકારના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ન હતું.

[ad_2]

Source link