Uncategorized

મરિયમનો ઈમરાન પર કટાક્ષ: નવાઝની દીકરીએ કહ્યું-ખાને ખુરશી બચાવવા માટે છેલ્લી ઘડી સુધી સેના પાસે ભીખ માંગી, હવે જેલમાં જશે

મરિયમનો ઈમરાન પર કટાક્ષ: નવાઝની દીકરીએ કહ્યું-ખાને ખુરશી બચાવવા માટે છેલ્લી ઘડી સુધી સેના પાસે ભીખ માંગી, હવે જેલમાં જશે

[ad_1]

લાહોર18 કલાક પહેલા

  • મરિયમે કહ્યું કે ઈમરાન ખાનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે.

પાકિસ્તાનનું રાજકીય તોફાન શમી ગયા બાદ પણ નેતાઓ વચ્ચે શાબ્દિક પલટવાર ચાલી રહ્યા છે. આ ક્રમમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી અને PML-N નેતા મરિયમ નવાઝે ઈમરાન ખાન પર નિશાન સાધ્યું હતું. મરિયમનું કહેવું છે કે ઈમરાન ખાન સરકાર બચાવવા માટે અંતિમ ક્ષણ સુધી સેનાની સામે ભીખ માંગી રહ્યા હતા.

મંગળવારે રાત્રે લાહોરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે મરિયમે કહ્યું- ઈમરાન સત્તા બચાવવા માટે છેલ્લી ઘડી સુધી સેના પાસે ભીખ માંગી રહ્યા હતા. ત્યાં સુધી કે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ અલી ઝરદારી પાસે અવિશ્વાસના પ્રસ્તાવથી બચવા માટે મદદ માંગી હતી.

લંડનમાં બેસીને નવાઝ શરીફે ઈમરાનની સરકારને પાડી દીધી
મરિયમે વધુમાં કહ્યું કે ઈમરાન ખાનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. નવાઝ શરીફને લાંબી રેસનો ઘોડો ગણાવતા તેમણે કહ્યું કે ઈમરાન ખાન રડી રહ્યો છે કે નવાઝ શરીફે લંડનમાં બેસીને તેમની સરકાર પાડી દીધી છે. નવાઝ શરીફ જ્યારે દેશ પરત ફરશે ત્યારે ઈમરાનની શું હાલત હશે તેની કલ્પના કરો.

પિતા નવાઝ શરીફ સાથે PML-N નેતા મરિયમ નવાઝ.

પિતા નવાઝ શરીફ સાથે PML-N નેતા મરિયમ નવાઝ.

PML-N નેતાએ વધુમાં કહ્યું કે ઇમરાન ખાન માટે ક્રિકેટ રમવું વધુ સારું છે કારણ કે રાજકારણ તેમના ગજાની વાત નથી. બહુ જલ્દી ઈમરાનના ભ્રષ્ટાચારની વાતો સામે આવશે અને તેઓ મંત્રીઓ સાથે જેલના સળિયા પાછળ હશે.

ખાને જાદુગીરીથી દેશ ચલાવવાનો પ્રયાસ કર્યો
ઈમરાનની પત્ની બુશરા બીબી પર કટાક્ષ કરતા મરિયમે કહ્યું કે, ખાને જાદુગીરી દ્વારા દેશ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પત્ની બુશરા બીબીની મિત્ર ફરાહ ગોગી, જે મોટા પાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી હતી, તે ઈમરાનના કહેવા પર દેશમાંથી ભાગવામાં સફળ રહી છે.

તોશાખાના (રાષ્ટ્રીય ખજાના)નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઈમરાને અન્ય દેશોથી મળેલી ભેટોને વેચીને પાકિસ્તાનની આબરું નીલામ કરી દીધી છે. આ માણસ દેશના સાર્વભૌમત્વની વોતો કરે છે અને બીજી તરફ દુબઈના બજારમાં તોશાખાનાની ભેટ વેચે છે. તેમને તેમના આ કૃત્ય માટે શરમ આવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે…