Uncategorized

મોદી જાપાનના રંગમાં રંગાયા: વડાપ્રધાને જાપાનીઝ ભાષામાં ટ્વીટ કરી PM કિશિદાને શુભેચ્છા પાઠવી, ક્ષેત્રમાં સૌથી વિશ્વસનીય ભાગીદાર હોવાનું જણાવ્યું

[ad_1]

  • Gujarati News
  • National
  • The Prime Minister Tweeted In Japanese Language| Congratulating PM Kishida| Saying He Was The Most Trusted Friend In The Region

2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સપ્ટેમ્બરમાં પૂર્વ PM યોશિહિદે સુગાએ પદ છોડવાની જાહેરાત કરી

જાપાનના નવા PM ફુમિયો કિશિદાએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જાપાનની સંસદે આજે પીએમ માટે તેમના નામની મંજૂરી આપી દીધી છે. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન મોદીએ જાપાનના PM કિશિદાને તેમનું પદ ગ્રહણ કરવા મુદ્દે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ જાપાનને આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને સૌથી વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું અને સંબંધો મજબૂત કરવાની વાત પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા જાપાની PMને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે ભારત નવા જાપાની PM સાથે ક્ષેત્રમાં રણનીતિક-વેશ્વિક ભાગીદારી તરફ આગળ વધારવા માટે ઉત્સુક છે. આની પહેલા PM મોદીએ કહ્યું હતું કે જાપાન આ ક્ષેત્રમાં ભારતનો સ્વાભાવિક અને વિશ્વાસપાત્ર મિત્ર છે.

સપ્ટેમ્બરમાં પૂર્વ PM યોશિહિદે સુગાએ પદ છોડવાની જાહેરાત કરી
જાપાની સંસદે આજે ફુમિયો કિશિદાની PM તરીકે નિમણૂક કરી છે. આની પહેલા સત્તાધારી પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ 64 વર્ષીય યોશિહિદે સુગાએ પોતાના પદ પરથી રાજુનામુ આપ્યું હોવાની જાહેરાત કરી હતી. સુગાને પૂર્વ જાપાની PM શિંઝો આબેના રાજીનામા પછી વડાપ્રધાન તરીકે નિમાયા હતા. પરંતુ, કોરોના મહામારીની અસરને દેશમાં યોગ્ય ઢબે સંભાળી ના શકવાને પરિણામે દેશમાં તેમની લોકપ્રિયતા ઘટી ગઈ હતી.

ત્યારપછી તેમણે LDP પ્રમુખની ચૂંટણીમાં પણ ન ઉતરવાનો નિર્ણય લીધો હતો. આને પણ આમ જોવા જઈએ તો તેમના રાજીનામા તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે LDP પ્રમુખને જ પાર્ટી દ્વારા જાપાનનો PM માનવામાં આવે છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

નીચલા ગૃહની ચૂંટણી 31 ઓક્ટોબરે યોજાશે
પ્રાપ્ત થતી માહિતી અનુસાર તોશિમિત્સુ મોતેગી જાપાનના વિદેશ મંત્રી બનેલા રહેશે. તેમના સિવાય હિરોકાઝૂ માત્સુનો પણ મુખ્ય કેબિનેટ સચિવના પદ પર કાર્યભાર સંભાળતા રહેશે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે ફુમિયો કિશિદા હાઉસ ઓફ રિપ્રેસેન્ટેટિવને 14 ઓક્ટોબરે ડિસોલ્વ કરી દેશે. સ્થાનિક મીડિયાના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે જાપાનના નીચલા ગૃહ માટે વોટિંગ 31 ઓક્ટોબરથી શરૂ થશે. જાપાનની સંસદનાં બંને ગૃહ સત્તાધારી પક્ષ LDP બહુમતમાં છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link