Uncategorized

પાકિસ્તાની ટીમ ઓવર કોન્ફિડન્ટ: ભારત વિરૂદ્ધ મેચના એક દિવસ પહેલા ટીમની જાહેરાત કરી, સરફરાઝથી સોશિયલ ડિસ્ટન્સ

[ad_1]

એક કલાક પહેલા

24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે આયોજિત હાઈવોલ્ટેજ મેચ માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમે પોતાના 12 ખેલાડીના નામ જાહેર કરી દીધા છે. આ તમામ ખેલાડી અંગે માહિતી કેપ્ટન બાબર આઝમે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

સરફરાઝને તક ના મળી
પાકિસ્તાની ટીમે પોતાના 12 ખેલાડીઓમાં બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, હૈદર અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફને સ્થાન મળ્યું છે. ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદને પણ અંતિમ 12માં સામેલ કરાયો નથી.

T-20 વર્લ્ડ કપ માટે સરફરાઝને પહેલા તો પાકિસ્તાની ટીમમાં પણ સ્થાન નહોતું મળ્યું પરંતુ પછી તેને 15 ખેલાડીની ટીમમાં સામેલ કરાયો હતો. સરફરાઝ ટીમનો મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. તેવામાં જો તેને સ્થાન નહીં મળે તો તેના અનુભવની અછત વર્તાશે.

મલિકનું કમબેક
ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન દાખવ્યા પછી શોએબ મલિકની પણ અંતિમ-12માં વાપસી થઈ ગઈ છે. મલિકે રાષ્ટ્રીય ટીમ માટે છેલ્લી મેચ લગભગ 1 વર્ષ પહેલા રમી હતી. 2007થી અત્યારસુધી શોએબે 5 T-20 વર્લ્ડ કપ રમ્યા છે. આની સાથે તેની પાસે 22 વર્ષનો ઈન્ટરનેશનલ ક્રિકેટનો અનુભવ પણ છે. તેવામાં વર્લ્ડ કપની 28 મેચમાં મલિકે 32.11ની એવરેજથી 546 રન કર્યા છે.

T-20 વર્લ્ડ કપમાં ભારતનું પલડું ભારે
પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ભારત સામે ક્યારેય જીતી શકી નથી. બંને ટીમો T-20 વર્લ્ડ કપમાં 5 વાર સામ-સામે આવી ચૂકી છે. આ તમામ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ વખતે પણ કોહલી એન્ડ કંપની મેચમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

વનડે વર્લ્ડ કપમાં પણ ભારતનો દબદબો
T-20 સિવાય વનડે વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન વિરૂદ્ધ 100% રેકોર્ડ છે. 1992થી 2019 સુધી બંને ટીમ વચ્ચે 50-50 ઓવરના વર્લ્ડ કપની કુલ 7 મેચ રમાઈ થે જેમાં માત્ર ઈન્ડિયન ટીમ જ વિજેતા રહી છે. આ તમામ આંકડાઓને જોતા લાગે છે કે ટીમ ઈન્ડિયા આમાં પણ પાકિસ્તાનને હરાવી દેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link