Uncategorized

ભાસ્કર વિશેષ: ચીન: ન્યાયતંત્ર અને પોલીસમાં વફાદારોની ઓળખ માટે શુદ્ધીકરણ અભિયાન, જેથી જિનપિંગ સામે અવાજ ન ઊઠે

[ad_1]

  • Gujarati News
  • International
  • China: Purification Campaign To Identify Loyalists In Judiciary And Police, So As Not To Raise Voice Against Jinping

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઈજિંગ4 કલાક પહેલા

  • કૉપી લિંક

ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ 2023માં પૂરો થવાનો છે પણ તેમણે સત્તા પર પકડ જાળવી રાખવા શુદ્ધીકરણ અભિયાન હાથ ધર્યું છે. 8 વર્ષથી દેશનું સર્વોચ્ચ પદ સંભાળતા જિનપિંગની આ કવાયત ઘરેલુ સુરક્ષા દળો માટે ભારે ચિંતાનું કારણ બની છે. 27 ફેબ્રુ.એ કોમ્યુનિસ્ટ પાર્ટીએ જાહેર કર્યું કે તે શુદ્ધિકરણ અભિયાન હાથ ધરશે, જે અંતર્ગત પક્ષ તથા જિનપિંગ પ્રત્યે વફાદાર ન હોય તેવા લોકોની ઓળખ કરાશે.

સરકાર નિયંત્રિત મીડિયાએ આને 1990 બાદ ઘરેલુ સિક્યુરિટી સિસ્ટમમાં સૌથી મોટું અભિયાન ગણાવ્યું છે. તેના દ્વારા પોલીસ, સીક્રેટ પોલીસ, ન્યાયતંત્ર અને જેલોમાં એ સુનિશ્ચિત કરાશે કે આ એજન્સીઓ સંપૂર્ણપણે વફાદાર અને વિશ્વસનીય છે. અધિકારીઓનું માનવું છે કે આ અભિયાન 1940ની શરૂના સુધારા અભિયાન જેવું છે. ત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના તત્કાલીન વડા માઓએ નિયંત્રણ સ્થાપિત કરવા વ્યાપક સફાઇ અભિયાન હાથ ધર્યું હતું.

મૂળે ચીનમાં અધિકારીઓ પાસેથી અપેક્ષા રખાય છે કે તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીને અને જિનપિંગને વફાદાર રહે, તેમના આદેશાનુસાર કામ કરે અને પાર્ટી લાઇનનું સંપૂર્ણપણે પાલન કરે. અભિયાનની જાહેરાત કરતી વખતે બેઠકમાં જણાવાયું હતું કે સિક્યુરિટી એજન્સીની વફાદારી પક્ષની સ્થિતિ પર સીધી અસર કરે છે. અધિકારીઓની વફાદારીથી જ રાજકીય સ્થિરતા નક્કી થાય છે. અભિયાનની જાહેરાત જુલાઇમાં કરાઇ હતી.

ત્યારે મુઠ્ઠીભર સ્થાનિક પોલીસ ફોર્સ, કોર્ટ અધિકારીઓ પર સફળ ટ્રાયલ કરાઇ હતી. ચેન યિક્સિનને તેના વડા બનાવાયા હતા. વરિષ્ઠ સુરક્ષા અધિકારી ચેન ગત વર્ષે ફેબ્રુ.માં કોરોના પર કાબૂ મેળવવા વુહાન મોકલાયા બાદ જિનપિંગ માટે સંકટમોચક બનીને ઊભર્યા છે. અભિયાનથી જિનપિંગને પણ લાભ થશે.

2023ના અંતમાં તેઓ પંચવર્ષીય પાર્ટી કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળશે. જિનપિંગ રાષ્ટ્રપતિપદ છોડશે તેવી આશા રખાય છે પણ તેઓ પદ છોડે તેવું લાગતું નથી. કોરોના મહામારી પર સફળતાપૂર્વક કાબૂ મેળવાતાં સત્તા પર તેમની પકડ વધુ મજબૂત બની ચૂકી છે. શક્ય છે કે તેઓ વધુ એક ટર્મ માટે પણ દાવો કરે.

દાયકાનો સૌથી મહત્ત્વનો રાજકીય જમાવડો
ચીનની સૌથી મોટી વાર્ષિક રાજકીય બેઠક ગુરુવારથી શરૂ થશે, જેમાં 14મા પંચવર્ષીય પ્લાનનો ખુલાસો કરાશે અને જિનપિંગના વિઝન-2035 પર પણ ચર્ચા થશે. બેઠક દ્વારા દેશમાં જિનપિંગની ત્રીજી ટર્મનો માર્ગ મોકળો કરે તેવો માહોલ બનાવાશે. યુનિ. ઑફ લંડનની એસઓએએસ ચાઇના ઇન્સ્ટિ.ના પ્રો. સ્ટીવ સાંગના જણાવ્યા મુજબ, જિનપિંગ ત્રીજી વખત ચૂંટાય તેવું કોમ્યુનિસ્ટ પાર્ટીના ઘણાં નેતાઓ નથી ઇચ્છતા પરંતુ તેઓ બહુમતીમાં નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link