Uncategorized

ભારતની 21 અદભુત મહિલાઓ: કોઇ સૌથી યુવા મેયર, કોઇએ 158 વર્ષ જૂનો કાયદો બદલાવ્યો, તો કોઇએ પિતાની એક લેબને 125 લેબ ચેઇનવાળી કંપની બનાવી દીધી

[ad_1]

  • Gujarati News
  • National
  • Someone The Youngest Mayor, Someone Changed The 158 year old Law, Someone Made A Father’s Lab A Company With 125 Lab Chains

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી3 કલાક પહેલા

  • કૉપી લિંક
તસવીરમાં ડાબેથી આર્યા રાજેન્દ્રન, દિવ્યા ગોકુલનાથ, કિશોરી પેડનેકર, ભવ્યા લાલ, અરુંધતી કાત્જુ, અપર્ણા કુમાર અને અમીરા શાહ. - Divya Bhaskar

તસવીરમાં ડાબેથી આર્યા રાજેન્દ્રન, દિવ્યા ગોકુલનાથ, કિશોરી પેડનેકર, ભવ્યા લાલ, અરુંધતી કાત્જુ, અપર્ણા કુમાર અને અમીરા શાહ.

2020નું વર્ષ, જ્યારે દુનિયા થંભી ગઈ હતી, મહિલાઓ ત્યારે પણ મોરચે હતી. ઘરમાં અને કામના સ્થળે પણ… ગૃહિણી તરીકે, ક્યાંક નર્સ તરીકે, ક્યાંક શિક્ષક તરીકે તો ક્યાંક વિજ્ઞાની તરીકે તેમની જવાબદારીઓ નિભાવી હતી. ભાસ્કરનું માનવું છે કે વિશ્વની પ્રત્યેક મહિલાઓ પોતાનામાં જ અદભુત છે કોઈને કોઈ સ્વરૂપમાં ઉદાહરણીય છે… આજે વાંચો એ 21 ભારતીય મહિલા વિશે જે આપણને પ્રેરિત કરી રહી છે…

ભવ્યા લાલ નાસાના નવા પ્રમુખ: અમેરિકી સ્પેસ મિશનની જવાબદારી
ભારતમાં જન્મેલી અને ઉછરેલી ભવ્યા લાલ દુનિયાની સૌથી મોટી અંતરિક્ષ એજન્સી નાસામાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ છે. તે નાસાના કામની રણનીતિ તૈયાર કરશે. હાલના દિવસોમાં તે રોજ 10થી 14 કલાક કામ કરી રહી છે. તેમના દિવસો ફોન પર લાંબી મીટિંગોમાં પસાર થઈ રહ્યા છે.

કેવી રીતે કર્યું – ભવ્યાએ સ્કૂલનું ભણતર ભારતમાં પૂરું કર્યું. 12મા પછી ન્યૂક્લિયર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરવા અમેરિકાની મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એડમિશન લીધું. તેના માટે ફુલ સ્કોલરશિપ મળી હતી. એમઆઈટીમાં પ્રથમ વર્ષ તો અંગ્રેજી શીખવામાં જ વીતી ગયું. પછી અહીંથી ટેક્નોલોજી અને પોલિસી સ્ટ્રીમમાં ડબલ માસ્ટર્સ કર્યું. તેના પછી ધ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીથી પબ્લિક પોલિસી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી. દુનિયાની ટોપ જર્નલ્સમાં તેમના 50થી વધુ પેપર્સ પ્રકાશિત થયા છે.

કિશોરી પેડનેકર મુંબઈના મેયર નર્સ: કોરોના સામેનો જંગ નર્સ બની લડ્યાં
એપ્રિલ 2020માં જ્યારે મુંબઈમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો ત્યારે મુંબઈના મેયર કિશોર પેડનેકર નાયર હોસ્પિટલમાં નર્સની ભૂમિકામાં પહોંચી ગયા હતા. 57 વર્ષીય કિશોરી વધુ વયને લીધે બે દિવસ જ ડ્યુટી કરી શક્યા પણ તેમનો સેવાભાવ પ્રેરણા બની ગયો.

કેવી રીતે કર્યું – 1992માં શિવસેનાનાaસભ્ય બનતા પહેલા કિશોરી જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટમાં એક દાયકાથી વધુ સમય સુધી નર્સ તરીકે રહ્યા હતા. તેમના માતા-પિત સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા હતા. મુંબઈના 77માં મેયર કિશોરી સવારે 8 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કામ કરે છે. તે કહે છે કે તેમની પ્રાથમિકતા શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની છે. શિવસેના પણ કિશોરી પર વિશ્વાસ કરે છે. મુંબઈ નગર નિગમને જ્યારે મીડિયા સાથે વાત કરવી હોય કે પછી શિવસેનાએ પક્ષ રજૂ કરવો હોય તો કિશોરી પાર્ટીનો પસંદગીનો ચહેરો છે.

આર્યા રાજેન્દ્રન સૌથી યુવા મેયર: મહિલા સુરક્ષા પહેલી પ્રાથમિકતા
ડિસેમ્બર 2020માં કેરળની રાજધાની તિરુવનંતપુરમના મેયર બની ગયા. દેશના સૌથી નાની વયના મેયર છે. સીપીએમના આ નેતાની પ્રથમ પ્રાથમિકતા શહેર મહિલાઓ માટે સુરક્ષિત બનાવવાની છે. તે સ્વચ્છતાના નવા માપદંડ સ્થાપિત કરવા માગે છે.

કેવી રીતે કર્યું – આર્યાનો મધ્યમવર્ગીય પરિવાર ભાડાના એક સાધારણ મકાનમાં રહે છે. પિતા ઈલેક્ટ્રિશિયન છે. માતા એલઆઈસી એજન્ટ છે જે સ્થાનિક તંત્રના કમ્યુનિટી કિચન, ઈમરજન્સી સારવાર, જાગૃકતા કાર્યક્રમ ચલાવવામાં મદદ કરે છે. સ્થાનિક ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ ઉમેદવારને 549 વૉટથી પરાજય આપ્યો હતો. પાર્ટીએ વરિષ્ઠ નેતા 65 વર્ષીય જમીલા શ્રીધરન(પૂવૃ સંયુક્ત નિર્દેશક રાજ્ય ફોરેન્સિક લેબોરેટરી)ની તુલનાએ તેમને મેયર બનાવવા માટે પસંદ કર્યા.

દિવ્યા ગોકુલનાથ એજ્યુકેશન ઈનોવેટર: સૌથી મોટી એજ્યુકેશન એપ આપી
બાયજૂસ લર્નિંગ એપના સહ-સંસ્થાપક દિવ્યા ગોકુલનાથ ફક્ત 34 વર્ષના છે. ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2020માં પતિ બાયજૂ રવિન્દ્રન સાથે તે 46મા ક્રમે હતા. સંપત્તિ 22.2 હજાર કરોડ રૂપિયા છે. એપ લોન્ચ કર્યાના ફક્ત 6 વર્ષમાં આ સિદ્ધી મેળવી હતી.

કેવી રીતે કર્યું – અભ્યાસના દિવસોમાં દિવ્યા માસ્ટર્સ ડિગ્રી માટે વિદેશ જવા માગતા હતા. તેના માટે જીઆરઈ ક્રેક કરવી જરૂરી હતી. એટલા માટે બાયજૂ રવિન્દ્રનના ક્લાસ જોઈન કર્યા. પરીક્ષા પછી તે પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રવિન્દ્રને સલાહ આપી કે તે ટીચિંગમાં આવી જાય. દિવ્યા ત્યારે 21 વર્ષની હતી. તે ત્યાં ભણાવવા લાગ્યા પણ મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના જેટલી જ વયના હતા એટલા માટે તેમનાથી મોટી દેખાવા તે સાડી પહેરતા હતા. જીઆરઈના પરિણામ આવ્યા તો તે અમેરિકામાં સ્ટડી માટે સિલેક્ટ થઈ ગયા પણ ન જવાનો નિર્ણય લીધો.

અરુંધતી કાત્જુએ 158 વર્ષ જૂનો કાયદો બદલાવ્યો
સજાતીય સંબંધોને ગુનો ગણતી કલમ 377નો અંત લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કાત્જુએ 158 વર્ષ જૂના કાયદાને પડકારતી નવતેજ સિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘની અરજીમાં કોર્ટમાં દલીલો કરી હતી. એપ્રિલ 2019માં ટાઈમ મેગેઝિને અરુંધતિને દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સામેલ કર્યા હતા.

કેવી રીતે કર્યું- અરુંધતિ સુપ્રીમકોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુના ભત્રીજી છે. જન્મ અલ્હાબાદમાં થયો છે. 2005માં બીએએલએલબી કર્યા પછી દેશમાં 11 વર્ષ વકીલાત કરી. 2017માં કોલંબિયા લૉ સ્કૂલથી એલએલએમ કર્યું. અરુંધતિ એલજીબીટીના અધિકારોની તરફેણ કરનાર છે. તે પોતાના સંબંધો પર પણ મુખર છે. 2019માં તેમણે મેનકા ગુરુસ્વામી સાથેના સંબંધોને સ્વીકાર્યા હતા.

રિતુ કારિધાલ, દેશની રોકેટ વુમન: ચંદ્રયાન-2ના લક્ષ્ય નક્કી કર્યાં
ઇસરોમાં તેમની ભૂમિકા મિશન ડિઝાઇન કરવાની છે. ચંદ્રયાન-2ના લક્ષ્ય કેવી રીતે હાંસલ થશે તે રિતુએ જ નક્કી કર્યું હતું. તેઓ ચંદ્રયાન-2ના મિશન ડાયરેક્ટર હતા.

કેવી રીતે કર્યું- લખનઉના નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રિતુના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, અભ્યાસ પર વિશેષ ભાર મુકાતો. જાતે ભણવા પર અને સેલ્ફ મોટિવેશન પર ભાર મુકાતો હતો. બાળપણથી જ અખબારોમાં છપાતા ઇસરો અને નાસાના સમાચારોના કટિંગ સાચવી રાખતા. લખનઉ યુનિ.માંથી ફિઝિક્સમાં બી.એસસી. અને પછી એમ.એસસી. કર્યું. રિતુ કહે છે કે સફળતા માટે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે અને આ કળા શિસ્ત સાથે જ આવડી શકે છે.

રાધા વેમ્બૂ, સેલ્ફ મેડ બિલિયોનેર; જોહો મેલના 5 કરોડ યુઝર્સ
રાથા વેમ્બૂ સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલાઓ પૈકી એક છે. હુરુનની ધનિક સેલ્ફ મેડ મહિલાઓની 2020ની યાદીમાં તેઓ 60મા ક્રમે રહ્યા.

કેવી રીતે કર્યું- મદ્રાસ હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર સમ્બામૂર્તિ વેમ્બૂની પુત્રી રાધા વેમ્બૂ ‘અદૃશ્ય’ સેલ્ફ મેડ બિલિયોનેર પણ કહેવાય છે, કેમ કે તેઓ મીડિયાથી દૂર રહે છે. 1997માં આઇઆઇટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએશન બાદ રાધાએ 2007માં મોટા ભાઇ શ્રીધર વેમ્બૂની કંપની જોહો કોર્પોરેશન જોઇન કરી હતી. જોહો મેલમાં તેમણે કાર્યભાર સંભાળ્યા બાદ કંપની ચકિત કરી દે તેવી ઝડપે આગળ વધી રહી હતી. રાધા કંપનીની 45થી વધુ પ્રોડક્ટ કે પ્રોજેક્ટ સંભાળે છે. જોહોના 6 કરોડથી વધુ યુઝર્સ છે.

માનસી જોશી, પેરા બેડમિન્ટન ચેમ્પિયન: પ્રોસ્થેટિક લેગના સહારે વાપસી
માનસી પેરા બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન છે. 2020માં વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી છે. ‘ટાઇમ’ મેગેઝિને નેક્સ્ટ જનરેશન લીડરની યાદીમાં સ્થાન આપ્યું છે.

કેવી રીતે કર્યું- માનસીએ 6 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કરી દીધું હતું. પિતા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં હતા. 2011માં ટ્રક દુર્ઘટનાએ માનસીની જિંદગી બદલી નાખી. 12 કલાક ચાલેલી સર્જરી બાદ જીવન બચાવવા માટે તેનો પગ કાપવો પડ્યો. 50 દિવસ હોસ્પિટલમાં રહી. આટલા વિકટ સંજોગોમાં પણ બેડમિન્ટન સાથે સંબંધ જાળવી રાખવાનો નિર્ધાર કર્યો. 4 મહિના બાદ પ્રોસ્થેટિક લેગ લગાવીને વાપસી કરી. 2014માં પ્રોફેશનલ પ્લેયર બની. પુલેલા ગોપીચંદ એકેડમીમાં ટ્રેનિંગ લીધી. બાર્બી કંપની માનસીને સમર્પિત ‘બાર્બી ડૉલ’ લૉન્ચ કરી ચૂકી છે.

અપર્ણા કુમાર, ચમોલીની મદદગાર: સાતેય સર્વોચ્ચ શિખર પર પહોંચ્યાં
ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાયેલી હોનારતમાં બચાવની જવાબદારી તેમના ખભે હતી. સાતેય ઉપખંડના સર્વોચ્ચ શિખર સર કરી ચૂકેલાં પ્રથમ સિવિલ સર્વન્ટ છે.

કેવી રીતે કર્યું- 2012માં યુપીના મુરાદાબાદ સ્થિત નાઇન્થ બટાલિયન પીએસઇમાં કમાન્ડન્ટ તરીકે પોસ્ટિંગ થયું હતું. અગાઉ આ સ્પેશિયલ પોલીસ ફોર્સ હતી. 1992 સુધી આઇટીબીપીની 20 હજાર ફુટ ઊંચાઇવાળી બોર્ડર આઉટપોસ્ટ આ બટાલિયન પાસે હતી. આ બટાલિયનમાં પર્વતારોહણમાં ઉપયોગમાં લેવાતા 1965-70ના દાયકાના સાધનો જોઇને તેમને પર્વતારોહણમાં રસ જાગ્યો. પછી રજાઓ લઇને બેઝિક કોર્સ કર્યો. કર્ણાટકમાં જન્મેલાં અપર્ણાને પર્વતારોહણ કે એડવેન્ચરનો કોઇ અનુભવ નહોતો.

સોમા મંડલ: સેલનાં પ્રથમ મહિલા ચેરપર્સન
35 વર્ષનો અનુભવ મેટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો. તેમના નેતૃત્ત્વમાં સેલે NEX (સ્ટ્રક્ચરલ)-SeQR (TMT બાર) જેવી સફળ પ્રોડક્ટ લૉન્ચ કરી.
શું કર્યું : 1 જાન્યુ.એ સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના ચેરપર્સનનો હોદ્દો સંભાળ્યો. તેઓ આ પદ સંભાળનારા પ્રથમ મહિલા છે.
કેવી રીતે કર્યું : 1984માં ઇલે. એન્જિ.માં ગ્રેજ્યુએશન બાદ સરકારી એલ્યુમિનિયમ કંપની નાલ્કોમાં ટ્રેની તરીકે કરિયર શરૂ કરી. આ કંપનીમાં તેઓ ડાયરેક્ટર (કોમર્શિયલ)ના પદ સુધી પહોંચ્યા.

અંશુ જમસેન્પા; 5 વખત એવરેસ્ટ સર કર્યો
2018માં તેનજિંગ નૉર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
શું કર્યું: 2011થી 2017 દરમિયાન પાંચ વખત એવરેસ્ટ સર કર્યો. 2017માં 5 દિવસમાં બે વખત એવરેસ્ટ સર કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ વર્ષે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા.
કેવી રીતે કર્યું : માઉન્ટેનિયરિંગની શરૂઆત 2009માં કરી હતી. તેમના પિતા ભારત-તિબેટ બોર્ડર પર પોલીસ અધિકારી છે અને માતા નર્સ છે. 41 વર્ષની અંશુ બે બાળકોની માતા પણ છે. સ્વચ્છ ભારત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે.

ઐશ્વર્યા પિસે; વર્લ્ડ મોટરસ્પોર્ટ ચેમ્પિયન
8000 કિ.મી. ટ્રાવેલિંગ બાઇક પર પૂરું કર્યું હતું ઐશ્વર્યાએ 24 દિવસમાં ગુજરાતથી ચેરાપૂંજી સુધી.
શું કર્યું : ફેડરેશન ઑફ મોટર સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયાએ 25 વર્ષની ઐશ્વર્યાને 2016, 2017 અને 2019માં ‘આઉટસ્ટેન્ડિંગ વુમન ઇન મોટરસ્પોર્ટ્સ’ એવોર્ડથી સન્માનિત કરી.
કેવી રીતે કર્યું : 9 વર્ષની ઉંમરે બાઇક ચલાવવાનું શરૂ કરી દીધું હતું. 2015માં ટ્રેનિંગ શરૂ કરી અને પછી માત્ર 4 વર્ષ બાદ 2019માં મોટરસ્પોર્ટ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની.

બાલા દેવી; સૌથી સફળ ફૂટબોલર
38 મેચમાં ભારત માટે 36 ગોલ કર્યા છે. એશિયન ફુટબોલ કન્ફેડરેશન દ્વારા ઇન્ટર-નેશનલ પ્લેયર ઑફ ધ વીક બનેલી પ્રથમ ભારતીય છે બાલા દેવી.
શું કર્યું : 6 ડિસે. 2020ના રોજ યુરોપની પ્રોફેશનલ લીગમાં ગોલ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની.
કેવી રીતે કર્યું : 30 વર્ષની નંગંગોમ બાલા દેવી બાળપણમાં છોકરાઓ સાથે ફુટબોલ રમતી હતી. 2005થી ભારતીય મહિલા ફુટબોલ ટીમમાં છે. હાલ સ્કોટલેન્ડની ક્લબ રેન્જર્સ માટે રમે છે. રેન્જર્સ સાથે તેનો 18 મહિનાનો કોન્ટ્રાક્ટ છે.

અમીરા શાહ; પિતાની એક લેબને 125 લેબ ચેઇનવાળી કંપની બનાવી દીધી
તેમની કંપની મેટ્રોપોલિસ હેલ્થકેર કોવિડ-19નું ટેસ્ટિંગ કરનારી ભારતની પહેલી પ્રાઇવેટ ફર્મ બની હતી. દેશના મોટા શહેરોમાં આ ચેનની 125 લેબ છે, જેમાં 4 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.
કેવી રીતે કર્યું : ટેક્સાસ યુનિ.માંથી ફાઇનાન્સમાં ડિગ્રી લઇને આવેલી અમીરાએ સાઉથ મુંબઇમાં તેમના પિતાની પેથોલોજી લેબમાં કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે કરિયર શરૂ કરી હતી. ધીમે-ધીમે અન્ય પ્રતિષ્ઠિત લેબોરેટરીઝને સાથે લીધી. આજે 6 દેશમાં કંપનીની લેબ છે. અમીરા શાહ 2020ની એશિયાની 25 પાવર બિઝનેસવુમનની ફોર્બ્સની યાદીમાં સામેલ છે.

અભિજિતા ગુપ્તા; સૌથી નાની, 7 વર્ષની લેખિકા
શું કર્યું –
7 વર્ષીય અભિજીતાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સે સૌથી નાની વયની રાઈટર હોવાનો ખિતાબ આપ્યો.
કેવી રીતે કર્યું – ગાઝિયાબાદની આ બાળકી બીજા ધોરણમાં છે. જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે સમયનો સદઉપયોગ કરી પુસ્તક લખ્યું. હવે બાળકો પર કોરોના મહામારીની અસર અંગે પુસ્તક લખી રહી છે.

આયશા અઝીઝ; સૌથી નાની વયની પાઈલટ
શું કર્યું –
કાશ્મીરના બારામુલાની 25 વર્ષીય આયશા દેશની સૌથી નાની વયની કોમર્શિયલ પાઈલટ છે.
કેવી રીતે કર્યું – 16 વર્ષની વયે રશિયામાં જેટ મિગ-29 વિમાન ઉડાડવાની ટ્રેનિંગ લીધી. 2017માં કોમર્શિયલ પાઈલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું. હવે તે જેટ મિગ 29 વિમાન ઉડાડવા તૈયાર છે.

ભાવના કાંત; કોમ્બેટ મિશન પર પહેલી પાઈલટ
શુું કર્યું – ફ્લાઈટ લેફ્ટનન્ટ ભાવના કોમ્બેટ મિશન માટે ક્વૉલિફાય કરનાર પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ છે.
કેવી રીતે કર્યું – બિહારના દરભંગાની ભાવનાએ બીઈ કર્યા બાદ 2016માં એરફોર્સ ફ્લાઈંગ ઓફિસર તરીકે જોઈન કરી. માર્ચ 2020માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ સન્માનથી સન્માનિત કર્યાં.

અલીના આલમ; દિવ્યાંગો માટેનું અભિયાન
શું કર્યું –
મિટ્ટી કેફેના સંસ્થાપક અને સીઈઓ અલીના 2020ના રાષ્ટ્રમંડળ યુવા પુરસ્કાર માટે પસંદગી પામી છે.
કેવી રીતે કર્યું – તેમનો કેફે માનસિક અને શારીરિક વિકલાંગોને ટ્રેનિંગ આપી રોજગાર આપે છે. વિપ્રો, ઈન્ફોસિસ, એસેન્ચર જેવી કંપનીઓ અને મોટી કોલેજોમાં 14થી વધુ મિટ્ટી કેફે ચાલી રહ્યા છે.

જુબૈદા બાઈ; ઘરેણાં વેચી બર્થ કિટ બનાવી
શું કર્યું –
લૉ કોસ્ટ બર્થ કિટ બનાવનાર કંપની આઈસના સંસ્થાપક છે. આ કિટનું મફત વિતરણ કરાય છે.
કેવી રીતે કર્યું – બર્થ કિટમાં છ વસ્તુ હોય છે – એક એપ્રન, ચાદર, હેન્ડ સેનિટાઈઝર, એન્ટી સેપ્ટિક સાબુ, કોર્ડ ક્લિપ અને એક સર્જિકલ બ્લેડ. ઘરેણાં વેચી આ પ્રોજેક્ટ માટે ફંડ એકઠું કર્યું હતું.

બેનો જેફાઈન; પ્રથમ દૃષ્ટિહીન આઈએફએસ
શું કર્યું –
તમિલનાડુની 25 વર્ષીય બેનો જેફાઈન દેશના પ્રથમ સંપૂર્ણપણે દૃષ્ટિહીન આઈએફએસ અધિકારી છે.
કેવી રીતે કર્યું – બેનોની માતા મેરી પદ્મજા તેમને પુસ્તક વાંચી સંભળાવતા અને બેનાને તે બધા યાદ રહી જતા હતા. માતાના શબ્દો અને પિતાના સહારાથી તે દરેક પડકાર, દરેક પરીક્ષા પાસ કરતી ગઈ.

જીયા મોદી; કોર્પોરેટ લૉનાં ક્વીન
શું કર્યું-
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગત વર્ષે જિયો પ્લેટફોર્મ માટે 20 અબજ ડોલર એકઠા કર્યા છે, જે માટે જીયાની કંપની એઝેડબી પાર્ટનરે કાનૂની પક્ષ તૈયાર કર્યો.
કેવી રીતે કર્યું- જીયા કોર્પોરેટ લૉમાં જાણીતું નામ છે. કાનૂની શિક્ષણ સિલવિન કોલેજ, કેમ્બ્રિજમાંથી અને માસ્ટર્સ ડિગ્રી હોવાર્ડ લૉ સ્કૂલમાંથી મેળવી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link