Uncategorized

રાજસ્થાનમાં રાહુલ ગાંધીનો બીજો દિવસ: બે દિવસમાં ત્રીજી વખત રાહુલે કહ્યું- નવા કૃષિ કાયદાથી ખેડુતો અને નાના વેપારીઓ બરબાદ થઈ જશે

[ad_1]

  • Gujarati News
  • National
  • Speaking For The Third Time In Two Days The New Agricultural Law Will Ruin Farmers And Small Traders

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપનગઢ-અજમેર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રાહુલ ગાંધીએ રૂપનગઢમાં ટ્રેકટર પણ ચલાવ્યું હતું. પાસે જ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ બેઠા હતા. - Divya Bhaskar

રાહુલ ગાંધીએ રૂપનગઢમાં ટ્રેકટર પણ ચલાવ્યું હતું. પાસે જ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ બેઠા હતા.

રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ સૌથી પહેલા અજમેરના કિશનગઢમાં આવેલ તેતાજી મંદિરના દર્શન કર્યા હતા. ત્યાર બાદ રૂપનગઢમાં ટ્રેકટર રેલીને સંબોધના કરતાં જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂત અને નાના વેપારીઓ બધા જ બરબાદ થઈ જશે. અહીંયા પણ રાહુલ ગાંધીએ તે જ વાત કહી હતી જે એક દિવસ પહેલા પીલીબંગા અને પદમપુરની સભામાં કરી હતી.

રૂપનગઢ રેલી માટે ખાસ પ્રકારથી ટ્રોલિનુમા સ્ટેજ બનાવવામાં આવ્યુ હતું. પીલીબંગામાં સ્ટેજ પર ખાટ મૂકવામાં આવી હતી. રાહુલ આજે નાગૌરના મકરાનામાં પણ રેલીને સંબોધન કરશે.

રાહુલના ભાષણની 5 મહત્વની વાતો

1. ત્રણેય કાયદા બધુ જ બરબાદ કરી નાંખશે
હું ત્રણ નવા કૃષિ કાયદા વિશે વાત કરવા આવ્યો છું. આ કાયદા પાછળનું લક્ષ્ય શું છે? પ્રથમ કાયદો કહે છે કે ભારતના કોઈપણ ખૂણામાંથી મોટામાં મોટા ઉદ્યોગપતિઓ ઇચ્છે તેટલા ફળો અને શાકભાજી ખરીદી શકે છે. જો આવું થાય તો મંડીનો અર્થ શું રહેશે. પ્રથમ કાયદાનો હેતુ મંડીની હત્યા કરવાનો છે. બીજો કાયદો કહે છે કે દેશના ઉદ્યોગપતિઓ, જેઓ ફળો, શાકભાજી અને અનાજને સંગ્રહિત રાખવા માગે છે, તેનો સ્ટોક કરી શકે છે. અને ત્રીજો કાયદો કહે છે કે જો કોઈપણ ખેડૂત ભારતના કોઈપણ ઉદ્યોગપતિની પાસે જઈને પાકના યોગ્ય ભાવ માંગશે તો તે કોરટમાં નહીં જૈ શકે. નવા કાયદાથી માત્ર ખેડૂતોને જ નુકશાન નહીં થાય. લારીવાળા, પાથરણાંવાળા, નાના વેપારીઓ બધા જ બરબાદ થઈ જશે.

2. દેશનો સૌથી મોટો બિઝનેસ કૃષિ
કૃષિ એ ભારતનો સૌથી મોટો બિઝનેસ છે. જો તમને લાગે કે કાર બનાવવાનો કે વિમાન ઉતારવાનો બિઝનેસ સૌથી મોટો છે, તો તમે ખોટા છો. કૃષિ વિશ્વનો સૌથી મોટો બિઝનેસ છે. તે કોઈ એક વ્યક્તિનો નથી. નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે કૃષિનો આખો બિઝનેસ તેના બે મિત્રો પાસે જતો રહે. તેઓ ઈચ્છે છે કે ભારતના 40% લોકોનો બિઝનેસ બે લોકોના હાથમાં આવી જાય. ભારતનો ખેડૂત કહે છે કે અમેમરી જઈશું. પણ આવું થવા નહીં દઈએ. એવું ન વિચારો કે ખેડૂત એકલો છે. તેની પાછળ મજૂરો અને નાના વેપારીઓ ઉભા છે.

3. ખેડૂતો પાસેથી બે વખત ચોરી થશે
આગામી સમયમાં, જ્યારે ખેડૂત પોતાનો માલ વેચવા જશે ત્યારે ઉદ્યોગપતિ તેના વેરહાઉસમાંથી ફળો, શાકભાજી અને અનાજ બજારમાં લાવશે. જેમ જેમ માર્કેટમાં સપ્લાય વધે છે, તેનો ભાવ ઘટશે. ત્યારે ખેડૂતે ઓછા દરે માલ વેચવો પડશે. પછી ખેડૂત ગ્રાહક તરીકે શાકભાજી, ફળો અને અનાજ ખરીદવા જશે, તો તેણે વધુ કિમતે માલ ખરીદવો પડશે. મતલબ કે ખેડૂત પાસેથી બે વખત ચોરી થશે.

4. મોદીએ ત્રણ વિકલ્પ આપ્યા- ભૂખ, બેરોજગારી અને આત્મહત્યા નરેન્દ્ર મોદીજી ઇચ્છે છે કે સમગ્ર શાકભાજી એક જ બ્રાન્ડ પર વેચવી જોઈએ. હું તમને ગેરંટી આપીને કહું છું. માત્ર ખેડુતોને જ નહીં, યુવાનો, વેપારીઓને પણ જણાવી રહ્યો છું. જ્યારે આ કાયદા અમલમાં આવશે ત્યારે ભારતના કોઈ પણ યુવાનને રોજગાર મળશે નહીં. મોદીજી કહે છે કે આ કાયદા દ્વારા તેમણે વિકલ્પો આપ્યા છે. હા, તેમણે વિકલ્પ આપ્યા છે- ભૂખ, બેરોજગારી અને આત્મહત્યા.

5. ખેડૂતોના ઘરો લૂંટી રહ્યા છે મોદી
મોદીજી કહે છે કે મારે ખેડૂતો સાથે વાત કરવા માંગુ છું. કઈ બાબતની વાત કરવા માંગો છો. તમે કાયદા પરત ખેંચો. દેશના બધા ખેડુતો તમારી સાથે વાત કરશે. તમે ખેડુતોના ઘરો લૂંટી રહ્યા છો. તેમના અધિકારો છીનવી લેવાના પ્રયાસ કરી રહ્યા છે અને સમગ્ર અધિકાર ‘અમે બે અમારા બે’ ને આપવામાં આવી રહ્યાં છે.

અજમેરમાં રાહુલે શું કર્યું?
રાહુલ સૌ પ્રથમ તેજાજી મંદિર પહોંચ્યા હતા. તેલ અને નાળિયેર અર્પણ કરીને પૂજા-અર્ચના કર્યા બાદ રાહુલને તેજાજીની તસવીર ભેટ આપવામાં આવી હતી. તે પછી તેઓ રૂપનગઢ સભાસ્થળ ખાતે પહોંચ્યા હતા. આ પહેલા રૂપનગઢની રેલીમાં પોલીસે કાળા જેકેટ પહેરીને આવેલા લોકોના જેકેટ ઉતારી લેવડાવ્યા હતા. પોલીસને શંકા હતી કે કેટલાક લોકો કાળા ઝંડા તરીકે જેકેટને લહેરાવી શકે છે.

તેજાજી મંદિરમાં પૂજા કર્યા બાદ રાહુલનો દોરો બાંધવામાં આવ્યો હતો.

તેજાજી મંદિરમાં પૂજા કર્યા બાદ રાહુલનો દોરો બાંધવામાં આવ્યો હતો.

રૂપનગઢ રેલીમાં કાળા જેકેટ પહેરીને આવેલા લોકોના જેકેટ પોલીસે ઉતારી લીધા હતા.

રૂપનગઢ રેલીમાં કાળા જેકેટ પહેરીને આવેલા લોકોના જેકેટ પોલીસે ઉતારી લીધા હતા.

એક-એક ટ્રેકટરની તપાસ કરવામાં આવી
વિશેષ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અધિકારીઓએ અહીં દરેક ટ્રેક્ટરની તપાસ કરી હતી. દરેક વિસ્તારમાં પ્રવેશતા દરેક વ્યક્તિને સુરક્ષામાંથી પસાર થવું પડ્યું હતું.

શુક્રવારે બંને જગ્યાએ ખેડૂત મહાપંચાયતમાં રાહુલે કોંડર્ની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે બે વાત સંપૂર્ણ પણે કેન્દ્રમાં રાખી હતી. પ્રથમ ત્રણેય કૃષિ કાયદા અને બીજું ભારતની સરહદમાં ચીનની ઘૂસણખોરી. બંને મુદ્દા બે દિવસ પહેલા જ લોકસભામાં, ત્યારબાદ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં અને પછી રાજસ્થાનની બંને રેલીમાં ઉઠાવી ચૂક્યા છે.

ટીમ ભાસ્કર: રૂપનગઢથી સાદિક અલી, મુકેશ પરિહાર અને અરવિંદ દાધીચ. સુરસુરાથી રમેશ ડાભી, કિસનગઢથી વિકાસ ટિંકર, શંકર પૂરી અને ગુલશન.

[ad_2]

Source link