Uncategorized

બોલિવૂડના ડ્રગ્સ કોડવર્ડ: NCBનો દાવો- આર્યને પેડલરને ‘ફુટબોલ’ લાવવાનું કહ્યું હતું, એનો અર્થ છે ડ્રગ્સનો ભારે માત્રામાં જથ્થો

[ad_1]

મુંબઈ5 મિનિટ પહેલાલેખક: વિનોદ યાદવ

  • કૉપી લિંક
  • કોડવર્ડ ‘ફુટબોલ’ના અર્થના ઘટસ્ફોટ NCB તરફથી ASG અનિલ સિંહે કિલા કોર્ટમાં કર્યો હતો

શાહરુખ ખાનનો દીકરા આર્યનની ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તે આર્થર રોડ જેલમાં 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. શુક્રવાર, 8 ઓક્ટોબરના રોજ આર્યનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એડિસનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહે આર્યનની વ્હોટ્સએપ ચેટ અંગે વાત કરી હતી.

ASG અનિલ સિંહે કોર્ટમાં કહ્યું હતું કે આર્યન તથા ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ અચિત કુમારની એક ચેટ NCBને મળી છે, જેમાં આર્યને ‘ફુટબોલ’ લાવવાની વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે અચિત કુમાર ડ્રગ્સ પેડલર છે. આર્યન ખાન તથા અરબાઝ મર્ચન્ટની પૂછપરછમાં અચિત કુમારનું નામ સામે આવ્યું હતું અને NCBએ મુંબઈના પવઈમાંથી તેની ધરપકડ કરી હતી.

NCBએ ‘ફુટબોલ’નો અર્થ સમજાવ્યો
કોડવર્ડ ‘ફુટબોલ’ના અર્થનો ઘટસ્ફોટ NCB તરફથી ASG અનિલ સિંહે કિલા કોર્ટમાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે NCBને શંકા છે કે ‘ફુટબોલ’નો અર્થ ડ્રગ્સ ‘બલ્ક ક્વૉન્ટિટીમાં એટલે કે ભારે માત્રામાં’ લાવવી એવો થાય છે. જોકે, આ સાથે જ તેમણે એમ કહ્યું હતું કે તે ઓપન કોર્ટમાં આવા કોડવર્ડ અંગે વધુ બોલવા માગતા નથી.

દીપિકાની ડ્રગ્સ ચેટ પણ લીક થઈ હતી
સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવતા વ્હોટ્સએપ ચેટ લીક થઈ હતી. આ ચેટમાં હેશ તથા વીડ જેવા કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NCBના મતે, તેનો અર્થ હશીશ તથા ગાંજો હતો. આ કેસમાં દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

ગયા વર્ષએ દીપિકાની NCBએ પૂછપરછ કરી હતી

ગયા વર્ષએ દીપિકાની NCBએ પૂછપરછ કરી હતી

NCBએ દીપિકાની પણ પૂછપરછ કરી હતી.
NCBએ દીપિકાની પણ પૂછપરછ કરી હતી. જોકે, એક્ટ્રેસે એમ કહ્યું હતું કે તે મોટી સિગરેટ તથા નાની સિગરેટ અંગે વાત કરતી હતી.

રિયા ચક્રવર્તીના પણ કોડવર્ડ સામે આવ્યા હતા
રિયા ચક્રવર્તી તથા શૌવિક વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટમાં ‘બડ’ નામનો કોર્ડવર્ડ ઉપયોગમાં લેવાયો હતો. આ જ રીતે સુશાંત સિંહ સુસાઇડ કેસની તપાસ દરમિયાન ‘રૂપિયા’, ‘ડોલર’ તથા ‘પાઉન્ડ’ જેવા કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link