Uncategorized

શેરબજાર: સેન્સેક્સે પ્રથમ વખત 49 હજારની સપાટી વટાવી, નિફ્ટી 14,400ને પાર; ઇન્ફોસિસ, HCL ટેકના શેર વધ્યા

[ad_1]

  • Gujarati News
  • Business
  • The Sensex Crossed The 49 Thousand Level For The First Time, Crossing The Nifty 14400; Shares Of Infosys, HCL Tech Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ4 કલાક પહેલા

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ પ્રથમ વખત 49 હજારને પાર ખૂલ્યો છે. સેન્સેક્સ 318 અંક વધી 49,101 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 82 અંક વધી 14,429 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા, HUL સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 3.79 ટકા વધી 1361.55 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 2.18 ટકા વધી 1016.15 પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71 ટકા ઘટી 5555.40 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 0.50 ટકા ઘટી 100.15 પર કારોબાર કરી રહ્યો છે.

ભારે વિદેશી રોકાણ
જાન્યુઆરીમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ શુદ્ધ રૂપથી 4,819 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જોકે પ્રોવિઝનલ આંકડાઓમાં આ 9264 કરોડ રૂપિયા છે. શુક્રવારે જ 6 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ડિસેમ્બરમાં 62 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. એમાંથી એકથી 15 ડિસેમ્બરની વચ્ચે 41,898 કરોડ રૂપિયા, જ્યારે 16થી 31 ડિસેમ્બરની વચ્ચે 20,118 કરોડ રૂપિયાનું રોકાણ થયું. 2020માં FIIનું ઈક્વિટીમાં કુલ રોકાણ 1.60 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

વૈશ્વિક બજારોમાં તેજી
અમેરિકામાં નવા રાહત પેકેજની જાહેરાતથી શુક્રવારે વિશ્વના શેર માર્કેટમાં તેજી નોંધાઈ હતી. એમાં દક્ષિણ કોરિયાનો કોપ્સી 3.97 ટકા પર બંધ થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ 1.20 અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 2.36 ટકા પર બંધ થયા હતા. બીજી તરફ, ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અમેરિકાનાં બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ 1.03 ટકા અને S&P 500 ઈન્ડેક્સ 0.55 ટકા પર બંધ થયો હતો. આ સિવાય યુરોપનાં શેરબજારોમાં પણ વધારો નોંધાયો હતો.

TCSનાં મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે બજારમાં રેકોર્ડ તેજી છે. TCS પણ 1.60 ટકા પર કારોબાર કરી રહ્યો છે. તેજીને પગલે BSEમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 196.93 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

[ad_2]

Source link