Uncategorized

રશિયા યુક્રેન યુદ્ધ: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે રાષ્ટ્રપતિ પુતિન મુલાકાત કરશે, આગામી સપ્તાહે યોજાશે બેઠક

[ad_1]

6 કલાક પહેલા

યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેને મેરિયૂપોલ શહેર પર જીતનો દાવો કર્યો છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમની સેનાને મેરિયૂપોલ પર હુમલો અટકાવવા આદેશ કર્યો છે, સાથે જ આ શહેરની મજબૂત ઘેરાબંધી કરવા પણ કહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વિશ્વબેન્કના મંત્રીસ્તરીય સમ્મેલનમાં રશિયા પર યુદ્ધ કર લગાવવાની પણ દરખાસ્ત કરી છે.

આગામી સપ્તાહ પુતિન અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ વચ્ચે મુલાકાત
રશિયાના રાષ્ટ્રપતિ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આગામી સપ્તાહ બેઠક યોજશે. યુક્રેન વિરુદ્ધ હુમલા અંગે વિશ્વ તરફથી ટીકાનો સામનો કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિની આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે.

મારિયૂપોલમાં સ્ટીલ પ્લાન્ટ પર સતત બોમ્બમારો
મારિયૂપોલમાં અજોવસ્તાલ સ્ટીલ પ્લાન્ટ પર રશિયા તરફથી સતત બોમ્બમારો થઈ રહ્યો છે. શહેરના મેયરના સહયોગી પેટ્રો આંદ્રુશેંકોએ આ અંગે માહિતી આપી છે કે હજારો નાગરિકોએ આ પ્લાન્ટમાં શરણ લીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ પ્લાન્ટ અંગે પોતાની રણનીતિ બદલવા અગાઉ આદેશ આપ્યા હતા.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની રશિયામાં એન્ટ્રી પ્રતિબંધિત
યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદથી જ અમેરિકા અને સહયોગી દેશ સતત રશિયા પર પ્રતિબંધની જાહેરાત કરી રહી છે. હવે રશિયા પણ પશ્ચિમી દેશોની અંદર વળતો પ્રહાર કરી રહ્યું છે. ગુરુવારે રશિયા સરકારે અમેરિકાના ઉપરાષ્ટ્ર કમલા હેરિસ અને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સહિત 29 અમેરિકી તથા 61 જેટલા કેનેડાના નાગરિકોની રશિયામાં એન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો હતો.

બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનની મદદ માટે 80 કરોડ ડોલર સૈન્ય સહાયતા મોકલી છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ અમેરિકી કોંગ્રેસથી યુક્રેન માટે વધુ મદદ માગશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ મદદ માટે અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો છે.

યુક્રેનની સેનાને પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ મોકલશે ઈઝરાયલ
ઈઝરાયલનું કહેવું છે કે તે યુક્રેનની સેનાને પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ મોકલતું કહેશે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી બેની ગેન્ટઝે 20 એપ્રિલના રોજ યુક્રેનના સૈનિકો માટે બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટની ડિલીવરીને મંજૂરી આપી છે. રોયટર્સના જણાવ્યા પ્રમાણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે હવે ઈઝરાયલની સ્થિતિમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link