Uncategorized

વસીમ જાફર પર ધાર્મિક ભેદભાવનો આરોપ: પૂર્વ ક્રિકેટરે કહ્યું- નમાઝ માટે ટ્રેનિંગ કેમ્પમાં મૌલવીઓને મેં નથી બોલાવ્યા

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેહરાદૂનએક કલાક પહેલા

  • કૉપી લિંક
ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર ઘરઆંગણે રમાયેલી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં 12 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. તે રણજીમાં મુંબઈ અને વિદર્ભ માટે રમતો હતો. -ફાઇલ ફોટો. - Divya Bhaskar

ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર ઘરઆંગણે રમાયેલી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં 12 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. તે રણજીમાં મુંબઈ અને વિદર્ભ માટે રમતો હતો. -ફાઇલ ફોટો.

પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફર પર ક્રિકેટ એસોસિયેશન ઓફ ઉત્તરાખંડ (CAU)ના અધિકારીઓ દ્વારા ધાર્મિક ભેદભાવનો આરોપ મુકાયો હતો, સાથે જ આરોપ પણ લગાવ્યા હતા કે તેમણે બાયો-બબલમાં ટ્રેનિંગ દરમિયાન કેમ્પમાં નમાઝ માટે મૌલવીઓને બોલાવ્યા હતા. જાફરે આ આરોપોને નકારી કાઢ્યા છે.

જાફરે મંગળવારે ઉત્તરાખંડ ટીમના કોચપદેથી રાજીનામું આપ્યું હતું. 55 લાખ રૂપિયા ફી ભરીને તેને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યો હતો. તેમના રહેતા ગયા મહિને જ ઘરઆંગણે રમાયેલી ટૂર્નામેન્ટમાં સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં ઉત્તરાખંડની ટીમ 5માંથી 4 મેચ હારી હતી.

જાફરે ‘રામભક્ત હનુમાન કી જય’ સ્લોગન પણ બદલાવ્યું
CAU સાથે સચિવ મહી વર્મા અને સિલેક્શન કમિટીના ચેરમેન રિઝવાન શમશાદે આરોપ લગાવ્યા હતા કે જાફરે કુણાલ ચંદિલાના બદલે ઇકબાલ અબ્દુલ્લાને કેપ્ટન બનાવ્યો. ઈકબાલને આગળ વધારવા માટે ઉપર કેટિંગ પણ કરાવી, જ્યારે ઓપનર ચંદિલાને મિડલ ઓર્ડર મોકલ્યો.

તેમણે કહ્યું હતું કે ટ્રેનિંગ કેમ્પમાં મૌલવીઓના આવ્યા બાદ જાફરે ટીમનું સ્લોગન ‘રામભક્ત હનુમાન કી જય’ને પણ બદલ્યું હતું. ઉત્તરાખંડ ટીમ ગયા વર્ષે જ ‘રામભક્ત હનુમાન કી જય’ સ્લોગન સાથે રમી રહી હતી. જાફરે કથિત રૂપે એને ‘ગો ઉત્તરાખંડ’ કરાવ્યું હતું.

સિલેક્ટર અને સચિવે ઈકબાલને કેપ્ટન બનાવ્યો: જાફર
આ આરોપો પર જાફરે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે ‘મેં તેમને (મહીમ અને શમશાદ) કહ્યું હતું કે ટીમનો કેપ્ટન જય બિષ્ટને બનાવવો જોઈએ. તે એક યુવાન ખેલાડી હતો. તે તૈયાર હતો, પરંતુ ટૂર્નામેન્ટમાં પહોંચ્યા બાદ તેમણે (મહીમ અને શમશાદ) કહ્યું હતું કે ઇકબાલને કેપ્ટન બનાવવો જોઇએ. ત્યારે પણ મેં કહ્યું હતું અને ઇકબાલને કેપ્ટન બનાવવામાં આવ્યો.

તેમણે કહ્યું, ‘આ (આરોપ) ખૂબ દુખદ છે. મેં મારા ઇમેઇલમાં બધું જ લખીને જણાવ્યુ છે. તેમણે દેખીતી રીતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેઓ આ બાબતને ધાર્મિક રંગ આપતાં મારી સામે ખોટા આરોપ લગાવી રહ્યા છે.

‘ટીમ અને કેપ્ટન બદલવા જેવી વાત મને કોઈએ કરી ન હતી’
જાફરે કહ્યું, ‘જ્યારે અમે સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટ રમીને આવ્યા હતા, ત્યારે સચિવ અને પસંદગીકારે મારી સાથે કેપ્ટન અને ટીમમાં ફેરફાર કરવા વિશે કોઈ જ વાત કરી ન હતી. તેમણે મારી સાથે ટીમ સિલેકશનને લઈને પણ વાત કરી ન હતી, તો પછી તેઓ આ પ્રકારની વાત પીઠ પાછળ કેમ કરી રહ્યા છે. તેમણે બધી જ વાત મને જ કરવી જોઈતી હતી. આ જ કારણ છે કે મેં કોચપદેથી રાજીનામું આપી દીધું. તેમણે એ જાણ્યું નહીં કે મેં જે કર્યું એ શા માટે કર્યું.’

‘જો ધાર્મિક ભેદભાવ કરવો હોત તો અલ્લાહ-હુ-અકબર નારા લગાવત’
સ્લોગન ‘રામભક્ત હનુમાન કી જય’ ને લઈને જાફરે કહ્યું, ‘પહેલી વાત એ છે કે આ સ્લોગન (જય શ્રીરામ કે જય હનુમાન) મેં અહીં સાંભળ્યું ન હતું. પ્રેક્ટિસ મેચ દરમિયાન કેટલાક ખેલાડીઓએ ‘રાણી માતા સચ્ચે દરબાર કી જય’ ના નારા લગાવ્યા હતા. આ શીખ સમુદાયનો નારો છે અને આ સમુદાયની ટીમમાં ફક્ત બે જ ખેલાડી હતા, જેઓ આ સ્લોગનનો ઉપયોગ કરતા હતા. મેં ક્યારેય જય હનુમાન, જય શ્રીરામ સાંભળ્યું નથી.’

તેણે કહ્યું હતું કે સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટ માટે બરોડા પહોંચ્યા પછી ચંદ્રકાંત પંડિત અને કેટલાક ખેલાડીઓના કહેવા પર મેં ‘ ગો ઉત્તરાખંડ’ અથવા ‘લેટ્સ ડુ ઈટ ઉત્તરાખંડ’ અથવા ‘કમ ઓન ઉત્તરાખંડ’ ના નારા લગાવવાની વાત કહી હતી. જાફરે કહ્યું, “સ્લોગન બદલવાના આરોપો ખોટા છે. જો મારે એને ધાર્મિક ભેદભાવ જ કરવો હોત તો હું ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવવા માટે કહ્યું હોત.

જાફરે રણજી ટ્રોફીમાં સૌથી વધુ સદી બનાવી
પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ઘરઆંગણે રમાયેલી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં 12 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. તેઓ રણજીમાં મુંબઈ અને વિદર્ભ માટે રમતા હતા, જાફર રણજીમાં 150થી વધુ મેચ રમનાર પ્રથમ ખેલાડી છે. સૌથી વધુ 40 સદી બનાવવાનો રેકોર્ડ પર જાફરના નામે જ છે.

[ad_2]

Source link