Uncategorized

વિશ્વમાં વંદનીય બાપુ: જ્યાં ગાંધીજીનું અપમાન થયું હતું તે દક્ષિણ આફ્રિકાના રેલવે સ્ટેશન પર એમની પ્રતિમા છે, અમેરિકામાં બાપુની ભસ્મ સચવાયેલી છે

[ad_1]

  • Gujarati News
  • National
  • 152nd Gandhi Jayanti Bapu Is Worshiped Not Only In India But All Over The World, See The Statue Of Mahatma In These 10 Countries

2 કલાક પહેલા

  • મહાત્મા ગાંધીની જયંતી નિમિત્તે જાણો વિશ્વની 10 પ્રતિમા વિશે

મહાત્મા ગાંધી માત્ર બ્રિટિશરો સામે ભારતની આઝાદી માટે નથી લડ્યા પરંતુ તેમણે દુનિયાને સત્ય અને અહિંસાના પાઠ પણ શીખવ્યા છે. સમગ્ર દુનિયાના લોકો ગાંધીજીને શાંતિનું પ્રતિક માને છે. ભારતમાં તો તમે ગાંધીજીની ઘણી પ્રતિમાઓ અને સ્મારક જોયા હશે પરંતુ દુનિયામાં પણ ગાંધીજીની ઘણાં સ્મારકો દ્વારા પૂજા કરવામાં આવે છે. સૃષ્ટિના અંત સુધી શાંતિ, માનવતા અને અહિંસાના પ્રતિક તરીકે લોકો તેમને સન્માનિત કરતાં રહેશે. તો આવો આજે અમે તેમને ભારત સિવાયના 10 દેશોમાં ગાંધીજીની કેવી પ્રતિમા છે તે જણાવીએ…

1) ટેવિસ્ટક, લંડન
આ પ્રતિમા મૂર્તિકાર ફ્રેડા બ્રિલેન્ટ દ્વારા બનાવાવમાં આવી છે અને 1968માં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન મંત્રી હેરોલ્ડ વિલ્સને તેનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રતિમા તેમની ભવ્યતા માટે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે.

2) કોપનહેગન, ડેનમાર્ક
ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1984માં ડેનમાર્કની યાત્રામાં આ પ્રતિમા ડેનમાર્ક સરકારને સમર્પિત કરી હતી.

3) લેક શ્રાઈન, કેલિફોર્નિયા, યુએસએ
અહીં ગાંધી સમર્પિત વિશ્વ સ્મારક છે. આ સ્મારક 1950માં બનાવવામાં આવ્યું હતું. અહીં એક હજાર વર્ષ જૂની ચીની સિરોફેગસ રાખવામાં આવી છે. જેમાં મહાત્મા ગાંધીની થોડી ભસ્મ પીતળ અને ચાંદીના નાના બોક્સમાં રાખવામાં આવી છે.

4) ચર્ચ સ્ટ્રીટ, પીટરમારિત્જબર્ગ, દક્ષિણ આફ્રિકા
આ એ શહેર છે જ્યાં એક વાર મહાત્મા ગાંધીને 1983માં એક અંગ્રેજ દ્વારા ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને ગાંધીના હ્રદય પરિવર્તનનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારપછી આ જ જગ્યાએ દક્ષિણ આફ્રિકાના આર્કબિશપ ડેસમંડ તુતુએ મહાત્મા ગાંધીની શાનદાર પ્રતિમાનું ઉદ્ધાટન કર્યું હતું.

5) પ્લાઝા સિસિલિયા, આર્જેન્ટિના
ભારતની વસતીના 15માં વર્ષમાં ભારત સરકારે રામ વંજી સુતાર દ્વારા બનાવવામાં આવેલી ગાંધી પ્રતિમા આર્જેન્ટિનાને ગિફ્ટમાં આપવામાં આવી હતી.

6) ગ્લેબ પાર્ક, કેનબરા, ઓસ્ટ્રેલિયા
અહીં ગાંધીજીની બ્રોન્ઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. માનવામાં આવે છે કે, આ પ્રતિમા એટલી લાઈવ છે કે તે તેમના માર્ગદર્શન સિદ્ધાંતોની ઓળખ કરાવે છે. આ પ્રતિમાનો સંદેશ છે કે, સિદ્ધાંતો વગર કોઈ રાજકારણ ના કરી શકે, નૈતિકતા વગર કોઈ વાણિજ્ય નથી અને માનવતા વગર કોઈ વિજ્ઞાન નથી.

7) મેમોરિયલ ગાર્ડન, જિંગા, યુગાન્ડા
1948માં મહાત્મા ગાંધીની ભસ્મનો થોડો ભાગ યુગાન્ડાની જિંગામાં નીલ નદીમાં પ્રવાહિત કરવામાં આવ્યો હતો. ત્યારપછી આ જગ્યા પર સ્મારક બનાવવામાં આવ્યું હતું.

8)પીસ ગાર્ડન, વિએના, ઓસ્ટ્રિયા
પીસ ગાર્ડનમાં કલાકાર વર્નર હોર્વથે શાંતિ અને અહિંસા પ્રતિ મહાત્મા ગાંધીના યોગદાનને દર્શાવવા માટે ગાંધીજીનું ઓઈલ પેઈન્ટિંગ કરી છે.

9) એરિયાના પાર્ક, જેનેવા, સ્વિતઝરલેન્ડ
ભારત અને સ્વિતઝરલેન્ડ વચ્ચે થયેલી સમજૂતી 1948ની સંધિની યાદ અપાવવા ભારત સરકારે તે દેશની સંધિની 60માં વર્ષની ઉજવણીમાં ગાંધી પ્રતિમા આપી હતી. આ મૂર્તિમાં એક વાક્ય લખાયું છે જેના પર ફ્રેન્ચમાં સંદેશ લખવામાં આવ્યો છે કે, ‘મા વિએ એસ્ટ મોન સંદેશ’ લખવામાં આવ્યો છે, જેનો અંગ્રેજી અર્થ થાય છે કે, ‘માય લાઈફ માય મેસેજ’

10) સંસદ સ્ક્વાયર, લંડન, ઈંગ્લેન્ડ
મહાત્મા ગાંધીની આ પ્રતિમા 14 માર્ચ 2015માં લંડનમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાને કલાકાર ફિલિપ જેક્સને બનાવી હતી. તે સમયના બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરુન, કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી, મહાત્મા ગાંધીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધી અને ભારતીય અભિનેતા અમિતાભ બચ્ચન ઉદ્ધાટનમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link