Uncategorized

યોગીની દીદીને ચેતવણી: યોગીએ કહ્યું- બંગાળમાં TMCની સ્થિતિ યુપીમાં રામનો વિરોધ કરનારાઓ જેવી થશે, રામદ્રોહિયોનું દેશમાં કોઈ કામ નથી

[ad_1]

  • Gujarati News
  • National
  • Yogi Says TMC Situation In Bengal Will Be Like Those Who Oppose Ram In UP, Traitors Have No Job In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલકાતાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • યોગીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું
  • બંગાળમાં ભાજપની સરકાર આવી તો 24 કલાકમાં ગો-તસ્કરી પર પ્રતિબંધ લગાવવામાં આવશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે પશ્ચિમ બંગાળના માલદા પહોંચ્યા છે. અહીં ચૂંટણી સભામાં યોગીએ કહ્યું કે ક્યારેક ભારતને નેતૃત્વ આપનાર બંગાળની આજે ખરાબ સ્થિતિ છે. અહીં સત્તા પ્રયોજિત અપરાધ અને આતંકવાદ દેશની સુરક્ષાને પડકાર આપી રહ્યાં છે. બંગાળમાં જય શ્રી રામના નારા લગાવવાથી રોકવામાં આવે છે. અમારા કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. છતાં પણ અહીં સરકાર કઈ કરતી નથી.

તેમણે કહ્યું કે બંગાળમાં શક્તિની પૂજા થયા છે, જોકે દુર્ગા પુજા પર જ પ્રતિબંધ લગાવવામાં આવે છે. ઈદ પર જબરજસ્તીથી ગોહત્યા કરાવવામાં આવે છે. તેમ છતાં મમતા સરકાર ચૂપ રહે છે. હું બંગાળ સરકાર અને મમતા દીદીને જણાવવા માંગુ છું કે ઉત્તર પ્રદેશમાં એક સરકારે અયોધ્યામાં રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી. આજે તે સરકારની સ્થિતિ કોઈનાથી છુપી નથી. જે રામના દ્વોહી છે, તેનું ભારત અને બંગાળમાં કોઈ કામ નથી. જે રામનો નહિ, તે કોઈના કામનો નહિ.

બંગાળમાં અરાજકતા
યોગીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે માલદા સનાતન સંસ્કૃતિની ભૂમિ છે. આજે બંગાળમાં અરાજકતા છે. બંગાળમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને લાગુ થવા દેવામાં આવતી નથી.

તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો(CAA) જ્યારે લાગુ થયો તો બંગાળમાં હિંસા શાં માટે થઈ ? આ સતા પ્રયોજિત હિંસા છે. બંગાળમાં આયુષ્માન ભારત યોજનાને લાગુ કરવામાં આવી નથી. કેન્દ્રની કોઈ પણ યોજનાનો લાભ અહીંના લોકોને મળી રહ્યો નથી. બંગાળમાં લવ જેહાદની ઘટના બની રહી છે, અહીંની સરકાર તેને રોકી શકતી.

24 કલાકમાં ગો-તસ્કરી પર પ્રતિબંધ લગાવીશું
યોગીએ કહ્યું કે મોદી સરકારે ધારા 370ને ખત્મ કરી. અયોધ્યામાં રામ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આજે યુપીમાં કોઈ ગો-હત્યા કરી શકતુ નથી. યોગીએ જાહેરાત કરી કે બંગાળમાં ભાજપની સરકાર આવી તો 24 કલાકમાં ગો-તસ્કરી પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

તેમણે કહ્યું કે અહીં સરકાર મોહરમને અનુમતી આપી છે, જોકે દુર્ગા પુજા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. અમે યુપીમાં દુર્ગા પુજાના સમયને બદલ્યો નથી. અમે સ્વામી વિવેકાનંદની પરંપરાને પ્રાણામ કરીએ છીએ.

માલદા પર શાં માટે છે ભાજપની નજર?
માલદા બંગાળમાં આ કારણે ખાસ છે કારણ કે અહીં મોટાભાગના વોટર મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. એવામાં તૃણમૂલના ગઢમાં છીડું પડવામાં ભાજપ કોઈ કસર છોડી રહી નથી. જોકે માલદા વિસ્તારમાં ભાજપ પહેલેથી જ છીડું પાડી ચુકી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં માલદા ઉતરની લોકસભા સીટ પર ભાજપે કબ્જો કર્યો હતો, આ સિવાય ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે આ ક્ષેત્રની વૈષ્ણવનગર સીટને જીતી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link