Uncategorized

પંજાબ: કારે ટક્કર મારતાં સાઇકલચાલક છત પર ઉલળીને પડ્યો, 10 કિમી સુધી ફેરવતાં યુવકનું મોત

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પંજાબના મોહાલીમાં માનવતાને લજાવતી ઘટના સામે આવી છે. અહીં એરપોર્ટ રૉડ નજીક એક કારચાલકે સાઇકલચાલકને અડફેટે લીધો હતો. સાઇકલચાલક જોરદાર ટક્કરને લીધે કારની છત પર ઉલળીને પડ્યો હતો. કારચાલકને જાણ હોવા છતાં તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને 10 કિલો મીટર સુધી ફેરવ્યો હતો. આ દરમિયાન યુવકનું મોત થઈ ગયું હતું. આ પછી કારચાલક યુવકના મૃતદેહને એક શૉરૂમ પાસે ફેંકીને જતો રહ્યો હતો. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link