Uncategorized

પાકિસ્તાની બોલર v/s હરભજન: ભજ્જીએ કહ્યું- આમિર ફિક્સર છે, તેણે પોતાનો દેશ વેચી દીધો; ઈમરાન સાહેબ આને સભ્યતા શીખવાડો

[ad_1]

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઈન્ડિયન ટીમના સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ અને પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર વચ્ચે સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાને મળેલી 10 વિકેટથી કારમી હાર પછી આમિરે, હરભજનને ટ્રોલ કર્યો હતો. જોકે ત્યારપછી હરભજને પણ તેને વળતો જવાબ આપી ચોખ્ખું પરખાવ્યું હતું. હરભજને તેને દેશ વેચી દેનારો અને ફિક્સર પણ કહ્યો હતો.

હવે હરભજન સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સામે આમિર જેવા ખેલાડી માટે એક શાળા ખોલવાની ટકોર કરી છે, જેથી તે સીનિયર ખેલાડીઓ સાથે સભ્યતાથી વાતચીત કરતા શીખી શકે.

હરભજન સિંહે આજતક સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે હું ઈમરાન ખાનને અપીલ કરું છે કે આવા બાળકો માટે એક શાળા ખોલે. જ્યાં તેમને સિનીયર ખેલાડી સાથે વાતચીત કરતા શીખવાડવામાં આવે. અમારા દેશમાં આ પ્રમાણે દરરોજ શીખવાડવામાં આવે છે. આજે પણ અમે વસીમ અકરમ જેવા ક્રિકેટર્સ સાથે સભ્યતાથી વાતચીત કરીએ છીએ.

ભજ્જીએ વધુમાં કહ્યું હતું કે આમિર જેવા ખેલાડીને જાણ નથી કે કોની સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ. મારે આવા ખેલાડી સાથે ચર્ચામાં ઉતરવાની પણ જરૂર નહોતી અને પ્રતિક્રિયા પણ નહોતી આપવા જેવી, જેને પોતાના દેશને વેચી ખાધો છે. મારા અને શોએબ અખ્તર વચ્ચેની મજાક-મસ્તી અલગ છે. અમે એકબીજાને ઘણા દિવસોથી જાણીએ છીએ. અમે સાથે રમ્યા પણ છીએ અને ઘણા શો પણ કર્યા છે.

અમે જાણીએ જ છીએ કે મોહમ્મદ આમિર કોણ છે? શું લોર્ડ્સમાં મેચ ફિક્સિંગનો દોષી? તેની વિશ્વસનીયતા શું છે? તે મુશ્કેલીથી પોતાના દેશ માટે 10 મેચ રમી શક્યો હતો અને તેવામાં પણ એક મેચ ફિક્સ કરી રૂપિયા કમાવા માટે પોતાના દેશને દગો આપ્યો હતો. તે શું વાત કરી શકે?

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link