Uncategorized

વિશ્વમાં પ્રથમવાર ડ્રોનથી ફેફસાંની ડિલિવરી: સમય વિરુદ્ધની રેસ જેવી ઘટનામાં ડ્રોનની મદદથી ઓન્ટારિયોના પુરૂષનો જીવ બચાવાયો

[ad_1]

ટોરોન્ટો12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સપ્ટેમ્બરમાં એલેન હોડાક નામના દર્દી માટે માનવરહિત ડ્રોન ફેફસાં લઈને આવી પહોંચ્યું હતું, જે વિશ્વની પ્રથમ ઘટના હતી.

  • એલેન હોડાકને 2019માં પલ્મોનરી ફાઈબ્રોસિસની સમસ્યા હોવાનું નિદાન થયું હતું
  • ખુદ એન્જિનિયર અને ડ્રોન પ્રેમી એલેન હોડાકને પોતાની સર્જરી કરતાં તેમના માટે ફેફસાં ડ્રોન લાવવાનું છે એ વાતનો રોમાંચ વધુ હતો

દુનિયાભરમાં અનેક ઘટનાઓ એવી બની હશે કે જેમાં કોઈ વ્યક્તિના અંગને તાત્કાલિક વાહન દ્વારા અથવા તો વિમાન દ્વારા પહોંચાડીને દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરીને તેને જીવતદાન આપવામાં આવ્યું હોય પરંતુ કેનેડાના ઓન્ટારિયોમાં એક ઘટના એવી બની કે જેમાં ડ્રોનની મદદથી દર્દી માટે ફેફસાં પહોંચાડવામાં આવ્યા. જે વિશ્વની પ્રથમ ઘટના હતી. અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે ડ્રોનની મદદથી ભોજન કે કોઈ વસ્તુની ડિલિવરી કરવામાં આવી હોય અથવા તો ડ્રોન દ્વારા ફોટોગ્રાફી કરાતી હોય પરંતુ આ વખતે ડ્રોનથી માનવઅંગની પ્રથમવાર ડિલિવરી કરવામાં આવી હતી. એલેન હોડાકને 2019માં પલ્મોનરી ફાઈબ્રોસિસની સમસ્યા હોવાનું નિદાન થયું હતું. એલેને હોડાક માટે જ ડ્રોન ફેફસાં લઈને આવી પહોંચ્યું હતું.

પોતાના ઓપરેશન કરતાં ડ્રોન ફેફસાં લઈને આવી પહોંચ્યું તેનો રોમાંચ વધુ હતો
માનવઅંગની ડ્રોન દ્વારા ડિલિવરી કરવામાં આવી હોય એવી વિશ્વની પ્રથમ ઘટના એલેન હોડાક માટે ભારે રોમાંચક રહી હતી. એલેન હોડાક કહે છે કે તેના ફેફસાંની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ તેના કરતાં પણ તેમના માટે સૌથી વધુ રોમાંચકારી ક્ષણ એ સમયે રહી જ્યારે હોસ્પિટલની છત પરથી ડોક્ટરે કોલ કર્યો કે તેમના માટે ફેફસાં લઈને ડ્રોન આવી પહોંચ્યું છે. રસપ્રદ એ છે કે એક માનવરહિત ડ્રોન દ્વારા ફેફસાંની ડિલિવરી થઈ હતી.

ડ્રોન દ્વારા માનવઅંગની ડિલિવરી કરાઈ એ પહેલા ડ્રોનની આ માટે અનેકવાર ટ્રાયલ કરવામાં આવી.

ડ્રોન દ્વારા માનવઅંગની ડિલિવરી કરાઈ એ પહેલા ડ્રોનની આ માટે અનેકવાર ટ્રાયલ કરવામાં આવી.

ખુદ એન્જિનિયર હોડાકને ડ્રોન ખૂબ પસંદ છે
સપ્ટેમ્બર મહિનામાં બનેલી વિશ્વની પ્રથમ એવી ઘટનામાં એક ડ્રોન એલેન હોડાક માટે ફેફસાંની જોડી લઈને આવી પહોંચ્યું હતું. એલેન હોડાક ખુદ એક એન્જિનિયર છે અને ડ્રોનમાં તેમને ખૂબ રસ છે. વાસ્તવમાં, તેમને પલ્મોનરી ફાઈબ્રોસિસની સમસ્યા થઈ પછી તેમના ફેફસાં નકામા થઈ ગયા હતા. જેના કારણે અન્ય કોઈના ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાય તો જ તેમનો જીવ બચે એવી સ્થિતિ આવી પડી. તેમને ફેફસાં મળી ગયા પરંતુ તેમને પોતાનો જીવ બચવાનો નહીં પરંતુ તેમના માટે એક ડ્રોન ફેફસાં લઈને આવશે એ વાતનો રોમાંચ વધુ હતો.

ડ્રોન એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ફેફસાં લઈને પહોંચ્યું
અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે કોઈનો જીવ બચાવવા માટે કોઈ માનવઅંગને સ્પેશિયલ કોરિડોર દ્વારા વાહન મારફતે અથવા તો વિમાન મારફતે શક્ય એટલી ઝડપથી પહોંચાડવામાં આવ્યું હોય. પરંતુ ડ્રોન દ્વારા આ રીતે માનવઅંગને દર્દી સુધી પહોંચાડાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. ટોરોન્ટો વેસ્ટર્ન હોસ્પિટલથી ટોરોન્ટો જનરલ હોસ્પિટલ સુધી આ ડ્રોન એલેન હોડાક માટે ફેફસાં લઈને પહોંચ્યું હતું. દોઢ કિમીની આ સફર પૂરી કરતાં ડ્રોનને છ મિનિટ લાગી હતી. નજીકના ભવિષ્યમાં શક્ય બની શકે છે કે ડ્રોનથી જરૂરિયાતવાળા દર્દી સુધી માનવઅંગને પહોંચાડવામાં ખૂબ ઝડપ સાધી શકાશે.

સમય સામેની રેસ જેવી ઘટના

યુનિવર્સિટી હેલ્થ નેટવર્કના સર્જન ઈન ચીફ તથા ટોરોન્ટો લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. શાફ કેશવજીએ ડ્રોન દ્વારા માનવઅંગની ડિલિવરી કરવાની વિશ્વની સૌપ્રથમ ઘટનામાં યોગદાન આપ્યું.

યુનિવર્સિટી હેલ્થ નેટવર્કના સર્જન ઈન ચીફ તથા ટોરોન્ટો લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. શાફ કેશવજીએ ડ્રોન દ્વારા માનવઅંગની ડિલિવરી કરવાની વિશ્વની સૌપ્રથમ ઘટનામાં યોગદાન આપ્યું.

એલેન હોડાક માટે જ્યારે ડ્રોન દ્વારા ફેફસાં પહોંચાડવામાં આવ્યા ત્યારે એટલું તો નક્કી જ થઈ ગયું કે આગામી સમય એવો આવી શકે છે કે ડ્રોનની મદદથી ખૂબ ઝડપથી દર્દી સુધી તેના માટે જરૂરી અંગને પહોંચાડી શકાશે. જેના કારણે અન્ય કોઈ વ્યક્તિના અંગથી જીવતદાન મેળવનારા લોકોની સંખ્યા પણ વધશે. એલેન હોડાકની ફેફસાંની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે અને હવે તે સામાન્ય વ્યક્તિની જેમ શ્વાસ લઈ શકે છે.

એલેન હોડાકની સ્થિતિ 2021માં એકદમ બગડી હતી. તેમનો પલ્મોનરી ફાઈબ્રોસિસનો રોગ વકર્યો હતો અને આખરે જીવતા રહેવા માટે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એ જ ઉપાય બાકી રહ્યો હતો. તેઓ કોઈ દાતાની રાહમાં હતા કે ક્યારે તેમને ફેફસાં મળે. તેમને હોસ્પિટલની નજીક રહેવા માટે જગ્યા પણ ભાડે મળી ગઈ હતી. આખરે તેમનો ઈંતજાર પૂરો થયો અને તેમને ફેફસાં મળી ગયા હતા. ટ્રાન્સપ્લાન્ટ માટે ફેફસાંની ડિલિવરી ડ્રોન દ્વારા કરાઈ હતી.

ડ્રોનથી ડિલિવરીની ટ્રાયલ્સ ચાલી રહી છે
ટોરોન્ટો લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ, UHNના ડાયરેક્ટર ડો. શાફ કેશવજીએ કહ્યું કે ડ્રોન દ્વારા અંગોને દર્દી સુધી પહોંચાડવાની ટ્રાયલ્સ ચાલી રહી છે. જો કે ડ્રોનથી આ રીતે માનવઅંગની ડિલિવરી કોઈ આસાન વાત નથી. તેમણે કહ્યું હતું કે ડ્રોનને શહેરમાં ઉડાવવું પડકારરૂપ કામ છે. મોટી જનસંખ્યા ધરાવતા વિસ્તારોમાં મહત્તમ રેડિયો ફ્રિકવન્સી અસ્તિત્વમાં હોય છે અને આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ હોય છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, આવી સ્થિતિમાં પણ જો તમે ડ્રોન સફળતાથી ઉડાડી શક્યા તો સમજી લેવાનું કે તમે ડ્રોનનો ગમે ત્યાં આસાનીથી ઉપયોગ કરી શકશો. ડ્રોનથી માનવઅંગોને પહોંચાડવાની ટ્રાયલ્સ સતત ચાલુ જ છે. જો કે ડ્રોનથી માનવઅંગ જે તે સ્થળે પહોંચાડવા માટે હેલ્થ કેનેડા અને NAV Canada પાસેથી અનેક પરમિશન્સ લેવી પડી હતી.

બે હોસ્પિટલ વચ્ચેનું અંતર નાનું હતું પરંતુ 53 વખત ટ્રાયલ્સ થઈ
એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ફેફસાં લઈ જવા માટે બંને હોસ્પિટલો વચ્ચેનું અંતર તો નાનું હતું પરંતુ આમ છતાં ડ્રોનની 53 વખત ટ્રાયલ્સ થઈ હતી. આ માટે ખાસ એવી નેવિગેશન સિસ્ટમ પણ વિકસાવાઈ કે ડ્રોનની સફરમાં કોઈ અવરોધ ન આવે. ડો. કેશવજીએ કહ્યું કે ડ્રોનમાં બેલેસ્ટિક પેરેશૂટ પણ રખાઈ હતી. આથી કદાચ તેનું એન્જિન બંધ થાય તો પણ તેને ગંતવ્ય સ્થાને પહોંચવામાં અને જે તે સ્થળે ઉતરવામાં સમસ્યા ન આવે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link