Uncategorized

વિવાદમાં દૃશ્યમ 2: કોપીરાઈટ કેસમાં ચુકાદો ના આવે ત્યાં સુધી અજય દેવગન શૂટિંગ શરૂ કરી શકશે નહીં

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ6 કલાક પહેલા

  • કૉપી લિંક

વર્ષ 2015માં વાયકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડે કો-પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ ‘દૃશ્યમ’ જબરજસ્ત હિટ સાબિત થઈ હતી. હવે ફિલ્મની સીક્વલના રાઈટ્સ પેનારોમા ઈન્ટરનેશનલ સ્ટૂડિયો તથા મંગત કુમારે ખરીદ્યા છે. પ્રોડક્શન હાઉસે હાલમાં જ આ ‘દૃશ્યમ 2’ બનાવવાની ઓફિશિયલ અનાઉસમેન્ટ કરી હતી. હવે પહેલા ભાગના કો-પ્રોડ્યૂસરે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુનાવણી દરમિયાન ફિલ્મના પ્રોડ્યૂસરને બોમ્બે હાઈકોર્ટે આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકાશે નહીં.

પહેલી ફિલ્મના પ્રોડ્યૂસર વાયકોમ 18એ હાલમાં જ ‘દૃશ્યમ 2’ના કોપીરાઈટ માટે અરજી કરી હતી. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલે પેનારોમા સ્ટૂડિયાને ફિલ્મનું કામ શરૂ કરવામાં ના આવે તેવો આદેશ આપ્યો છે. પેનારોમા સ્ટૂડિયોએ એ વાત સ્વીકાર છે કે તે પોતાની રીતે અથવા અન્ય લોકોના માધ્યમથી ફિલ્મની સ્ક્રિપ્ટ અથવા પ્રી પ્રોડક્શનનું કામ શરૂ કરશે નહીં. જો આવું કંઈ પણ થયું તો તેના માટે તેઓ જવાબદાર છે.

20 જૂનના રોજ આગામી સુનાવણી
‘દૃશ્યમ 2’ની કોપીરાઈટ કેસમાં આગામી સુનાવણી 20 જૂનના રોજ થશે. ઉલ્લેખનીય છે કે ગઈ વખતની જેમ જ ‘દૃશ્યમ 2’ પણ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મોહનલાલ તથા મીના સ્ટારર મલયાલમ ફિલ્મની હિંદી રીમેક બનશે. આ મલયાલમ ફિલ્મ આ વર્ષે 2 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને ચાહકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

શું છે પૂરો કેસ
અજય દેવગન, શ્રિયા સરણ, તબુ તથા ઈશિતા દત્તા સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ’ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કુમાર મંગત, પેનારોમા ઈન્ટરનેશનલ સ્ટૂડિયોની સાથે વાયકોમ 18એ પણ પ્રોડ્યૂસ કરી હતી. જોકે, સીક્વલના રાઈટ્સની વાત આવી ત્યારે પેનારોમા સ્ટૂડિયો તથા કુમાર મંગતે વાયકોમ 18ને જાણ કર્યા વગર ખરીદી લીધા. હવે વાયકોમ 18એ કહ્યું છે કે ‘દૃશ્યમ 2’ના રાઈટ્સ પર માત્ર કુમાર મંગતની કંપનીનો અધિકાર નથી. આ જ કારણે વાયકોમ 18એ હાઈકોર્ટમાં અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link