Uncategorized

યુએસ પ્રેસિડન્ટ ચૂંટણીના પરિણામ: અગાઉ 1968, 2001,2005 અને 2019માં ઇલેક્ટોરલ વોટ્સ પ્રમાણિત કરવા સામે વિરોધ થયો હતો

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટનઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
  • અમેરિકાના 20માં રાષ્ટ્રપતિ કોણ હશે ની બાબત કાયદાકીય અને રાજકીય રીતે ગુંચવાયેલ જોવા મળી રહી છે
  • જીઓપી દ્વારા ચૂંટણી પરિણામોના ઈમરજન્સી ઓડિટની પણ માગ કરવામાં આવી શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હાર થઇ હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પ ઇનકાર કરી રહ્યા છે. ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થયાનો ટ્રમ્પનો આક્ષેપ રહ્યો છે. પરંતુ તે અર્થના પુરાવા રજૂ કરી શક્યા નથી. દરમિયાન તા.6 જાન્યુઆરીએ ઇલેક્ટોરલ વોટના સર્ટિફિકેશનનો વિરોધ કરવાની જીઓપીના ચાર સભ્યોએ જાહેરાત કરતા અમેરિકામાં રાજકીય કટોકટીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ વોશિંગ્ટન ખાતે 6 જાન્યુઆરીએ જાહેરસભાનું આયોજન કર્યુ હતું. ઓરેન્જ કાઉન્ટી સિટીના કાઉન્સિલર ટીમ શોનું માનવું છે કે, ચૂંટણીમાં ગેરરીતિ થઇ છે. જીઓપી દ્વારા ચૂંટણી પરિણામોના ઈમરજન્સી ઓડિટની પણ માગ કરવામાં આવી શકે છે. અગાઉ 1968, 2001,2005 , અને 2019 માં ઇલેક્ટોરલ વોટ્સ પ્રમાણિત કરવા સામે વિરોધ થયો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીના તા. 3 નવેમ્બરથી પરિણામના ટ્રેન્ડ શરૂ થયા હતા. જેમાં ડેમોક્રેટિક પક્ષના જો બાઈડનનો વિજય થયાના સંકેત મળી રહ્યા હતા. અમેરિકામાં ચૂંટણી પંચ જેવી કોઇ વ્યવસ્થા નથી. દરેક રાજ્યોના પોતાના નિયમો છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું પરિણામ તા. 6 જાન્યુઆરીએ કોંગ્રેસ અને સેનેટની સંયુક્ત સભામાં પ્રમાણિત કરવામાં આવે છે ત્યારબાદ જ વિજેતાની સત્તાવાર જાહેરાત કરાતી હોય છે.

ઓરેન્જ કાઉન્ટી સિટીના કાઉન્સિલર ટીમ શોનું કહેવું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિપદ ચૂંટણીમાં ગેરરીતિ થવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આક્ષેપો થઇ રહ્યા છે તે યોગ્ય છે. ઘણાં રાજ્યોમાં ગેરરીતિ થયાનું ધ્યાનમાં પણ આવ્યું છે. જેઓ મૃત્યુ પામ્યા છે એમના નામે પણ વોટિંગ થઇ ચૂક્યું છે. સેનેટર ટેડક્રુઝના વડપણ હેઠળના જીઓપી દ્વારા તા. 6 જાન્યુઆરીએ અમેરિકા રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામને પ્રમાણિત કરવા સામે વિરોધ કરાયો છે. એમનું માનવું છે કે, ચૂંટણીમાં ગેરરીતિ થઇ છે. જીઓપી દ્વારા ચૂંટણી પરિણામોના ઈમરજન્સી ઓડિટની પણ માગ કરવામાં આવી શકે છે. અગાઉ 1968, 2001,2005 , અને 2019 માં ઇલેક્ટોરલ વોટ્સ પ્રમાણિત કરવા સામે વિરોધ થયો હતો.

કેલિફોર્નિયાના આર્સેટિયા ખાતે રહેતા ગુજરાતી ફોર ટ્રમ્પ કમિટીના સભ્ય અને લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ જણાવે છે કે, મોટાભાગના અમેરિકન માને છે કે, ચૂંટણીમાં ગરબડ થઇ છે. બન્ને ગૃહોની સંયુક્ત સભા મળશે. આ સભામાં ચૂંટણીના પરિણામને મંજૂરી આપવામાં આવતી હોય છે. જે પ્રકારે એનો વિરોધ થઇ રહ્યો છે તે જોતા મામલો પેચીદો બની શકે છે અને ડેમોક્રેટ્સ પણ સત્તામાં આવે તો પણ એમના માટે કેટલીક મુશ્કેલી રહેવાની છે. હાલમાં અમેરિકાના 50 રાજ્યો પૈકી 30 માં રીપબ્લિકનની સત્તા છે જ્યારે માત્ર 20માં જ ડેમોક્રેટ્સ પાર્ટી મહત્વ ધરાવે છે. સેનેટમાં પણ રીપબ્લિકન પક્ષની બહુમતી રહેલી છે ત્યારે નવા રાષ્ટ્રપતિને ગૃહમાં બિલ પસાર કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકી પ્રમુખની ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ મતની વ્યવસ્થા કરવાનું કહેતા હોય એવું ફોન ટેપિંગ બહાર આવ્યું છે. અમેરિકી અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટે બહાર પાડેલું આ ટેપિંગ એક કલાક કરતા વધારે લાંબુ છે.અમેરિકામાં સત્તા માટે ચાલતા ખેલના ખુલ્લા પુરાવા અમેરિકન લોકશાહીને લજવી રહ્યા છે.આ ફોન તેપિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યોર્જિયા રાજ્યના ચૂંટણી અધિકારીને કહી રહ્યા છે કે મારે વધુ 11,780 મતની જરૂરિયાત બાબતે વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા હતા.મહત્વનું છે કે જ્યોર્જિયા રાજ્યમાં ટ્રમ્પ 11779 મતોથી હાર્યા હતા. જેથી આખરી જંગ જીતવા માટે ટ્રમ્પ આ મત માટે તેમણે પ્રયાસ કર્યો હતો.

[ad_2]

Source link