Uncategorized

ફેશન શો: અમેરિકામાં LA ફેશન વીક અને ફેશન શો યોજાયો, પ્રસિદ્ધ ડીઝાઇનર્સ દ્વારા તૈયાર થયેલા ફેશનેબલ વસ્ત્રોનું પ્રદર્શન કરાયું

[ad_1]

આણંદ7 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • ફેશન વીકમાં ભારતીય ઉધમીઓ, ડિઝાઇનર્સના પરિશ્રમ અને સફળતા પ્રદર્શિત થઈ: યોગી પટેલ
  • ફેશન શોની કોરિયોગ્રાફી આયોજક સ્મિતા વસંતે કરી હતી

અમેરિકામાં કોરોનાકાળ હળવો થતા જાહેર કાર્યક્રમો અને અયોજનો પૂર્વવત થઈ રહ્યા છે. હાલના દિવસોમાં બે મોટા ભારતીય તહેવારો છે. નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. જ્યારે આગામી દિવસોમાં દિપાવલી પણ આવશે. ભારતીયો આ દિવસો દરમિયાદ ખૂબ ખરીદી અને ખર્ચ કરે છે. અમેરિકામાં પણ આ દિવસોમાં ઉત્સવ સાથે સંલગ્ન વ્યાપાર અને અન્ય ઇવેન્ટ આયોજિત થઈ રહી છે. અમેરિકામાં ભારતીય દંપતી દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા LA ફેશન વીકનું સફળ આયોજન થયું હતું. જેમાં ફેશન ડીઝાઇનર્સ દ્વારા વિવિધ આધુનિક ફેશન ડિઝાઈનના વસ્ત્રો, પરિધાન રજૂ કરાયા હતા સાથે યોજાયેલા પ્રદર્શનમાં સપ્તાહ દરમિયાન ભારતીય ઉપરાંત અમેરિકન નગરિકોએ મોટા પ્રમાણમાં મુલાકાત લીધી હતી.

અમેરિકામાં રહેતા ભારતીય દંપતી સ્મિતા અને કિશોર વસંતની સંસ્થા સેફ્રોન સ્પોટ અને LA ફેશન દ્વારા લોસ એન્જલસના સેરીટોઝમાં સ્થિત હોટલ સેરેટોન ખાતે LA ફેશન વીકનું આયોજન થયું હતું. ફેશનવીકમાં જ્વેલરી, રેડીમેઇડ ગારમેન્ટ્સના 40થી વધુ સ્ટોલમાં આધુનિક અને આકર્ષક વસ્ત્રો અને જવેલરી વસ્તુઓનું પ્રદર્શિન કરાયું હતું. ફેશન વીકના સપ્તાહ દરમિયાન આ સ્ટોલની 25 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. વસ્ત્રો અને જવેલરીનું વેચાણ થતા ભારતીયજનોને આ કારણે વ્યાપારિક લાભ પણ થયો છે. ફેશન વીકના છેલ્લા દિવસે ફેશન શોનું આયોજન થયુ હતું. જેમાં પ્રસિદ્ધ ડીઝાઇનર્સ દ્વારા તૈયાર થયેલા ફેશનેબલ વસ્ત્રો ડ્રેસ અને અન્ય પરિધાનને 30 વધુ મોડેલો દ્વારા પ્રદર્શન થયું હતું.

ફેશન વીકના સફળ આયોજનમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહનો સહયોગ રહ્યો હતો. ફેશન વીક માટે મોડેલ ઓડિશન પણ બે મહિના અગાઉ શરૂ કરાયું હતું. જેમાં શ્રેષ્ઠ ભારતીય અને અમેરિકન મોડલની પસંદગી કરાઈ હતી. દેશ-વિદેશમાં જાણીતા ફેશન મેકઅપ આર્ટિસ્ટ હેવિયરે વિશેષ હાજરી આપી હતી. સૌથી નોધનીય બાબત તો રહી હતી કે, ફેશન શોની કોરિયોગ્રાફી આયોજક સ્મિતા વસંતે કરી હતી.

આ અંગે ઇન્ડો અમેરિકન કલચરલ પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારતીય વસ્ત્રો અને જવેલરી ડિઝાઈન વિશ્વમાં પ્રસિદ્ધ છે. તહેવારોના આ દિવસોમાં ભારતીયો વ્યાપક ખરીદી કરતા હોય છે. આ ફેશન વીકમાં ભારતીય ઉધમીઓ, ડિઝાઇનર્સના પરિશ્રમ અને સફળતા પ્રદર્શિત થઈ હતી. વસંત દંપતિના સેફ્રોન સ્પોટ અને LA ફેશન દ્વારા દરવર્ષે ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે. જે ફેશન ડીઝાઇનર્સ અને ફેશનચાહકો માટે એક આહલાદક અનુભવ રહે છે. આવો સરસ કાર્યક્રમ યોજવા બદલ હું વસંત દંપતીને શુભેચ્છા પાઠવું છું.

મહત્વનું છે કે ફેશન વીકમાં સેરીટોઝના કાઉન્સિલ મેન ફ્રેન્ક, આર્સેટિયાના કાઉન્સિલ મેન અલી તાજ, આર્સેટિયાના કાઉન્સિલ વુમન મોનિકા, આર્ટેસિયા ચેમ્બર્સના તમામ હોદ્દેદારો તથા બીજેપી ફ્રેન્ડસ ઓફ ઓવરસીઝના પી. કે. નાયક હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 10 વર્ષથી યોજાતા LA. ફેશન વીક નવા ફેશન ડીઝાઇનર્સ, વ્યવસાયીઓ માટે એક મોટી તક સમાન બની રહે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link