Uncategorized

પ્રિયંકા ગાંધીનો કચરો વાળતો VIDEO: સીતાપુર ગેસ્ટ હાઉસમાં કચરો વાળીને ધરપકડ અંગે વિરોધ વ્યક્ત કર્યો, કોંગ્રેસે કહ્યું- ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ ચાલુ રાખીશું

[ad_1]

  • Gujarati News
  • National
  • Protests Over Arrest Of Garbage Collector At Sitapur Guesthouse, Congress Says Protests Will Continue Through Gandhi Chindya

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોંગ્રેસે પ્રિયંકાનો કચરો વાળતો વીડિયો ટ્વીટ કર્યો
  • ધરપકડ અંગે પતિ રોબર્ટ વાડ્રાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જતી વખતે ઉત્તરપ્રદેશ પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી. એ પછી પ્રિયંકાને સીતાપુરના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી છે. ગેસ્ટ હાઉસમાંથી પ્રિયંકા ગાંધીનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં તેઓ એક રૂમમાં કચરો વાળતાં દેખાઈ રહ્યાં છે. કોંગ્રેસનું કહેવું છે કે કચરો વાળીને પ્રિયંકા તેમની અટકાયતનો વિરોધ કરી રહ્યાં છે.

કોંગ્રેસે પ્રિયંકાનો કચરો વાળતો વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે આ અનશન છે ખેડૂતોના અધિકાર માટે, બંધારણીય અધિકારોની રક્ષા માટે. ભાજપની સત્તા આપણા બંધારણીય અને લોકશાહીના અધિકારોને કચડી ના શકે. ગાંધીજીના ચીંધ્યા માર્ગે અધિકારોની લડાઈ ચાલુ રહેશે.

પ્રિયંકાના પતિએ અટકાયત પર સવાલ ઉઠાવ્યો
પ્રિયંકા ગાંધીને સીતાપુરમાં અટકાયતમાં રાખવાને લઈને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું હતું કે પ્રિયંકાને રોકનારાઓ પાસે વોરન્ટ નહોતું. પ્રિયંકાના વિચાર ખૂબ જ મજબૂત છે અને તેઓ પીડિત પરિવારને જરૂર મળશે. લખીમપુર ખીરીમાં જેમણે ખેડૂતોની ઉપર ગાડી ચઢાવી તેમને સજા જરૂર મળવી જોઈએ. સરકારને પીડિત પરિવારોની મદદ મળવી જોઈએ.

રૂટ બદલીને લખીમપુર જઈ રહ્યાં હતાં પ્રિયંકા
મૃતકોના પરિવારને મળવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મોડી રાતે દિલ્હીથી લખનઉ પહોંચ્યાં હતાં. એ પછી થોડા સમય પછી લખીમપુર માટે રવાના થયાં. જોકે સવારે 5.30 વાગ્યે પ્રિયંકા ગાંધીની પોલીસે સીતાપુર જિલ્લામાં હરગાંવ બોર્ડર પર અટકાયત કરી. પ્રિયંકા રૂટ બદલીને પોલીસની નજરથી બચીને લખીમપુર જઈ રહ્યાં હતાં. તેમને PAC ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યાં છે.

પ્રિયંકાએ પોલીસને ગણાવી કલમો
ધરપકડ કરાયેલાં પ્રિયંકાએ પોલીસને કહ્યું- ધરપકડ કરો, અમે ખુશીથી જઈશું, જોકે જે રીતે ધક્કા મારવામાં આવ્યા. તેમાં ફિઝિકલ એસલ્ટ, એટેમ્પ્ટ ટુ કિડનેપ, કિડનેપ, એટેમ્પ્ટ ટુ મોલેસ્ટ, એટેમ્પ્ટ ટુ હાર્મની ધારાઓ લાગે છે, સમજો. હું સમજુ છું. અડીને જુઓ મને. જઈને પોતાના અધિકારીઓ, મંત્રીઓ પાસેથી વોરન્ટ લાવો, ઓર્ડર લાવો. મને ધકેલીને લાવ્યાં છો. તમારું રાજ્યમાં નહિ ચાલે. દેશમાં કાયદાનું ચાલશે. તમને કોઈ હક નથી.

પ્રિયંકાએ કહ્યું- હેલ્લો સીઓ સાહબ ઓર્ડર ક્યાં છે? ઓર્ડર કાઢો. ક્યાં ઓર્ડરથી તમે મને રોકી છે? આ છે તમારું લીગલ સ્ટેટ્સ. આ અંગે સીઓએ પોલીસવાળાને આદેશ આપ્યા કે પહેલા(પ્રિયંકા ગાંધીને) તો એરેસ્ટ કરો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link