Uncategorized

બ્લૂમબર્ગમાંથી: બ્રાઝિલથી જાપાન આવેલા 4 પ્રવાસીમાં કોરોનાનું નવું રૂપ, જાપાને WHOને નવા કોરોના વાઈરસની માહિતી આપી

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક્યો22 દિવસ પહેલા

  • કૉપી લિંક

જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફેક્શસ ડિસીઝીસે કહ્યું છે કે, બ્રાઝિલથી આવેલા ચાર પ્રવાસીમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો છે. તે બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા રૂપ જેવો જ છે. એનઆઈઆઈડીએ રવિવારે કહ્યું હતું કે, ‘કોરોનાના આ નવા રૂપથી આનુવાંશિક રચના વિશે ખાસ જાણકારી નથી. એટલે એ નક્કી કરવું મુશ્કેલ છે કે, આ સ્ટ્રેઈન કેટલો સંક્રમક છે અને હાલની વેક્સિનોની તેના પર કેટલી અસર થાય છે.’ બીજી તરફ, જાપાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, બ્રાઝિલથી

બીજી જાન્યુઆરીએ ઓટા શહેરના હનેદા એરપોર્ટ પર ચાર પ્રવાસી આવ્યા હતા. આ લોકો નવા સ્ટ્રેઈનથી સંક્રમિત છે, જેમાં એક 40 વર્ષીય વ્યક્તિ છે, પરંતુ મેડિકલ તપાસ વખતે તેનામાં કોરોનાના લક્ષણ દેખાયા ન હતા. જોકે, બાદમાં હોસ્પિટલમાં ભરતી કર્યા પછી તેમના શ્વસન તંત્રમાં ખામી સર્જાઈ હતી.

જાપાનીઝ અખબાર યોમિઉરી શિંબૂનના અહેવાલ પ્રમાણે, એનઆઈઆઈડીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કોરોનાના નવા સ્ટ્રેઈનની માહિતી આપી છે. એનઆઈઆઈડી હવે આ દિશામાં કામ કરી રહી છે કે, જો આ સ્ટ્રેઈનથી સંક્રમણના ગંભીર કેસ સામે આવે છે, તો તેને કાબુમાં કેવી રીતે લઈ શકાય.

મુંબઈના ત્રણ દર્દીમાં એન્ટિબોડીની અસર ના થતી હોય, એવો સ્ટ્રેઈન મળ્યો
મુંબઈ – મુંબઈમાં કોરોનાના ત્રણ દર્દીમાં કોરોનાનું નવું રૂપ મળ્યું છે, જેના પર એન્ટિબોડીની અસર જ નથી થઈ રહી. મુંબઈના ખારધરમાં ટાટા મેમોરિયલ સેન્ટરમાં કોરોનાનો આ નવો સ્ટ્રેઈન મળ્યો છે. તેને ઈ-484 નામ અપાયું છે. વિજ્ઞાનીઓના મતે, ‘દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના સ્ટ્રેઈનથી સંબંધિત છે. આ સેન્ટરના હોમિયોપથી વિભાગના પ્રો. ડૉક્ટર નિખિલ પટકરે જણાવ્યું કે, નવો સ્ટ્રેઈન દ. આફ્રિકામાં મળેલા ત્રણ મ્યુટેન્ટ કે-417એ, ઈ-484કે અને એન-501વાય જેવો છે. અમારી ટીમે જ 700 કોરોના નમૂનાની જિનોમ સિક્વિન્સિંગ થકી તપાસ કરી હતી. તેમાંથી ત્રણના નમૂનામાં ઈ-484કે મ્યુટેન્ટ મળ્યો છે.’ આ મ્યુટેન્ટ ચિંતાનો વિષય છે કારણ કે, જૂના વાઈરસના કારણે શરીરમાં પેદા થયેલી રોગ પ્રતિકારક ક્ષમતાથી બનેલા ત્રણ એન્ટિબોડીની નવા સ્ટ્રેઈન પર અસર જ નથી થતી. ઉપરોક્ત ત્રણેય દર્દી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંક્રમિત થયા હતા, જેમની ઉંમર 30, 32 અને 43 વર્ષ છે. તેમાંથી બે દર્દી રાયગઢના અને એક થાણેનો છે.

[ad_2]

Source link