Uncategorized

ભારતનું અપમાન: WHOના કલર-કોડેડ નકશામાં લદાખ-J&K ભારતથી અલગ, ચીનની મિલીભગત હોવાનો આરોપ

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેનેવા7 દિવસ પહેલા

WHOના નકશામાં ભારત અને લદાખ-J&Kને અલગ અલગ બતાવવામાં આવ્યા. - Divya Bhaskar

WHOના નકશામાં ભારત અને લદાખ-J&Kને અલગ અલગ બતાવવામાં આવ્યા.

  • WHOએ કહ્યું- નકશાના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રના આદેશનું પાલન કરીએ છીએ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને(WHO) પોતાની વેબસાઈટ પર દુનિયાના તમામ દેશોને અલગ અલગ રંગોથી વર્ણવ્યા છે, પરંતુ આમાં ખાસ તો એ છે કે એને ભારતને દેખાડતી વખતે લદાખ અને જમ્મુ-કાશ્મીરને અલગ રંગથી દેખાડ્યા છે. ત્યાર પછી બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓ તરફથી અમુક નારાજગી ભરેલાં રિએક્શન સામે આવી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીર અને લદાખને ગ્રે રંગમાં બતાવવામાં આવ્યું છે, જ્યારે આખા ભારતને વાદળી રંગનું બતાવવામાં આવ્યું છે.

ચીનનો હાથ હોવાનો આરોપ
આ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવિડ-19 ડેશબોર્ડર પર લાગેલો છે, જ્યાં કોરોનાના તાજેતરના કેસ અંગે માહિતી મળે છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ નકશાના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રના દિશાનિર્દેશનું પાલન કરે છે.

લંડનમાં રહેતા એક આઈટી કન્સલ્ટન્ટે આ નકશાને સૌથી પહેલા નોટિસ કર્યો હતો, જેને એક વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેણે આ નકશાને જોયો તો તેમાં લદાખ અને જમ્મુ-કાશ્મીર ભારતથી અલગ છે, તો તે અચંબામાં પડી ગયો અને તેણે એવું કહ્યું કે આની પાછળ ચીનનો હાથ હોઈ શકે છે, કારણ કે ચીન WHOને સૌથી વધુ ફડિંગ આપે છે.

ભારતે કોવિડ-19 દરમિયાન સૌથી વધુ મદદ કરી, વળતરમાં WHOએ ભારતને દુઃખ પહોંચાડ્યુંઃ નંદિની સિંહ
IT કન્સલ્ટન્ટ પંકજનું કહેવું છે કે હું એ વાતથી ચોંકી ગયો કે દુનિયાની આવડી મોટી સંસ્થા આવડી મોટી ભૂલ કરી શકે છે. હું જાણું છું કે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને સૌથી વધુ ફંડ આપે છે અને પાકિસ્તાન ચીન પાસેથી લોન લે છે અને ઈચ્છે છે કે તેનો મુદ્દો હંમેશાં સળગતો રહે. પંકજે વધુમાં કહ્યું, આની પાછળ મને ચીનનો હાથ લાગી રહ્યો છે.

પ્રવાસી સમૂહ રિચ ઈન્ડિયાની સોશિયલ મીડિયાનાં અધ્યક્ષ નંદિની સિંહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઝાટકણી કાઢી છે અને કહ્યું, ભારતીય વિસ્તારનો નકશો એ દેખાડે છે કે આ ચીનની મિલીભગત છે. ભારતનો આભાર માનવાની જગ્યાએ જાણીજોઈને ભારતને દુઃખ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. કોવિડ-19 દરમિયાન ભારતે સંગઠનને કેટલીબધી મદદ કરી અને સામે સંગઠને આવું કર્યું છે.

[ad_2]

Source link