Uncategorized

ભાસ્કર ડેટા સ્ટોરી: 1999માં વાજપેયીની જીત પર 5 હજાર અને મોદીના વિજય પર 25 હજાર પહોંચ્યો હતો સેન્સેક્સ, જાણો 60 હજાર સુધી પહોંચવાની સંપૂર્ણ કહાની

[ad_1]

  • Gujarati News
  • Dvb original
  • Sensex Reached 5,000 On Vajpayee’s Victory And 25,000 On Modi’s Victory In 1999, Know The Full Story Of Reaching 60,000

9 કલાક પહેલાલેખક: જયદેવ સિંહ

  • કૉપી લિંક

શેરબજાર શુક્રવાર 60 હજારી થઈ ગયું. માત્ર 31 ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ 55,000થી 60,000 પર પહોંચી ગયો છે. સૌથી પહેલા 21 જાન્યુઆરીએ સેન્સેક્સે પહેલીવાર 50 હજારના આંકડે પહોંચ્યો હતો, પરંતુ દિવસના અંતે 50 હજારની નીચે બંધ આવ્યો હતો. ત્યારબાદ તેમાં ઘટાડો થતો રહ્યો. 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી ત્યારથી બજાર વધવાના શરૂ થાય અને સતત વધતાં રહ્યા છે.

ચાલુ સપ્તાહ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)નો સૂચકાંક સેન્સેક્સ 4445.86 પોઈન્ટ વધ્યો છે. બજેટના બે દિવસ પછી 3 ફેબ્રુઆરીના સેન્સેક્સ પહેલીવાર 50 હજાર ઉપર બંધ થયો. તેના પછી 4 અને 5 ફેબ્રુઆરી 50 હજાર ઉપર આ ક્લોઝિંગ થયું.

સેન્સેક્સ 35 વર્ષનો થયો છે. તેની શરૂઆત 1986માં થઈ હતી. ત્યારબાદની ઘટના ભારતની અર્થવ્યવસ્થાની કહાની છે. શરૂઆતમાં સેન્સેક્સનો આધાર 100 રાખવામાં આવ્યો હતો. ચાર વર્ષ પછી તે ચાર અંકો પર પહોંચ્યો અને પાંચ અંકો સુધી પહોંચવામાં 20 વર્ષ લાગ્યા.

આવો જાણીએ કે સેન્સેક્સ 1000થી 10 હજાર, 10થી 20 હજાર, 20થી 30 હજાર, 30થી 40 હજાર, 40થી 50 હજાર અને હવે 60 હજાર સુધી ક્યારે અને કેવી રીતે પહોંચ્યો? અને તેમાં કેટલો ઘટાડો થયો છે.

સૌથી પહેલા સેન્સેક્સની શરૂઆત કેમ થઈ તે જાણીએ…

  • જ્યારે સેન્સેક્સ 1986માં લોન્ચ થયો ત્યારે તેનો બેઝ યર 1978-79 રાખવામાં આવ્યું હતું. તે સમયે બેઝ 100 પોઈન્ટ નક્કી કરાયો હતો. જુલાઈ 1990માં આ આંકડો 1000 પોઈન્ટ સુધી પહોંચી ગયો. 1991ના આર્થિક ઉદારીકરણ પછી, સરકારે એફડીઆઈના દરવાજા ખોલી નાખ્યા અને વેપાર કરવાનો કાયદો નાબૂદ કર્યો. માર્કેટ વેલ્યુએશનનું ડીરેગ્યુલેશન થયું અને અર્થતંત્રને સર્વિસ આધારિત બનાવવામાં આવ્યું. આનાથી સેન્સેક્સમાં વેગ વધ્યો.

સેન્સેક્સ બન્યો ત્યારે કયા ફેરફારો કરવામાં આવ્યા હતા?
સૌ પ્રથમ, સર્વિસ ઇન્ડસ્ટ્રીની કંપનીઓ, એટલે કે બેન્કિંગ, ટેલિકોમ અને આઇટી સેક્ટરને આમાં સામેલ કરવામાં આવી હતી. આ પછી, 90ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં આઇટી કંપનીઓમાં ઝડપી વિકાસને જોતા, જૂની કંપનીઓની જગ્યાએ ટીસીએસ અને ઇન્ફોસિસનો સમાવેશ કરવામાં આવ્યો.

ઉદારીકરણથી ભારતની મોટી કંપનીઓ ઘરેલુ વેચાણ પર વધારે નિર્ભર નથી. આ તમામ કંપનીઓ નિકાસ દ્વારા બિઝનેસ વધારતી રહી છે. તે જ સમયે, આઇટી ક્ષેત્રમાં આઉટસોર્સિંગને કારણે ઇન્ફોસિસ જેવી કંપનીઓને ફાયદો થયો છે. ટાટા જેવી ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપનીઓએ યુકે જેવા વિકસિત બજારોમાં પ્રવેશ કર્યો છે.

2006: પહેલીવાર 10 હજાર થયો સેન્સેક્સ
ફેબ્રુઆરી 2006માં સેન્સેક્સ પહેલીવાર 10 હજારના સ્તરે પહોંચ્યો હતો. તેનું એક કારણ ગ્લોબલ કોમોડિટી માર્કેટમાં આવેલી તેજી પણ હતું. ત્યારબાદ પણ સેન્સેક્સમાં તેજી જળવાઈ રહી. ભારે લેવાલીના પગલે 2006 અને 2007માં સુધારો આગળ વધતો રહ્યો. વૈશ્વિક બજારોમાં કેશફ્લો વધવાથી સેન્સેક્સે ડિસેમ્બર 2007માં 20 હજારનો આંકડો પાર કર્યો હતો.

સત્યમ કૌભાંડ અને વૈશ્વિક મંદીને કારણે બજારો તૂટ્યા
જે બજાર 22 મહિનામાં 10થી 20 હજાર સુધી પહોંચી ગયું હતું, તે 2008ની આર્થિક મંદીમાં તૂટી ગયું અને દસ હજારની નજીક પહોંચી ગયું. 2009માં સત્યમ કૌભાંડ બાદ તે વધુ ઘટીને દસ હજાર પર આવી ગયું. 2009ની લોકસભાની ચૂંટણી અને યુપીએની જીત પછી, તે ફરી ઝડપથી વધવા લાગ્યો અને નવેમ્બર 2010માં તે ફરી 21 હજારના આંકડા સુધી પહોંચી ગયો.

મોદી પહેલી વખત સત્તા પર આવ્યા ત્યારે સેન્સેક્સ 25 હજાર થયો
લોકસભા ચૂંટણીના પરિણામો 16 મે 2014ના રોજ જાહેર થયા હતા. નરેન્દ્ર મોદી પ્રથમ વખત સત્તા પર આવ્યા. સેન્સેક્સે પણ મોદી સરકારનું સ્વાગત કર્યું અને પ્રથમ વખત 25 હજારનો આંકડો સ્પર્શ્યો. દસ મહિના પછી, 4 માર્ચ, 2015ના રોજ, સેન્સેક્સે 30 હજારનો આંકડો સ્પર્શી ગયો.

સપ્ટેમ્બર 2016માં, વિશ્વભરના બજારોમાં મંદીના સંકેતો અને ચીનના નબળા આર્થિક અંદાજોને કારણે સેન્સેક્સ ફરી 25 હજારની નીચે આવી ગયો. આ પછી, BSEને બિહાર ચૂંટણી પરિણામો અને નોટબંધી દરમિયાન પણ મોટો આંચકો લાગ્યો. 8 નવેમ્બર, 2016ના રોજ, નોટબંધીના બીજા દિવસે, સેન્સેક્સ 1689 પોઇન્ટ ઘટી ગયો હતો.

મોદી સરકારની જીત પર સેન્સેક્સ 40 હજારને આંબી ગયો
23 મે 2019ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી. બજારે પણ પરિણામની ઉજવણી કરી અને પ્રથમ વખત 40 હજારનો આંકડો સ્પર્શી ગયો. 4 ડિસેમ્બર, 2019ના રોજ, બજાર 45 હજારના આંકડાને સ્પર્શી ગયું હતું. આ પછી કોરોનાએ દસ્તક આપી અને બજારમાં ઘટાડો થવા લાગ્યો.

23 માર્ચ 2020 એટલે કે જનતા કર્ફ્યુના બીજા દિવસે બજાર 25,981 ની નીચી સપાટીએ પહોંચી ગયું. એટલે કે, ચાર મહિનાથી ઓછા સમયમાં લગભગ 20 હજાર પોઇન્ટનો ઘટાડો થયો હતો, પરંતુ લોકડાઉન દરમિયાન, બજાર ધીમે ધીમે વધવા લાગ્યું.

2021- સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારની સપાટીએ પહોંચ્યો
2021ના ​​પ્રારંભિક મહિનામાં સેન્સેક્સે ફરી મોટો ઉછાળો આપ્યો છે. આ વખતે તેણે 50 હજારનો આંકડો સ્પર્શી ગયો છે. તેનું સૌથી મોટું કારણ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ બાઈડેનનું સત્તા પર આવવું છે. અગાઉ, કોરોના દરમિયાન લોકડાઉન વચ્ચે ઘણા દેશોની અર્થવ્યવસ્થા તૂટી ગઈ હતી, પરંતુ રસી આવ્યા બાદ સેન્સેક્સે ફરી વેગ પકડ્યો છે. આ વખતે તે પોતાની જાદુઈ આંકડે આવી ઉભો છે.

સેન્સેક્સ પર ક્યારે સંકટ આવ્યું?

  • સેન્સેક્સના ઈતિહાસમાં 2008માં બજાર તૂટી પડ્યું હતું. તેનું કારણ એ હતું કે વૈશ્વિક અર્થતંત્ર 2008 અને 2009માં તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું.
  • 21 જાન્યુઆરી 2009ના રોજ સેન્સેક્સ 1408 પોઈન્ટ તૂટયો હતો અને એક કલાક વેપાર બંધ રહ્યો હતો.
  • આ જ વર્ષે ઓક્ટોબરમાં બજાર 8509.56 પોઇન્ટ ઉપર બંધ થયું હતું. આ આંકડો છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો હતો.
  • વર્ષ 2009 પણ બજાર માટે સારું નહોતું. આનું કારણ સત્યમ કૌભાંડ હતું.
  • જો આપણે સેન્સેક્સના ઇતિહાસની વાત કરીએ તો બજાર રોલરકોસ્ટર સવારીથી ઓછું નથી. તમામ પ્રકારના ચઢાવ-ઉતારને કારણે બજાર સારી સ્થિતિમાં છે.

એ સમય જ્યારે સેન્સેક્સે ચોંકાવ્યા
1990-1999 વચ્ચે

  • આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ 25 જુલાઈ 1990ના રોજ 1000 પોઈન્ટને સ્પર્શ્યો હતો. ત્યારબાદ બજાર 1001 પર બંધ થયું.
  • લિબરલ ઈકોનોમી પોલિસી પહેલી વખત 1991માં લાગુ કરવામાં આવી. તેની અસર 1992માં જોવા મળી હતી. આ સમયે સેન્સેક્સ 2000નો આંકડો પાર કરી ગયો હતો. તે જ વર્ષે, હર્ષદ મહેતા કૌભાંડ સામે આવ્યા પછી પણ સેન્સેક્સે તેની ગતિ જાળવી રાખી હતી.
  • 1999માં સેન્સેક્સે રેકોર્ડ નોંધાવીને 5000નો આંકડો પાર કર્યો હતો. સેન્સેક્સના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું.

2000 અને 2005 વચ્ચે

  • 21મી સદીની શરૂઆત સારી હતી. આઈટી કંપનીઓ પણ આ સમયે શેરબજારમાં સામેલ થઈ હતી. તેની અસર બજાર પર જોવા મળી હતી. સેન્સેક્સે 6006 પોઇન્ટનો આંકડો પાર કર્યો. આ રેકોર્ડ 2 જાન્યુઆરી 2004 ના રોજ તૂટી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 6026.59 પોઇન્ટ પર બંધ થયો હતો.
  • 2005માં, સેન્સેક્સે ફરી એકવાર બધાને આશ્ચર્યચકિત કર્યા. આમાં સેન્સેક્સે 7000નો આંકડો પાર કર્યો. આના કારણે રિલાયન્સ ગ્રુપને ફાયદો થયો.
  • 2005માં, જૂન અને ડિસેમ્બર વચ્ચે સેન્સેક્સ ફરી ઉછળ્યો હતો અને 9000નો આંકડો પાર કર્યો.

20005થી 2010ની વચ્ચે

  • બજાર ફેબ્રુઆરી 2006માં પ્રથમ વખત 10,003ના સ્તરે પહોંચ્યું હતું, જે ઐતિહાસિક ટોચ હતી. વધુ ખરીદીના કારણે વર્ષ 2006 અને 2007માં તેજી હતી.
  • 2007માં સેન્સેક્સ એક વર્ષની અંદર 10,000 થી 20,000 પોઈન્ટ સુધી પહોંચી ગયો.
  • 2008થી 2010 ની વચ્ચે બજાર માટે સમય સારો ન હતો. 2008 પછી, બજારમાં આર્થિક મંદીના કારણે સેન્સેક્સ ક્રેશ થયું. નવેમ્બર 2010માં બજાર 21004.96 પર બંધ થયું હતું.

2013 અને 2015ની વચ્ચે

  • 2013માં, બજાર 21,003.97ના આંકડા સુધી પહોંચ્યું હતું.
  • 2014માં, સેન્સેક્સ હેંગ સેંગ ઇન્ડેક્સ કરતા વધારે બંધ થયો હતો. આ પરાક્રમ પછી, BSE એશિયાનું સૌથી મૂલ્યવાન સ્ટોક એક્સચેન્જ બની ગયું. તે જ વર્ષે, સેન્સેક્સ 21,000થી વધીને 28000 પોઈન્ટ પર બંધ થયો.
  • જાન્યુઆરી 2015ની શરૂઆતમાં સેન્સેક્સ 29,278 પોઇન્ટ પર બંધ થયો હતો. તે જ વર્ષે, સેન્સેક્સે 30,000નો આંકડો પાર કર્યો. આનું કારણ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો હતો.

2017-2019 વચ્ચે

  • આ વર્ષે સેન્સેક્સ સતત વધતો રહ્યો અને 38,000નો આંકડો પાર કરી ગયો. 23 મે 2019ની વચ્ચે, બજાર પ્રથમ વખત ઐતિહાસિક ઉછાળો મારતા 40,000નો આંકડો પાર કરી ગયું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link