Uncategorized

બિગબૂલની નવી ઉડાન: વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ચર્ચામાં આવેલા રાકેશ ઝુનઝુનવાલા હવે પોતાનું ‘આકાશ’ બનાવશે, એરલાઇન્સ શરૂ કરવાની તૈયારીમાં

[ad_1]

અમદાવાદ7 કલાક પહેલા

  • ટૂંક સમયમાં ઝુનઝુનવાલા લો-કોસ્ટ એરલાઇન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે
  • ઝુનઝુનવાલાની સ્ટોક વેલ્યૂ છે રૂ. 22,300 કરોડ, તેમાંથી 50% તો માત્ર ટાટા ગ્રુપમાંથી કમાણી

ભારતીય શેરબજારના બિગબૂલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલાનાં વડાપ્રધાન મોદીએ ખૂબ વખાણ કર્યાં છે. વડાપ્રધાન મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની મંગળવારે દિલ્હીમાં મુલાકાત થઈ હતી ત્યારથી તે ફરી ચર્ચામાં આવ્યા છે. સ્ટોક માર્કેટના આસમાને બિરાજતા રાકેશ ઝુનુઝુનવાલા નવા વિકસી રહેલા સેક્ટરમાં રોકાણ કરવા માટે જાણીતા છે અને થોડા સમય પહેલા તેમણે એક એરલાઇન શરૂ કરવાના સંકેતો પણ આપ્યા હતા. બજારના જાણકારોના મતે વડાપ્રધાન મોદી સાથેની ઝુનઝુનવાલાની મુલાકાતને તેમની એરલાઇન બનાવવાની યોજના તરફ આગળ વધવાનું પગલું છે.

રાકેશ ઝુનઝુનવાલા પત્ની રેખા સાથે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલા પત્ની રેખા સાથે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

ઝુનઝુનવાલા હવે પોતાનું ‘આકાશ’ બનાવશે
થોડા સમય પૂર્વે સ્ટોક માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક મીડિયાને આપેલા ઇંટરવ્યૂમાં લો-કોસ્ટ એરલાઇન શરૂ કરવાની ઈચ્છા બતાવી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ આવ્યું ત્યારથી ભારત સહિત દુનિયાભરની એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝની હાલત ખરાબ થઈ ગઈ હતી. હવે ધીમે ધીમે તેમાં રિકવરી આવી રહી છે અને સેક્ટર નવેસરથી વિકસી રહ્યું છે ત્યારે તેમાં ઇન્વેસ્ટ કરવાની યોજના છે. આ એરલાઇનર સર્વિસ શરૂ થશે તો તેનું નામ આકાશ હશે તેવું પણ તેમણે કહ્યું હતું.

એવિએશન સેક્ટરમાં રૂ. 250 કરોડ રોકવાની યોજના
મીડિયા અહેવાલો મુજબ રાકેશ ઝુનઝુનવાલા એરલાઇન શરૂ કરવા એવિએશન સેક્ટરમાં રૂ. 250 કરોડથી વધુનું રોકાણ કરી શકે છે. એરલાઇન સર્વિસ શરૂ કરવા માટે તેમણે સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટમાં અરજી પણ કરેલી છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ તેમને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. આગામી ચાર વર્ષમાં 70 એરક્રાફ્ટ વસાવશે અને એક એરક્રાફ્ટમાં 180 લોકો મુસાફરી કરી શકશે. ડેલ્ટા એરલાઇન્સના પૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવ પણ તેમના આ પ્રોજેક્ટમાં જોડાયા છે.

બુધવારે નાણામંત્રી નિર્મલા સિતરામનને પણ મળ્યા
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ આજે 6 ઓકટોબરને બુધવારે રાકેશ ઝુનુઝુનવાલા શેરબજારના એક ડેલિગેશન સાથે દેશના નાણામંત્રી નિર્મલા સિતરામનને મળ્યા હતા. ભારતીય શેરબજારો અત્યારે સર્વોચ્ચ સપાટી પર છે. ઝુનુઝુનવાલાએ અગાઉ કહ્યું હતું કે ભારતીય શેરબજાર હજુ ઘણી નવી ઊંચાઈ પર જશે. તેમણે રોકાણકારોને ભારતીય કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.

25 વર્ષની ઉમરે માત્ર રૂ. 5,000 સાથે શેરબજારમાં પ્રવેશ કર્યો હતો
5 જુલાઈ 1960માં જન્મેલા રાકેશભાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યા બાદ 25 વર્ષની ઉમરે માત્ર રૂ. 5,000 સાથે શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે સેન્સેક્સ માત્ર 150 પોઈન્ટ્સ હતો. આજે તેમણે કરેલા રોકાણનું કુલ મૂલ્ય રૂ. 22,300 કરોડથી પણ વધુનું છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં તેમણે 38 કંપનીઓમાં રોકાણ કરેલું છે અને તેમની કુલ નેટવર્થમાંથી 50% જેટલું ટાટા ગ્રૂપની કંપનીઓના રોકાણમાંથી આવે છે. ટાટા ગ્રૂપમાં રાકેશ ઝુનુઝુનવાલાએ કરેલા ઇન્વેસ્ટમેન્ટનું મૂલ્ય અત્યારે રૂ. 11,328 કરોડ જેટલું થાય છે.

બજારનો પહેલો પાઠ પિતાએ શિખવ્યો
ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટમાં કામ કરતા પિતા અને તેમના મિત્રની વાતચીત સાંભળીને કિશોરાવસ્થામાં રાકેશ ઝુનઝુનવાલાને સ્ટોક માર્કેટ પ્રત્યે આકર્ષણ થયું. એક વાર તેમણે પિતાને શેર્સના ભાવમાં વધઘટ કેમ થાય છે તે અંગે પૂછ્યું હતું. પિતાએ ઝુનઝુનવાલાને ગ્વાલિયર રેયોન કંપની વિષે કોઈ સમાચાર આવ્યા છે કે કેમ તે જોવા કહ્યું અને સાથે જ બીજા દિવસે આ કંપનીના શેરના ભાવમાં ફેરફાર થાય છે તે જોવા કહ્યું હતું. આ રીતે ઝુનઝુનવાલાએ પિતા પાસેથી બજારમાં પ્રાઈઝ મુવમેન્ટને કેમ સમજવી તે શીખ્યા હતા.

રોકાણ કરતા પહેલા ઘણું ટેક્નીકલ એનાલિસીસ કરે છે
ઝુનઝુનવાલા માને છે કે, લોંગ ટર્મ ટ્રેડીંગથી વધુ ફાયદો થાય છે જયારે શોર્ટ ટર્મ ટ્રેડીંગથી ટૂંકો ફાયદો થાય છે. વેપાર તે છે જે તમને રોકાણ માટે મૂડી આપે છે. રોકાણ કરતા પહેલા તેઓ ઘણું જ ટેક્નીકલ એનાલિસીસ કરે છે. તેઓ પોતે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું પસંદ કરે છે કેમ કે તેમના માટે તેમાં જ વધુ ફાયદો થાય છે.

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ ફોટો).

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ ફોટો).

પોતાના અને પત્નીના નામ પરથી કંપની બનાવી
રાકેશ ઝુનઝુનવાલાએ રારે એંટરપ્રાઇઝ (RaRe Enterprises) નામે એક કંપની બનાવી છે જે ટ્રેડિંગનું કામ સંભાળે છે. આ કંપનીનું નામમાં રા એટલે રાકેશ ઝુનઝુનવાલા અને રે એટલે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાના નામ પરથી બનેલી છે. આ ઉપરાંત તેમણે હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઇનમેન્ટ નામની કંપની પણ શરુ કરેલી છે જે મનોરંજન ક્ષેત્રે કાર્યરત છે.

પિતાએ કોઈ પણ પાસેથી ઉધાર રૂપિયા લેવાની ના કહી હતી
એક ઇન્ટરવ્યુંમાં રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ સ્ટોક માર્કેટમાં જવાની મારી ઈચ્છા મેં જયારે મારા પિતાને જણાવી ત્યારે તેમણે મને મિત્રો, સગા સંબંધીઓ પાસેથી ઉધાર રૂપિયા નહિ લેવાનું કહ્યું હતું. જોકે, તેણે મને કહ્યું કે હું મુંબઇના મકાનમાં રહી શકું છું અને જો હું બજારમાં સારું પ્રદર્શન ન કરું તો હું હંમેશાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે મારું ગુજરાન ચલાવી શકું છું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link