Uncategorized

પાક બચાવવા અનોખો નુસખો: સાડાત્રણ એકરમાં ઉગાડેલી દ્રાક્ષને આકરા તાપથી બચાવવી જરૂરી હતી, 1.15 લાખ રૂપિયાની સાડીઓ ઢાંકી દીધી

[ad_1]

  • Gujarati News
  • National
  • Grapes Grown In Three And A Half Acres Needed To Be Protected From Scorching Heat, Sari Worth Rs 1.15 Lakh Covered

નાસિકએક કલાક પહેલાલેખક: પુનિત જૈન

  • દેશમાં નાશિક જિલ્લામાં સૌથી વધુ દ્રાક્ષ થાય છે
  • આ વખતે અત્યારસુધીમાં 75% હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે

દેશમાં આ વર્ષે ગરમીએ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. વધતા તાપમાન વચ્ચે મનુષ્ય અને પશુ-પંખીઓ તો પરેશાન છે જ, પણ એની અસર ફળો પર પણ પડી રહી છે. દ્રાક્ષનો પાક પણ આકરા તાપથી ઝડપથી ખરાબ થઈ રહ્યો છે. ત્યારે નાશિકના ખેડૂતોએ પોતાની દ્રાક્ષને અકળાવનારી આવી ગરમીથી બચાવવા માટે અનોખો નુસખો અજમાવ્યો છે.

નિફાડ તાલુકાના વિન્ચૂર ગામના ખેડૂતોએ પોતાના દ્રાક્ષના બગીચાને 1.25 લાખ રૂપિયાની સાડીઓથી ઢાંકી દીધી છે, જેનાથી તેઓ સીધાં જ સૂરજના આકરા તાપથી બચી રહી છે. આ અનોખા પ્રયાસની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.

સૂર્યનાં કિરણોથી દ્રાક્ષ પર કાળા ડાઘ પડી જાય છે
દેશમાં નાશિકમાં સૌથી વધુ દ્રાક્ષ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે સૂર્યનાં કિરણો સીધા જ દ્રાક્ષ પર પડવાથી કાળા ડાઘ પડી જાય છે. એનાથી દ્રાક્ષ બગડી જાય છે અને ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડે છે.

5 હજાર સાડીથી બનાવ્યું રંગબેરંગી કવચ
આકરા તાપ અને એનાથી થનારા નુકસાન સામે બચાવવા માટે નિફાડ તાલુકાના વિન્ચૂર ગામના હોલકર પરિવારે સસ્તો અને અસરદાર નુસખો અપનાવ્યો છે. તેમણે લગભગ 5 હજાર રંગબેરંગી સાડીઓના કવચથી પોતાના 3.5 એકરમાં પથરાયેલા દ્રાક્ષના બગીચાને કવર કર્યો છે. આમ તો નિફાડ તાલુકામાં દ્રાક્ષના ઘણા બગીચાઓ છે, પરંતુ લાસલગાંવ-વિન્ચૂર રોડ પર મેઈન રોડ પાસે હોલકર પરિવારના રંગબેરંગી સાડીઓથી ઢંકાયેલા દ્રાક્ષના બગીચા પર નજર પડતાં જ લોકો એને જોવા બે ઘડી માટે રોકાય જાય છે.

દ્રાક્ષના પાકને 5 હજાર સાડીથી ઢાંકવામાં આવી છે. આ સાડીઓની કિંમત 1.25 લાખ રૂપિયા છે.

દ્રાક્ષના પાકને 5 હજાર સાડીથી ઢાંકવામાં આવી છે. આ સાડીઓની કિંમત 1.25 લાખ રૂપિયા છે.

દ્રાક્ષની ‘સોનાકા’ જાતિની ડિમાન્ડ વધુ
મયૂર હોલકર અને અભિષેક હોલકરે જણાવ્યું હતું કે તેમને પોતાના બગીચામાં ‘સોનાકા’ જાતિની દ્રાક્ષ ઉગાડી છે, જે ઘણી જ ડિમાન્ડમાં હોય છે. હાર્વેસ્ટિંગ શરૂ થવામાં હજુ 10-15 દિવસ બાકી છે. હાલ આકરો તાપ પડી રહ્યો છે, 38-40 ડીગ્રીની આસપાસ ટેમ્પરેચર હોય છે. જો પાકને અગનગોળાથી નહીં બચાવવામાં આવે તો ઘણું નુકસાન થયું હોત. દર વર્ષની તુલનાએ આ વખતે ગરમી વધુ છે. 25 લોકોએ 5-6 દિવસ સુધી મહેનત કરીને આખા બગીચાને સાડીથી ઢાંકી દીધો છે.

હોલકર પરિવારે 3.5 એકરના બગીચાને કવર કરવા માટે લગભગ 5 હજાર સાડીઓ લગાડી છે. જોકે આ જૂની રીત છે. મોટા ભાગના ખેડૂતો નાના પાયે આ પ્રકારનો પ્રયોગ કરતા હોય છે, પરંતુ 3.5 એકર જેટલા મોટા વિસ્તારમાં આવો પ્રયોગ પહેલી વખત થયો છે. જોકે આ નુસખાથી સૂર્યનો પ્રકોપ 100% તો ન રોકી શકાય તેમ છતાં ઘણી હદે ફાયદાકારક તો છે જ.

આ વર્ષે અત્યારસુધીમાં 75% પાકનું હાર્વેસ્ટિંગ થયું
હોલકર પરિવારે જણાવ્યું હતું કે પિંપલ ગામમાંથી 25 રૂપિયા નંગની ગણતરીએ 5 હજાર સાડી લીધી, જેના પર તેમને લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. મળતી માહિતી મુજબ, નાશિક જિલ્લામાં લગભગ 1.75 લાખ એકર જમીન પણ દ્રાક્ષનો પાક લેવાય છે. આ વખતે અત્યારસુધીમાં 75% હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link