Uncategorized

વડનગર શોકમગ્ન: મહેન્દ્રભાઈ શાહનુ અમેરિકામાં નિધન, PM મોદીએ શોક સંદેશો પાઠવી પરિવારને દિલાસો પાઠવ્યો

[ad_1]

વડનગર25 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • વિદેશમાં રહીને પણ પોતાના વતનનું ઋણ ચુકવ્યું

વડનગરમાં 1938 માં રોજ જન્મેલા અને અમેરિકા સ્થાય થયેલા નગરના પનોતાપુત્ર મહેન્દ્રભાઈ અંબાલાલ શાહનું 4 એપ્રિલના રોજ અમેરિકામાં નિધન થતાં વડનગર શહેર શોકમગ્ન બની ગયું છે. વિદેશમાં હોવા છતાં શિક્ષણ અને આરોગ્યની સતત ચિંતા કરનારા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, જરૂરીયાત મંદને મફત ટિફિન સેવા જેવા કાર્યો કરવા માટે માર્ગદર્શક તેમજ તેમનો સારો સહયોગ પ્રાપ્ત થયો હતો.

મહેન્દ્રભાઈ અંબાલાલ શાહ જેમનો જન્મ ૧/૮/૧૯૩૮ ના રોજ વડનગર માં એક સામાન્ય કુટુંબમાં થયો હતો. તેમણે ધોરણ 10 સુધી શિક્ષણ મેળવ્યા બાદ પિતાને મદદરૂપ થવાના આશયથી શરૂઆતમાં વડનગરમાં કરીયાણા નો વ્યવસાય શરૂ કર્યો હતો.1994 માં તેઓ અમેરિકા ગયા હતા.વડનગરમાં રહેતા ત્યારથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તે સમયે નાગરિક મંડળમાં બહારગામથી આવતા દર્દીઓમાં જરૂરીયાત મંદને મદદરૂપ થતાં વિદેશની ધરતી પર રહીને પણ વતનનો પ્રેમ ન ભૂલ્યા.

શ્રી વડનગર જૈન સંઘમા ભોજનશાળા, પાંજરાપોળ, ખીચડી ઘર તથા જરૂરીયાત મંદ ને મફત ટીફીન સેવા જેવા કાર્યો કરવા માટે માર્ગદર્શક તેમજ તેમનો સારો સહયોગ પ્રાપ્ત થયો હતો.મેડિકલ ક્ષેત્રે શરૂઆતમાં નાગરિક મંડળ અને ત્યારબાદ જ્યોતિ હોસ્પિટલ વિસનગર ખાતે મોતિયાના ફ્રી ઓપરેશન ની વ્યવસ્થા કરી કેટલાય જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થયા. વડનગરની લગભગ 14 જેટલી સ્કૂલોમાં શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તેમના માધ્યમથી એક્વાગાર્ડ નખાવી આપી હતી.

કોઈ સ્કુલમાં કોમ્પ્યુટર તો કોઈ સ્કુલમાં બાળકને ભણવા માટે એલઇડી ની પણ વ્યવસ્થા કરી આપી હતી.સેવા પરમો ધર્મ તેમના જીવનનો મૂળમંત્ર હતો,”જૈન રત્ન”નો એવોર્ડ આપી સન્માનિત કરાયા દરેક સેવાકીય પ્રવૃત્તિ નિસ્વાર્થ ભાવે કરતા અને સદાય પોઝિટિવ વિચારતા. દિવાળી આવે એટલે જરૂરીયાત મંદ પરિવારને તેઓ મીઠાઈ પહોંચાડવાનું કાર્ય પણ કરતા હતા.તેઓ હંમેશા વડનગરની તેમજ વડનગરમાં રહેતા ગરીબ પરિવારોની ખૂબ ચિંતા કરતા હતા.તેમની સેવાકીય પ્રવૃત્તિ થી આકર્ષાઈને જૈન સેન્ટર ઓફ અમેરિકા દ્વારા “જૈન રત્ન”નો એવોર્ડ આપી સન્માનિત કરાયાં હતા.

શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું : PM
મહેન્દ્રભાઈ શાહના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શોક સંદેશો પાઠવી પરિવારને દિલાસો પાઠવ્યો હતો.તેઓએ વડનગરની બાળપણની યાદો તાજી કરી હતી.તેમણે શોકસંદેશા મારફતે જણાવ્યું કે તેઓ સમય સાથે આગળ વધ્યા દૂર બેઠા બેઠા પણ જન્મભૂમિ માટે શું કરી શકાય તેની માટે મથતા હતા.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમનું પ્રદાન રહ્યું જ પણ ખીચડી ઘર જેવો સરાહનીય પ્રયોગ સાકાર કર્યો હતો.હજુ વડનગર માટે ઘણું કરવાની તેમની નેમ હતી પણ ઈશ્વરની ઈચ્છા આગળ માનવીનું કશું ચાલતું નથી.

શહેરના જૈન ઉપાશ્રય ખાતે શોકસભા યોજાઈ
વિદેશની ધરતી પર રહી વડનગર માટે સતત ચિંતા કરતા મહેન્દ્રભાઈ શાહને શ્રદ્ધાંજલિ આપવા વડનગર જૈન ઉપાશ્રય ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી.જ્યાં પીએમના ભાઇ સોમાભાઇ મોદી, ડો. મિહિરભાઇ જોષી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ ભગ્ન હ્દયે શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link