Uncategorized

રોકાણકારો વધ્યાં: કોરોનાકાળમાં શેરબજારમાં રોકાણ કરનારા બમણા થયા; બે વર્ષ પહેલાં 4.09 કરોડ ડીમેટ ખાતાં હતાં, હવે 8.97 કરોડ થયાં

[ad_1]

  • Gujarati News
  • Business
  • Investors In The Stock Market Doubled During The Corona Period; Two Years Ago, There Were 4.09 Crore Demat Accounts, Now There Are 8.97 Crore

મુંબઈ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

માર્ચ 2020માં કોરોના મહામારીથી ઉભર્યા બાદ દેશમાં શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા ઝડપથી વધી છે. માર્ચ 2020 સુધી દેશમાં 4.09 કરોડ ડીમેટ ખાતાં હતાં તે માર્ચ 2022માં વધીને 2.19 ગણા વધી 8.97 કરોડ થયાં છે. એટલે કે ગત બે વર્ષમાં દર મહિને 20 લાખથી વધુ ડીમેટ ખાતાં ખૂલ્યાં હતાં.

આટલું જ નહીં આ ખાતાંની મદદથી શેરબજારમાં રોકાણ કરાયેલી રકમ બમણી વધીને 2 લાખ કરોડ રૂપિયા થઈ ચૂકી છે. આ માહિતી એનએસડીએલ અને સીડીએસએલના તાજેતરના આંકડાઓમાં સામે આવી હતી. ડીમેટ ખાતાંમાં વધારા પાછળ સ્માર્ટફોનના ઉપયોગમાં વધારો,આકર્ષક રિટર્ન સહિતના કારણો જવાબદાર હોવાનું મનાય છે.

ત્રિમાસિક મુજબ ડીમેટ ખાતાંની સંખ્યા(કરોડમાં)
વર્ષ 2020

માર્ચ 4.09
જૂન 4
સપ્ટેમ્બર 4.66
ડિસેમ્બર 4.98

​​​​​​વર્ષ 2021

માર્ચ 5.51
જૂન 6
સપ્ટેમ્બર 7.03
ડિસેમ્બર 8.06

વર્ષ 2022

​​​​​​​સ્ત્રોત : એનએસડીએલ, સીડીએસએલ

​​​​​​​બે વર્ષમાં સેન્સેક્સ-નિફ્ટીમાં પણ બમણાથી વધુ ઉછાળો
23 માર્ચ 2020ના રોજ સેન્સેક્સ 25,981.24 અને નિફ્ટી 7610.25ના નીચલા સ્તરે બંધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link