Uncategorized

શેરબજાર: સેન્સેક્સ પ્રથમ વખત 45426ના સ્તરે બંધ, નિફ્ટી 13355 પર બંધ; HUL, ભારતી એરટેલના શેર વધ્યા

[ad_1]

  • Gujarati News
  • Business
  • The Sensex Closed At 45426 For The First Time, The Nifty Closed At 13355; HUL, Bharti Airtel Shares Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • HUL, ભારતી એરટેલ, HDFC, ITC, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા
  • કોટક મહિન્દ્રા, નેસ્લે, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે રેકોર્ડ વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 347 અંક વધીને 45426 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 97 અંક વધીને 13355 પર બંધ રહ્યો હતો. બંને ઈન્ડેક્સનું આ હાઈએસ્ટ ક્લોઝિંગ લેવલ છે. સેન્સેક્સ પર HUL, ભારતી એરટેલ, HDFC, ITC, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HUL 3.09 ટકા વધીને 2255.75 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 3.05 ટકા વધીને 508.95 પર બંધ રહ્યો હતો. જોકે કોટક મહિન્દ્રા, નેસ્લે, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 1.37 ટકા ઘટીને 1820.65 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.36 ટકા ઘટીને 17583.90 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી-50 ઈન્ડેક્સના ટોપ-5 ગેનર સ્ટોક્સ

કંપની બંધ ભાવ વધારો (%)
યુપીએલ 476.50 4.56
અદાણી પોર્ટ 470.00 3.59
HUL 2,255.00 3.24
ભારતી એરટેલ 509.50 3.19
ONGC 92.60 3.06

નિફ્ટી-50 ઈન્ડેક્સના ટોપ-5 લુઝર સ્ટોક્સ

કંપની બંધ ભાવ ઘટાડો (%)
SBI લાઈફ 850.00 1.51
નેસ્લે ઈન્ડિયા 17,572.50 1.44
કોટક બેન્ક 1,821.15 1.36
JSW સ્ટીલ 365.50 1.32
ટાટા સ્ટીલ 615.50 1.16

એશિયાઈ બજારોમાં વેચવાલી
આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 203 અંક ઘટીને 26547 પર બંધ થયો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 324 અંક ઘટીને 26511 પર બંધ થયો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.81 ટકાના ઘટાડા સાથે 3416 પર બંધ થયો છે.

અમેરિકાના બજારોમાં વધારો
શુક્રવારે અમેરિકાના બજારોમાં તેજી જોવા મળી છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.83 ટકાના વધારા સાથે 248.74 અંક વધી 30218.30 પર બંધ થયો હતો. નેસ્ડેક ઈન્ડેક્સ 87.05 અંક વધી 12464.20 પર બંધ થયો હતો. આ સિવાય S&P 500 ઈન્ડેક્સ પણ 0.88 ટકા વધી 3699.12 પર બંધ થયો હતો.

[ad_2]

Source link