Uncategorized

રોહિત-વિરાટની જોડીએ કમાલ કરી: ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે અને ભારતમાં વ્હાઈટ વોશ કરનારી પહેલી ટીમ બની ઈન્ડિયા; અનોખો રેકોર્ડ નોંધાવ્યો

[ad_1]

એક કલાક પહેલા

ભારતે ન્યૂઝીલેન્ડને કોલકાતામાં રમાયેલી છેલ્લી T20 મેચમાં હરાવીને 3-0થી સિરીઝ પોતાને નામ કરી લીધી છે. આની સાથે જ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે તથા ભારતમાં વ્હાઈટ વોશ કરનારી પહેલી ટીમ બની ગઈ છે. આની પહેલા ઈન્ડિયાએ જાન્યુઆરી 2020માં કીવી ટીમને ન્યૂઝીલેન્ડમાં રમાયેલી 5 મેચની દ્વિપક્ષીય સિરીઝમાં 5-0થી હરાવી હતી.

2020માં ન્યૂઝીલેન્ડ સામે 5 T20 મેચની દ્વિપક્ષિય સિરીઝમાં વિરાટ કોહલીએ પહેલી ચાર મેચમાં કેપ્ટનશિપની કમાન સંભાળી હતી, જ્યારે છેલ્લી મેચમાં રોહિત શર્મા કેપ્ટન રહ્યો હતો. ઈન્ડિયન ટીમે આ સિરીઝની ત્રણ મેચ સરળતાથી પોતાને નામ કરી હતી, જ્યારે 2 મેચનો નિર્ણય સુપરઓવરમાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2021 પહેલા વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારે રોહિતની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમે ન્યૂઝીલેન્ડ સામે ભારતમાં 3 મેચની સિરીઝ રમી હતી. જેની ત્રણેય મેચમાં રોહિત એન્ડ ટીમે સારુ પ્રદર્શન દાખવી મેચ પોતાને નામ કરી લીધી છે. તેવામાં બંને સિરીઝમાં કીવી ટીમનો વ્હાઈટ વોશ કરવાના આ રેકોર્ડમાં રોહિત-વિરાટની જોડીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે, એમ પણ કહી શકાય.

બંને ટીમો વચ્ચે આ છઠ્ઠી સિરીઝ

  • ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ છઠ્ઠી દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ હતી. જેમાં ભારતે ત્રણ સિરીઝ જીતી છે, જ્યારે 3માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
  • વળી જો ભારતમાં આયોજિત સિરીઝની વાત કરીએ તો આપણા દેશમાં ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 3 T20 સિરીઝ રમાઈ છે, જેમાં ભારતે 2 ત્યારે ન્યૂઝીલેન્ડે 1 સિરીઝ જીતી છે.
  • 2009માં બંને ટીમ વચ્ચે પહેલીવાર દ્વિપક્ષીય સિરીઝ ફેબ્રુઆરીમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 2-0થી હરાવ્યું હતું.

ભારતે સૌથી વધારે મેચ જીતી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારસુધી 20 T20 મેચ રમાઈ છે. આ સિરીઝ પહેલા સુધી T20માં ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવી ટીમ હતી, જેના વિરુદ્ધ ભારતનો વિનિંગ રેશિયો ઓછો હતો. જોકે આ સિરીઝ પછી ઈન્ડિયન ટીમ 20 મેચમાંથી 11 મેચ જીતી ચૂકી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 9 મેચ જીતવામાં સફળ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link