Uncategorized

વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ: કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ ભારતની ફ્લાઈટો બંધ કરી દેતા ભરૂચના 60થી વધુ છાત્રો અટવાયા

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર6 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

  • 2 વર્ષથી કેનેડા જવાનું કોરોનામાં અટવાયું, કોલેજમાં ભરેલી ફી અને ડિપોઝિટ સાથે ભાવિ અધ્ધર

ભરૂચ જિલ્લામાંથી વિદેશ ઉચ્ચ અભ્યાસ, વર્ક પરમીટ, PR માટે ગત વર્ષે જ કોરોના કાળમાં પણ જિલ્લામાંથી વધુ ફાઈલો મુકાય હતી. કોરોનાની અત્યંત ખરાબ સ્થિતિને લઈ અગાઉ કેનેડાએ ભારતથી આવતી તમામ ફ્લાઈટો 30 દિવસ માટે બંધ કરી દીધી છે, જે બાદ ઓસ્ટ્રેલિયાએ પણ 15 મે સુધી ભારતીયોની તેમના દેશમાં ઉડાન પર રોક લગાવી દીધી છે.

હવે જિલ્લાના ખાસ કરીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માઠી સ્થિતિમાં મુકાઈ ગયા છે. છેલ્લા 2 વર્ષથી કેનેડા અને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવાનું આયોજન કરી IELTS પરીક્ષા આપી, ત્યાંની યુનિવર્સીટીમાં એડમિશન લેવા સાથે લાખો રૂપિયા ફી અને ડિપોઝીટ ભર્યા છતાં તેઓનું જવાનું અટવાઈ ગયું છે. ભરૂચ જિલ્લામાંથી જ 60 થી વધુ વિદ્યાર્થીઓએ કેનેડા સ્ટડી માટે એપ્લાય કર્યું હતું.હવે કવોરંટાઇન માટે ભરેલા લાખો રૂપિયા અને ફ્લાઈટની ટિકિટ પણ એડે જાય તેમ છે.

વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધર તાલ થઇ ગયા
સાજીદ ચોકસી એ જણાવ્યું હતું કે, તેઓએ સંતાન માટે કેનેડા યુનિ.માં 9 લાખ ફી, 5 લાખ ડિપોઝીટના નાણાં ભરી દીધા છે. ફ્લાઈટના 48 હજાર પણ આપી દીધા છે. કેનેડા ક્યારે ઉડાન શરૂ કરશે. તેમના દીકરા સહિત જિલ્લાના છાત્રોનું ભાવિ આધાર રાખે છે.

તમામ તૈયારીઓ પૂર્ણ લાખો રૂપિયા પણ ભરી દીધા
અંકલેશ્વરના ઝૈડ ચોકસીએ કેનેડામાં MBBS માટે એડમિશન લીધું હતું. તૈયારીઓ પૂર્ણ કરી લાખો રૂપિયા ભરવા છતાં 2 વર્ષ તેના અહીં જ બગડી ગયા છે. એર ઇન્ડિયાએ તો તેની ટિકિટ 16 મેં સુધી એક્સ્ટેન કરી છે પણ હજી તે જઇ શકશે કે નહીં તે અનિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link