Uncategorized

મોર્ગનનો દેશપ્રેમ: ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગન વર્લ્ડકપમાં ટીમની જીત માટે પ્લેઈંગ-11ની બહાર રહેવા પણ તૈયાર

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરનારા ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઓઈન મોર્ગને કહ્યું કે ટી-20 વર્લ્ડકપમાં તે ટીમની જીત માટે પ્લેઈંગ-11ની બહાર બેસવા પણ તૈયાર છે કેમકે તેના માટે ટીમની જીત વધુ મહત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડે 2010માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ઓઈન મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે 2019માં વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. જોકે IPLની આ સિઝનમાં KKRને ફાઈનલમાં ચેન્નઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મોર્ગને મીડિયાને આપેલા એક ઈન્ટર્વ્યુમાં કહ્યું હું વર્લ્ડકપમાં ટીમ માટે નડતર નહી બનું. મે રન ઓછા બનાવ્યા છે પરંતુ મારી બેટિંગ સારી રહી છે. હું અત્યારે સારુ રમી શકતો નથી, તેથી મારા બેટિંગમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. હું ટીમની જીત માટે બહાર બેસવા માટે પણ તૈયાર છે.

IPLમાં 11.08ની એવરેજથી રન બનાવ્યાં
મોર્ગને IPLની આ સિઝનમાં રમેલી 17 મેચોમાં 11.08ની એવરેજથી 133 રન બનાવ્યા. વળી, IPLની છેલ્લી 9 ઈનિંગ્સમાં માત્ર એકવાર ડબલ ડિજીટના સ્કોર સુધી પહોંચી શક્યો હતો. જોકે, ખરાબ ફોર્મ બાદ પણ તે IPL ફાઈનલમાં બેટિંગ કરવા ઉતર્યો હતો અને માત્ર 4 રન બનાવી શક્યો હતો. મોર્ગને ઈંગ્લેન્ડ માટે સાત ટી-20 ઈનિંગ્સમાં 11.17ની એવરેજથી માત્ર 82 રન બનાવ્યા છે.

મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું હતું
મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લિશ ટીમ 2016ના ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી હતી. ટીમ જીતની નજીક પહોંચી ગઈ હતી પરંતુ છેલ્લી ઓવરમાં કાર્લોસ બ્રેથવેટે બેન સ્ટોક્સના 4 બોલ પર 4 છગ્ગા લગાવીને વેસ્ટઈન્ડિઝને ચેમ્પિયન બનાવી દીધું હતું.

ઈન્ડિયા વિરુદ્ધ વોર્મઅપ મેચમાં મોર્ગન પ્લેઈંગ-11નો ભાગ નહોતો
ઈન્ડિયા વિરુદ્ધ વોર્મઅપ મેચમાં મોર્ગનને પ્લેઈંગ-11માં સ્થાન નહોતું મળ્યું. આ મેચમાં ઈંગ્લેન્ડ ભારત સામે હારી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link