Uncategorized

વિશ્વભરના સમાચારો તસવીરોમાં: આ છે N95 માસ્ક, બોલો તમે પહેરશો?: આજે તમારે અહીં જવું જોઈએ; 142 કરોડથી વધુ રૂપિયા છે? તો આ આઈલેન્ડ તમારો

[ad_1]

  • Gujarati News
  • National
  • You Should Go Here Today: If You Want To Buy An Island, You Have To Pay Rs 142 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 કલાક પહેલા

  • કૉપી લિંક
આ છે N95 માસ્ક, બોલો તમે પહેરશો? - Divya Bhaskar

આ છે N95 માસ્ક, બોલો તમે પહેરશો?

આ તસવીરમાં દેખાતા માસ્ક પહેરવા ગમશે?

કોરોનાકાળમાં માસ્કની બોલબાલા જોરદાર છે અને એ પહેરવું અનિવાર્ય અને હિતાવહ પણ છે. હવે તો ફેશનેબલ માસ્ક પણ આવવા લાગ્યા. પરંતુ અમે અહીં જે માસ્ક બતાવ્યા છે એ તમે પહેરશો કે નહીં એ જોવાનું છે. વાસ્તવમાં તમે જે અલગ અલગ પ્રકારના માસ્ક પહેરો છો એ જ માસ્ક્સની આ વિવિધ તસવીરો છે. પરંતુ આ તસવીરો ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા લેવાયેલી છે, જેથી માસ્કનું વણાટકામ આટલું ક્લોઝઅપ દેખાય છે. અહીં તસવીરોમાં કોટન, પોલિએસ્ટર સહિતના માસ્કનું આંતરિક વણાટકામ ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી ઝૂમ ઈન કરાયું છે. વિચિત્ર લાગે એવા માસ્કના આ વણાટથી જ જો કે વાયરસને આપણા શ્વાસમાં કે ફેફસાંમાં પ્રવેશતા અટકાવી શકાય છે.

શિવરાત્રી નિમિતે ગિરનારની ટોચના દર્શન

મહાશિવરાત્રી નિમિતે ગિરનારના સર્વોચ્ચ શિખરના કરો દર્શન; અહીં ચારેય દિશામાં શિવનાં 9 મંદિર (તસવીર: મેહુલ ચોટલિયા)

મહાશિવરાત્રી નિમિતે ગિરનારના સર્વોચ્ચ શિખરના કરો દર્શન; અહીં ચારેય દિશામાં શિવનાં 9 મંદિર (તસવીર: મેહુલ ચોટલિયા)

ગિરનાર આદિ અનાદિકાળથી અસ્તિત્વમાં છે. સ્કંદ પુરાણના પ્રથમ અધ્યાયમાં ગિરનારનું મહાત્મ્ય દર્શાવાયું છે. તેમાં ગિરનારની ઉત્પત્તિ અને મહત્ત્વની સમજ અપાઈ છે. આ અધ્યાયમાં અત્રિ ઋષિ અને અનસુયાના સંવાદમાં ગિરનારનો ઉલ્લેખ છે. ગિરનારને સ્થિર કરવા માટે ચાર દિશામાં મહાદેવની સ્થાપના થાય છે, જેમાં ઉત્તરમાં ઈન્દ્રેશ્વર મહાદેવ, દક્ષિણમાં રામનાથ, પશ્ચિમમાં ભવનાથ અને પૂર્વમાં કામેશ્વર મહાદેવ બિરાજમાન છે. આમ ચારેય દિશામાં ચાર તાંતણા બાંધી મહાદેવની સ્થાપના કરાઈ છે. તેથી રેવતાચળ એટલે કે ગિરનાર સ્થિર રહે છે. પૌરાણિક શાસ્ત્રોમાં ભવનાથ અને ગિરનાર ક્ષેત્રનાં ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ મળે છે. ગિરનાર પર્વતની પશ્ચિમે ભવનાથની આસપાસના વિસ્તારને વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિશ્વના સૌથી મોટા પ્રાઈવેટ આઈલેન્ડની હરાજી થશે

વિશ્વના સૌથી મોટા પ્રાઈવેટ આઈલેન્ડની હરાજી થવા જઈ રહી છે. સેન્ટ એન્ડુ નામના આ અદ્ભૂત આઈલેન્ડ કેરેબિયન દેશ બહામાસમાં સ્થિત છે.

વિશ્વના સૌથી મોટા પ્રાઈવેટ આઈલેન્ડની હરાજી થવા જઈ રહી છે. સેન્ટ એન્ડુ નામના આ અદ્ભૂત આઈલેન્ડ કેરેબિયન દેશ બહામાસમાં સ્થિત છે.

વિશ્વના સૌથી મોટા પ્રાઈવેટ આઈલેન્ડની હરાજી થવા જઈ રહી છે. સેન્ટ એન્ડુ નામના આ અદ્ભૂત આઈલેન્ડ કેરેબિયન દેશ બહામાસમાં સ્થિત છે. અહીં સેંકડો નાના-નાના ટાપુઓનો સમૂહ છે. પ્રત્યેકની ખૂબીઓ અલગ અલગ છે. આઈલેન્ડની લંબાઈ 167 કિમી અને પહોળાઈ 64 કિમી છે. જેની હરાજી 26 માર્ચે થશે. તેના ઓપનિંગ બિડ રૂ. 142 કરોડ રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link