Uncategorized

રિટર્નમાં રિસ્ક નહીં સલામતી પહેલા: શેર-સટ્ટો નહીં, સંપત્તિનું સર્જન તો સલામત રોકાણ દ્વારા જ થાય…!

[ad_1]

અમદાવાદ3 કલાક પહેલાલેખક: મંદાર દવે

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

  • શેરબજારની તેજી-મંદીના બદલે સલામત રોકાણનો માર્ગ અપનાવવામાં ગુજરાતી મિડલ-અપર મિડલ ક્લાસ સૌથી વધુ
  • 15 લાખ કરોડથી વધુનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોરોના મહામારી બાદ નોંધાયું
  • 10-17 ટકાના આકર્ષક રિટર્નના કારણે MFએ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો
  • ​​​​​​​3જા ક્રમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતના રોકાણકારો, ટોચ પર મહારાષ્ટ્ર
  • નાના રોકાણકારો એક સામટી રકમનું રોકાણ કરવાના બદલે SIPનો માર્ગ અપનાવે છે

મૂડીરોકાણના સર્જન બાબતે શોર્ટકટ ક્યારેય સમૃદ્ધિ તરફ ન લઇ જઇ શકે. ગુજરાતીમાં કહેવત છે કે મૂડી કરતા વ્યાજ વહાલુ…સલામત રોકાણ સાથે ક્યા માધ્યમમાં સૌથી વધુ વ્યાજ મળી રહ્યું છે તેને સમજુ ગુજરાતી સૌ પ્રથમ પ્રાધાન્ય આપી રહ્યાં છે. કોરોના મહામારી સમયે વિશ્વના તમામ ઇક્વિટી માર્કેટમાં કડાકો બોલી ગયો હતો અને તેનાથી બમણા જોરે વૃદ્ધિ પણ જોવા મળી છે. એવું નથી કે ઇક્વિટી માર્કેટ કમાણી નથી કરાવી આપતું પરંતુ સુઝ અને સમજણ અને યોગ્ય સમયે એન્ટ્રી અને એક્ઝિટ મહત્વની છે. જ્યારે જોખમ વગરનું અને સમજણ વગરનું રોકાણ કરી સારુ-સલામત રિટર્ન મેળવવું હોય તેવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ વિકલ્પ સાબીત થઇ રહ્યો છે.

શેરબજારની તેજી-મંદીના બદલે સલામત રોકાણનો માર્ગ અપનાવવામાં ગુજરાતી મિડલ-અપર મિડલ ક્લાસનો હિસ્સો વધુ જોવા મળી રહ્યો છે. દેશમાં કુલ મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં ગુજરાતીઓનો હિસ્સો 15 ટકાથી વધુ છે. કોરોના મહામારી બાદ દેશભરના રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં સરેરાશ 15 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

ભલે તમને ઇક્વિટી (શેર) બજારનો શ…પણ ખબર ન હોય તમે સીધા ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાની બદલે મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી સલામતીનો માર્ગ અપનાવી શકો છો. પારંપારિક રોકાણ હવે ફુગાવા સામે રક્ષણ આપવામાં અસમર્થ પુરવાર થઇ રહ્યાં છે. જેમકે બેન્ક એફડીના વ્યાજદર ઓલટાઇમ લો માત્ર 4-6 ટકા જ મળે છે. અન્ય સરકારી પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કિમમાં રિટર્ન 6-8 ટકા જ છે તેમજ સોના-ચાંદીમાં પણ રિટર્ન સમિતિ બની રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ લાંબાગાળે વળતર દાયી સાબીત થઇ શકે છે.

લોંગટર્મ મ્યૂચ્યુઅલ ફંડ્સની અલગ-અલગ સ્કીમોમાં રોકાણકરવામાં આવે તો સરેરાશ 10-17 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે. રોજીંદા સમયમાં ઇક્વિટીમાં પુરતો સમય ન આપી શકતા રોકાણકારો માટે MF રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થઇ રહ્યું છે. નોકરી-ધંધામાં વ્યસ્ત રહેતા રોકાણકારો તેમજ અનેક લોકો શેરબજાર વિશે જાણતા નથી તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સનો સહારો લઇ આકર્ષક કમાણી કરી રહ્યાં છે. સીધા ઇક્વિટીના બદલે સલામત રોકાણનો માર્ગ શોધનારા માટે મ્યૂચ્યુઅલ ફંડ ઉત્તમ સાધન ગણવામાં આવે છે.

સલામત રોકાણને મધ્યમવર્ગ સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. જ્યારે વધુ કમાણી કરતાં HNI રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં ઉત્સાહ નહીંવત્ દર્શાવી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીઝમાં 1.35 લાખ રોકાણકારો 1થી 5 કરોડની વાર્ષિક આવક ધરાવે છે. જેની એયુએમ ઇન્ડસ્ટ્રીઝમાં 9.93 લાખ કરોડ છે. તેની સામે મધ્યમવર્ગના રોકાણકારોનો હિસ્સો 25 ટકાથી વધુ છે.

રોકાણમાં કોરોના અને અત્યારની સ્થિતિનું ચિત્ર

વિગત માર્ચ-20 માર્ચ-22
કુલ રોકાણકાર 8.97 10
ઇક્વિટી ફોલિયો 6 7
SIP એકાઉન્ટ 3 5
SIP AUM 96,000 112,000
MF. AUM 22.26 લાખ 38.7 લાખ

મ્યુ.ફંડ્સની AUMમાં ગુજરાતનો હિસ્સો મોખરે

વર્ષ એયુએમ ગુજરાતનો હિસ્સો
2018 2431131 340358
2,019 2,560,422 358,459
2,020 2,774,146 388,380
2021 3,900,000 580,000
2022* 5000000 620000*

રાજ્ય મુજબ રોકાણકારોનો હિસ્સો, ગુજરાત 3જા ક્રમે

રાજ્ય રોકાણ હિસ્સો
મહારાષ્ટ્ર 1170000 28%
દિલ્હી-NCR 680,000 17%
ગુજરાત 580,000 15%
કર્ણાટકા 395,000 10%
યુપી-એમ.પી 375000 9%

​​​​​​​ફંડ પસંદગી માટે યોગ્ય પ્લાનર જ કમાણી કરાવી શકે

ડિજિટલ યુગમાં રોકાણના અનેક માધ્યમો ઉપલબ્ધ છે ત્યારે આવા સમયમાં ક્યા સેક્ટરમાં કેટલું અને કેવી રીતે રોકાણ કરવું કે જેનાથી યોગ્ય રિટર્ન મળી રહે તે માટે યોગ્ય ફાઇનાન્સિયલ પ્લાનરનો સહારો લેવો વળતરદાયી સાબીત થઇ શકે છે. મ્ચ્યુઅલ ફંડ્સમાં અનેક પ્રકારના ફંડ ઉપલબ્ધ છે તમારે કેટલા સમય માટે અને ક્યારે જરૂરીયાત છે તેને અનુલક્ષીને ફંડ ખરીદવામાં આવે તો રિટર્ન સારૂ મેળવી શકાય છે. – પાર્થ સંઘાડીયા, ટોરીન વેલ્થ મેનેજમેન્ટ.

મેટ્રો શહેરની તુલનાએ ટીયર 2-3માંથી રોકાણ વધ્યું
મેટ્રો શહેરો બાદ ટીયર 2- 3માંથી મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. ટીયર 2-3માંથી 2020-21માં 6.46 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં થયું હતું. જે 2019-20માં રૂ. 3.48 લાખ કરોડની તુલનાએ 86% વૃદ્ધિ દર્શાવે છે. રોકાણકારોને જાગૃત કરવા માટે સેબી દ્વારા અનેક કાર્યક્રમો-અભિયાનો હાથ ધરતાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) નાના શહેરોમાં રોકાણ પ્રવાહ સતત વધી રહ્યો છે. – કેતન મહેતા, ચેરમેન-સીઇઓ, મહેતા વેલ્થ લિમિટેડ.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link