Uncategorized

વીર સાવરકર મુદ્દે રાજકારણમાં ગરમાવો: મોહન ભાગવત અને રાજનાથ સિંહના નિવેદન પછી ઓવૈસીનો વળતો પ્રહાર; કહ્યું- આ લોકો ગાંધીજીને હટાવીને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે

[ad_1]

  • Gujarati News
  • National
  • RSS Chief Mohan Bhagwat, Rajnath Singh And AIMIM Chief Asaduddin Owaisi Says About Veer Savarkar Book Launching

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વીર સાવરકર પર લખવામાં આવેલા પુસ્તકના વિમોચન દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આઝાદી પછીથી વીર સાવરકર મુદ્દે લોકોને પૂરતી માહિતી નથી. પરંતુ હવે આ પુસ્તક દ્વારા લોકો વીર સાવરકર વિશે જાણી શકશે. ત્યારપછી સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદનો નંબર છે. તેમના વિશે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આઝાદી પછી વીર સાવરકર વિરુદ્ધમાં અભિયાન ચલાવાયુ
સાવરકર પર લખવામાં આવેલા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં આરએસએસ પ્રમુથ મોહન ભાગવત સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતાં મોહન ભાગવતે આડકતરી રીતે વિપક્ષની પાર્ટી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વીર સાવરકર વિશે આજે પણ લોકોમાં માહિતીનો અભાવ છે. લોકો પાસે તેમની પૂરતી માહિતી જ નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, આઝાદી પછીથી જ વીર સાવરકરને બદનામ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હવે આ પુસ્તક વાંચીને લોકોનો ભ્રમ તૂટી જશે. હવે સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદનો નંબર છે. કારણકે વીર સાવરકરની જેમ તેમના વિશે પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. વીર સાવરકર જે પણ હતા તે આ ત્રણેયના વિચારોથી પ્રભાવિત હતા.

સાવરકરનું હિન્દુત્વ ધર્મ કરતા ઉપર હતું: રાજનાથ સિંહ

આ જ કાર્યક્રમમાં સંબોધન કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જેલમાં બંધ સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી જ અંગ્રેજોને દયા અરજી લખી હતી. આ વિશે તેમણે જણાવ્યું કે, સાવરકર વિશે ઘણાં પ્રકારના જુઠ્ઠાણા ફેલાવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, સાવરકરે અંગ્રેજો સામે ઘણી વખત દયા અરજી કરી હતી. પરંતુ સાચી વાત તો એ છે કે, આ દયા અરજી તેમણે ગાંધીજીના કહેવાથી કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, સાવરકરનું હિન્દુત્વ ધર્મથી ઉપર હતું. તે કોઈની સાથે ભેદભાવ નહોતા કરતા. તેમના હિન્દુત્વને સમજવા માટે ઊંડી સમજણની જરૂર છે

ગાંધીના બદલે સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે: ઓવૈસી

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના આ નિવેદન વિશે અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ લોકો વિકૃત ઈતિહાસ રજૂ કરી રહ્યા છે. જો આવું જ ચાલતું રહેશે તો આ લોકો એક દિવસ મહાત્મા ગાંધીને હટાવીને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે. જેના પર મહાત્મા ગાંધીના હત્યાનો આરોપ હતો અને જેને જસ્ટિસ જીવન લાલ કપૂરની તપાસમાં ‘હત્યામાં સામેલ’ ઠરાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link