Uncategorized

રોજગારી માટે નવા દ્વાર ખૂલ્યાં: કોરોના પછી ગુજરાતના 72 ટકાથી વધુ ઉદ્યોગકારો વિસ્તરણ માટે તૈયાર, સ્કિલ કામદાર પહેલી પસંદ

[ad_1]

  • Gujarati News
  • Business
  • After Corona, More Than 72% Of Gujarat’s Entrepreneurs Are Ready For Expansion, Skilled Workers Are The First Choice

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: મંદાર દવે

  • કૉપી લિંક
  • ગુજરાતના ઔદ્યોગિક એકમોની યોગ્ય વાસ્તવિકતા જાણવા 500થી વધુ ઉદ્યોગો પાસે સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગનો સરવે
  • 52 ટકાથી વધુ ઔદ્યોગિક એકમોએ મહામારી બાદ અનુમાન કરતાં ઝડપી ગ્રોથ મેળવ્યો
  • પાંચ લાખ ઔદ્યોગિક એકમોમાંથી 42.5% ઉદ્યોગોએ 80 ટકાથી વધુ રિકવરી નોંધાવી
  • ફાર્મા-આઇટી હબથી બેરોજગારી દર ઘટી માર્ચમાં 4 ટકા અંદર પહોંચી જવા અનુમાન

કોરોના મહામારીની સૌથી મોટી અસર ઔદ્યોગિક એકમો પર પડી હતી. નાણાંકિય કટોકટી, સ્કીલ કારીગરોની ઉણપ અને બિઝનેસ ઓર્ડર અટકી જવાના કારણે મોટા ભાગના ઉદ્યોગોએ 2020માં અનેક ચઢાવ-ઉતાર જોવા મળ્યા છે. પરંતુ આવનારું નવું વર્ષ 2021 ઔદ્યોગિક એકમો માટે આશાસ્પદ છે. સપ્ટેમ્બરથી નવા ઉત્સાહ સાથે માર્કેટ રિકવર થવા લાગ્યું છે એટલું જ નહિં ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેશભરમાં લીડ કરશે તેવો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત કરે છે.

માર્કેટ તથા બિઝનેસની આર્થિક તથા માનસિક પરિસ્થિતી પર કરવામાં આવેલ સર્વે અનુસાર માર્કેટ તથા બિઝનેસ સેન્ટીમેન્ટ અનુમાન કરતા ઝડપી પોઝિટિવ સ્થિતિમાં આવી ચૂક્યા છે. 500થી વધુ એમએસએમઇ કંપનીઓ પાસેથી સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગના કો-ફાઉન્ડર ચીરાગ પટેલ તથા મુકુલ ગોયલ દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય ચાર બાબતો પર ફોકસ કરવામાં આવી હતી. જેમાં 52.5 ટકા બિઝનેસમેનના મતે માર્કેટમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને માર્કેટ સારી દીશામાં આગળ વધી રહ્યું છે. 2021માં ગુજરાતમાં સરેરાશ 4-5 લાખ નવી રોજગારીનું સર્જન થશે તેવો મત નિષ્ણાતો દ્વારા મળી રહ્યો છે. એટલું જ નહિં 72.5 ટકાથી વધુ ઔદ્યોગિક એકમો મહામારી બાદ વેપારમાં વિસ્તરણ માટે ઉત્સુક છે. મહામારીના સમયમાં 80 ટકાથી વધુ રિકવરી 42 ટકાથી વધુ ઉદ્યોગોએ પ્રાપ્ત કરી લીધી છે. રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ-ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા બે-ત્રણ માસથી ઝડપી રિકવરી જોવા મળી છે. અમરદીપ એગ્રીગ્રેટર્સના રમેશભાઇ પટેલે જણાવ્યું કે હજીરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તેની પણ પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી રહી છે.

ફાર્મા સેક્ટરમાં બે લાખ નવી રોજગારી આવશે
એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાત ફાર્મા હબ છે. કોરોના મહામારીના કારણે આ સેક્ટરમાં સૌથી વધુ રોજગારીનું સર્જન થશે માત્ર આ સેક્ટર જ 2 લાખથી વધુ નવી રોજગારીની તક પૂરી પાડશે. આ ઉપરાંત આઇટી-ઇ કોમર્સમાં પણ સૌથી વધુ રોજગારીની તકો રહેલી છે. ગુજરાતમાં બેરોજગારી દર અત્યારે 11 ટકા આસપાસ છે જે માર્ચ 2021 સુધીમાં ઘટીને 3.4 ટકાની અંદર એટલે કે 2017-18ની સ્થિતિમાં પહોંચી જશે.

પે-આઉટ ભલે ઘટ્યાં પરંતુ,નાના-મોટા તમામ સેક્ટરમાં રોજગારીનું સર્જન થયું
એફઆઇએના સેક્રેટરી અજીત શાહે કહ્યું- મહામારીના કારણે ઇન્ડસ્ટ્રીઝ-કોર્પેોરેટ સેક્ટરમાં પે-આઉટ ઘટ્યાં છે પરંતુ રોજગારીનું સર્જન થયું છે.એમએસએમઇ સેક્ટરનું યોગદાન રોજગારી સર્જનમાં સૌથી વધુ રહેલું છે.ખાનગી એસ્ટેટ ડેવલપ થઇ રહ્યાં છે. અનેક વિદેશી કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે તત્પર છે. જેના કારણે એન્જિનિયરિંગ, ફાર્મા, ઓટો તથા કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપી રોજગારીનું સર્જન થશે.

બિનજરૂરી ખર્ચ ઘટાડી, ગુણવત્તાને પ્રાધાન્ય આપશે તે ઉદ્યોગો ફાવશે
ફાઉન્ડર-બિઝનેસ ડોક્ટર સૌરભ ખંડેલવાલે કહ્યું- નવા વર્ષમાં નાના ઉદ્યોગોએ વેપારને વેગ આપવા માટે બિનજરૂરી ખર્ચ પર કાપ મુકવો પડશે આ ઉપરાંત જે પ્રોડક્ટ બનાવે છે તેમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપે અને નિકાસલક્ષી ટાર્ગેટ ધ્યાનમાં રાખશે તો ઝડપી ગ્રોથ જોવા મળશે. આ ઉપરાંત વેપારને બને તેટલા દેવા મુક્ત રાખવામાં આવે તો આવનાર આપત્તિઓમાં સરળતાથી બહાર નિકળી શકાય.

મહામારી-લૉકડાઉને ઉદ્યોગોને ઘણું બધું શીખવ્યું
સ્ટ્રેટાફિક્સ કન્સલ્ટીંગ લિમિટેડના કો-ફાઉન્ડર ચિરાગ પટેલે જણાવ્યું કે, મહામારી અને લોકાડાઉનમાં ઉદ્યોગોએ ઓછી મૂડીમાં વધારે ટર્નઓવર કઇ રીતે મેળવી શકાય, બિનજરૂરી ખર્ચા પર કેમ કાપ મુકી શકાય, બિઝનેસની આંતરીક મજબૂતાઇ કઇ રીતે કેળવી શકાય, કરેલા રોકાણ પર શ્રેષ્ઠ વળતર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એકમોમાં ઉપલબ્ધ રિસોર્સનો મહત્મ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની અગત્યતા સમજાવી. આવનારી કટોકટીમાં પણ વેપારને વેગ આપવા હવે મોટાભાગના ઉદ્યોગો સજ્જ બન્યા.

[ad_2]

Source link