Uncategorized

વિવાદોમાં ઈલૈયારાજાની બુક: મોદી અને આંબેડકરની સરખામણી કરવા બાબતે કોંગ્રેસ અને DMKએ વિરોધ વ્યક્ત કર્યો, નડ્ડાએ કહ્યું- દરેકને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર

[ad_1]

  • Gujarati News
  • National
  • Congress And DMK Oppose Comparing Modi And Ambedkar, Nadda Says Everyone Has Right To Express Their Views

5 મિનિટ પહેલા

તમિલનાડુના સંગીતકાર ઈલૈયારાજાની બુક આંબેડકર એન્ડ મોદી પર વિવાદ થયો છે. ઈલૈયારાજાએ પોતાની બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ડો.બીઆર આંબેડકર સાથે કરી છે.

ઈલૈયારાજાએ તેમની બુક આંબેડકર એન્ડ મોદીમાં બંનેના વ્યક્તિત્વની વચ્ચે સમાનતા દર્શાવી છે.

ઈલૈયારાજાએ તેમની બુક આંબેડકર એન્ડ મોદીમાં બંનેના વ્યક્તિત્વની વચ્ચે સમાનતા દર્શાવી છે.

નડ્ડાએ કહ્યું કે તમિલનાડુમાં સત્તારૂઢ પક્ષ સાથે જોડાયેલા લોકો ભારતના સૌથી મોટા સંગીતકારોમાંથી એકને અપમાનિત કરી રહ્યાં છે. તેનું કારણ એ છે કે તેમના વિચાર એક રાજકીય દળ માટે યોગ્ય નથી. નડ્ડાએ કહ્યું શું આ જ લોકશાહી છે? દરેકના પોતાના વિચારો હોઈ શકે છે, તે બાબતે તેમનું અપમાન શાં માટે કરવું?

નડ્ડાએ કહ્યું- દરેકના પોતપોતાના વિચારો
નડ્ડાએ આ દરમિયાન ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તાજેતરમાં જ એ આર રહેમાને અમિત શાહના હિન્દી એકીકૃત ભાષાના રૂપમાં બોલવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. રહમાને કહ્યું હતું કે તમિલ દેશની લિન્ક ભાષા હોવી જોઈએ. આ બાબતે તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. નડ્ડાએ કહ્યું કે બંને સંગીતકારોના પોતાના વિચાર હોય છે.

નડ્ડાએ કહ્યું કે લોકોના પોતપોતાના વિચાર છે, તે બાબતે તેમનું અપમાન ન કરવું જોઈએ.

નડ્ડાએ કહ્યું કે લોકોના પોતપોતાના વિચાર છે, તે બાબતે તેમનું અપમાન ન કરવું જોઈએ.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે 78 વર્ષના ઈલૈયારાજને વિશ્વમાં તેમના સંગીત માટે ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે ઉસ્તાદ, ઈસાઈગની(સંગીતના સંત)

કાર્તિએ કહ્યું- બંનેની સરખામણી અયોગ્ય
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે ટ્વિટ કર્યું આ સરખામણી સંપૂર્ણ રીતે અયોગ્ય છે. કારણ કે મોદીની સરખામણી એ વિદ્વાનની સાથે કરવામાં આવી છે, જેમણે આપણા બંધારણને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઈલૈયારાજાએ નિવેદન પરત લેવાથી ઈન્કાર કર્યો
ઈલૈયારાજાના નાના ભાઈ ગંગાઈ ઈમરાને જણાવ્યું કે તે પોતાની વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલી ટિપ્પણીને પરત લેશે નહિ. તેમણે કહ્યું કે દરેકને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. ગંગઈ અમરન વર્ષ 2017માં ભાજપમાં જોડાયા હતા.

14 એપ્રિલે બુકનું લોન્ચિંગ થયું હતું
14 એપ્રિલે આંબેડકર એન્ડ મોદીઃ રિફોર્મ્સ આઈડિયાઝ, પરફોર્મન્સ ઈમ્પ્લીમેન્ટેશન નામની બુક લોન્ચ થઈ હતી. બ્લૂક્રાફટ ડિજિટલ ફાઉન્ડેશને તેને પ્રકાશિત કરી હતી. આ બુકમાં આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી કરવામાં આવી છે. ત્યારથી આ બાબતે વિવાદ થઈ રહ્યો છે. ઈલૈયારાજના પરિવારને પણ આ વિવાદમાં ઘસેડવામાં આવી રહ્યો છે.

બુકમાં આંબેડકર અને મોદી પર શું લખવામાં આવ્યું છે?
આ બુકમાં આંબેડકર અને મોદી બંનેના વ્યક્તિત્વની વચ્ચેની કેટલીક સમાનતાઓ દેખાડવામાં આવી છે. બંને સમાજમાં અશક્ત વર્ગોના લોકોની સામે આવતા અડચણોની વિરુદ્ધ લડ્યા છે. બંનેએ ગરીબી અને સામાજિક ઢાંચાને નજીકથી જોયો છો અને તેને ખત્મ કરવાનું કામ કર્યું છે. બંને વિચારવાની સાથે-સાથે કામ કરવામાં પણ વિશ્વાસ રાખે છે.

ઈલૈયારાજાને દોષિત ઠેરવનારની નીંદા કરી
ઈલૈયારાજાના પુત્ર યુવાન શંકર રાજાએ સોમવારે ટ્વિટર પર એક તસ્વીર શેર કરી અને કેપ્શન લખ્યું, ડાર્ક દ્રવિડિયન. પ્રાઉડ તમિલિયન. આ અંગે ભાજપના તમિલનાડુના અધ્યક્ષ અન્નામલાઈએ મીડિયાને કહ્યું હું કાળો અને તેનાથી વધુ દ્વવિડિયન અને તમિલિયન છું.

અન્નામલાઈએ પહેલા ઈલૈયારાજાને દોષિત ઠેરવનારની ટીકા કરી હતી અને તેમણે DMK દ્વારા બનાવવામાં આવેલી એક ઈકોસિસ્ટમને શક્તિ દલાલ કહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link