Uncategorized

બિગ બોસ 15: શમિતા શેટ્ટીનું શોમાં થયું કમબેક, ઘરમાં આવતાની સાથે જ નિશાંત ભટ્ટને ટાર્ગેટ બનાવ્યો

[ad_1]

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શમિતાની વાપસીથી તેના ફેન્સ ખુશ
  • શમિતા પહેલા મેડિકલ ઈશ્યુના કારણે શોમાંથી બહાર જતી રહી હતી

‘બિગ બોસ 15’ના આ વીકેંડ કા વાર ઘણો ઈન્ટરેસ્ટિંગ હોવાનો છે કેમ કે આ ‘વીકેંડ કા વાર’માં શમિતા શેટ્ટી ઘરમાં ફરીથી એન્ટર કરતી જોવા મળશે. હકીકતમાં શોના આ અઠવાડિયાનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં શમિતા ઘરમાં એન્ટ્રી કરી રહી છે. આ વીડિયો પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. શોમાં શમિતાની એન્ટ્રી પહેલા ઘરનું વાતાવરણ ઘણું ડરામણું બનાવી દેવામાં આવ્યું, જેના કારણે કન્ટેસ્ટન્ટ થોડા ડરી જાય છે અને ત્યારબાદ ઘરના લોકો માટે એક મેસેજ આવે છે, જેને નેહા ભસીન વાંચે છે. તેમાં લખેલું હોય છે કે એક મોટું તોફાન ઝડપથી તમારી તરફ આવી રહ્યું છે. ત્યારબાદ ઘરમાં શમિતા એન્ટ્રી લે છે.

શમિતાએ ઘરમાં આવતા જ નિશાંતને ટાર્ગેટ બનાવ્યો
પ્રોમો વીડિયોમાં શમિતા ઘરમાં આવતા જ નિશાંતને પોતાનો ટાર્ગેટ બનાવતી જોવા મળી રહી છે. સલમાન, શમિતાને પૂછે છે કે તમે કોને કટઘરેમાં રાખવા માગો છો? તેના પર શમિતા જવાબ આપતા કહે છે નિશાંત. પછી શમિતા, નિશાંતને પૂછે છે કે તમારા માટે સંબંધો વધારે જરૂરી છે કે રમત? તેના પર નિશાંત જવાબ આપતા કહે છે કે સંબંધ. તેના જવાબ પર શમિતા કહે છે, એક્શન શબ્દો કરતા વધારે ઝડપથી બોલે છે. તમે અમારા પર પગ મૂકીને આગળ વધી રહ્યા છો. સંબંધો તેલ લેવા ગયા.

શમિતાની વાપસીથી તેના ફેન્સ ખુશ
શોમાં શમિતાની વાપસીથી તેના ફેન્સ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા લખ્યું, અમારી ક્વિન શમિતા શેટ્ટીને જોઈને તમે એ વાતની ના નહીં પાડી શકો કે તેની સ્ક્રિન પર હાજરી કેટલી મજબૂત છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, હું શમિતા શેટ્ટીનો ફેન નથી, પરંતુ એ સ્વીકાર કરવું પડશે કે તે પ્રોમોમાં સુંદર અને એલિગેંટ દેખાઈ રહી છે. જણાવી દઈએ કે શમિતા પહેલા મેડિકલ ઈશ્યુના કારણે શોમાંથી બહાર જતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link