Uncategorized

ભાસ્કર એક્સક્લૂઝીવ: સેલેબ્સને ત્યાં દરોડા પાછળનું કારણ- 5 ફ્લોપ ફિલ્મો બાદ મધુ મંટેના રૂપિયા 700 કરોડમાં 2 ફિલ્મો બનાવવાના હતા,ત્યારથી ITની રડાર પર હતા

[ad_1]

  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • The Reason Behind The Raids Of The Celebs There Madhu Montana Was To Make 2 Films For Rs 700 Crore After 5 Flop Films, Since Then He Has Been On The Radar Of IT.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ10 કલાક પહેલાલેખક: અમિત કર્ણ

  • કૉપી લિંક
બુધવારે સવારે અભિનેત્રી તાપસી પન્નૂ, પ્રોડ્યુસર મધુ મંટેના, ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘર તથા ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે - Divya Bhaskar

બુધવારે સવારે અભિનેત્રી તાપસી પન્નૂ, પ્રોડ્યુસર મધુ મંટેના, ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘર તથા ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે

  • મંટેનાએ રૂપિયા 500 કરોડમાં ‘રામાયણ’ અને રૂપિયા કરોડમાં ‘દ્રૌપદી’ બનાવવાની જાહેરાત કરી હતી

અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ, વિકાસ બહલ અને મધુ મંટેનાના ઘર તથા ઓફિસો પર બુધવારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. તેને અનુરાગ અને તાપસીની સરકાર વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનો સાથે જોડીને જોવામાં આવે છે. જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે મંટેના અગાઉથી જ આવક વેરા વિભાગની રડાર પર હતા. મંટેનાએ એક મહિના અગાઉ ફેન્ટમ ફિલ્મમાં 50 ટકા હિસ્સેદારી ખરીદી હતી. તેમણે આ પ્રોડક્શન હાઉસમાં અનુરાગ કશ્યુપ, વિકાસ બહલ અને વિક્રમાદિત્ય મોટવાનીનો કુલ 37.5 ટકા હિસ્સો ખરીદ્યો છે. 12.5 ટકા હિસ્સો તેમની પાસે અગાઉથી રહ્યો હતો. આ પ્રોડક્શન હાઉસમાં અન્ય 50 ટકા હિસ્સેદારી અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ પાસે છે.

મધુ મંટેના પાસે મોટો પ્રોજેક્ટ્સ અને ટેલેન્ટ એજન્સી
મધુ મંટેના તેની પત્ની મસાબા ગુપ્તાથી અલગ થવા ઉપરાંત કંપનીઓની હિસ્સેદારી ખરીદવા સાથે મોટા બજેટની ફિલ્મો બનાવવા અંગે ચર્ચામાં રહ્યા છે. ટ્રેડ પંડિતોનું કહેવું છે કે મધુ મંટેનાએ રૂપિયા 500 કરોડના બજેટમાં રામાયણ પર અને રૂપિયા 500 કરોડ દ્રૌપદી (મહાભારત) પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેમની પાસે ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત ટેલેન્ટ એજન્સી ક્વાન સંભાળવાનું પણ કામ કરે છે. આ એજન્સી અનેક મોટા કલાકારોના કામકાજને જુએ છે. જે તેમની આવકનું વધુ એક માધ્યમ છે.

મંટેનાની છેલ્લી 5 ફિલ્મો ડિજાસ્ટર રહી
મધુ મંટેનાના પ્રોડક્શનમાં બનેલી છેલ્લી 5 ફિલ્મો ભારે નુકસાન આપનારી રહી છે. માટે ‘ભાવેશ જોશી: સુપરહીરો’ માંડ 1.45 કરોડની કમાણી કરી શકી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ડિઝાસ્ટર સાબીત થઈ. મુક્કાબાજ માંડ 1.63 કરોડ રૂપિયાનો કારોબાર કરી શકી.

આ ઉપરાંત ‘રણ’, ‘જૂઠા હી સહી’, ‘રક્તચરિત્ર’નું પણ કલેક્શન રૂપિયા 8થી 9 કરોડ પાર થઈ શક્યું નથી. તેમની કેરિયરની એકમાત્ર ફિલ્મ ‘ગઝની’ હતી, જે રૂપિયા 100 કરોડની ક્લબમાં રહી. આ સંજોગોમાં મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ અને કમાણી આવકવેરા અધિકારીઓની નજરમાં હતી.

તાપસીના ખાતામાં પણ મોટી હિટ ઓછી
​​​​​​​
બોલીવૂડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી જાહેરાત પર નજર રાખનાર નિષ્ણાતોનું કહેવું છે કે તાપસી પન્નૂ પાસે વર્તમાન સમયમાં અનેક ફિલ્મો છે. એક ફિલ્મનો તે રૂપિયા 8 કરોડ ચાર્જ કરે છે. આમ છતાં આવક વેરા વિભાગ તેમની પ્રોપર્ટીની જાણકારી રાખતું હતું. ‘થપ્પડ’ની ચર્ચા ઘણી થઈ હતી, પણ તેનું કલેક્શન રૂપિયા 29 કરોડ હતું. ‘સાંડ કી આંખ’નો આંકડો રૂપિયા 23 કરોડ રહ્યો.

‘મિશન મંગલ’ રૂપિયા 100 કરોડની ક્લબમાં ગઈ હતી, પણ ત્યાં ક્રેડિટ અક્ષય કુમાર અને વિદ્યા બાલન લઈ ગયા હતા. અમિતાભ-તાપસી સ્ટારર ‘બદલા’ચોક્કસપણ હિટ રહી હતી. તેણે રૂપિયા 87.57 કરોડ સુધી કમાણી કરી હતી.
વિકાસ બહલ પાસે પણ સુપર 30 જ મોટી હિટ
વિકાસ બહલ પણ મધુ મંટેના સાથે ‘ભાવેશ જોશી’,’હાઈ જૈક’, ‘મુક્કાબાજ’, ‘ ટ્રેપ્ડ’ના પ્રોડ્યુસર હતા. આ તમામ ફ્લોપ રહી હતી. સુપર-30 તેમના પ્રોડક્શન અને ડિરેક્શનમાં બની અને હિટ ગઈ. આ ફિલ્મએ રૂપિયા 147 કરોડનું કલેક્શન કર્યું હતું.
ટ્રેડ એનાલિસ્ટ્સના મતે અનુરાગ કશ્યપની ફિલ્મો સતત ફ્લોપ રહી, પણ તેમની પ્રોપર્ટી તેના પ્રમાણમાં વધારો હોવાની શક્યતા છે. માટે તેઓ પણ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રડાર પર આવ્યા છે.’રમન રાઘવ 2.0′, ‘અગ્લી’, ‘લુટેરા’, ‘બોમ્બે વેલ્ટેજ’, ‘નમર્જીયાં’ વગેરે ફ્લોપ રહી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link