Uncategorized

ન્યૂ જર્ની: એક્ટિંગ બાદ હવે મનોજ બાજપેયીએ એન્કરિંગમાં એન્ટ્રી લીધી, ‘સિક્રેટ્સ ઓફ સીનૌલિ’ને હોસ્ટ કરતા દેખાશે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18 મિનિટ પહેલાલેખક: અમિત કર્ણ

  • કૉપી લિંક

રંગમંચ, સિરિયલ, ફિલ્મો અને વેબ સિરીઝ કરી લીધા બાદ મનોજ બાજપેયી હવે એક નવા અવતારમાં દેખાશે. તે મંગળવારથી ડિસ્કવરી એપ અને ચેનલ પર ડોક્યુમેન્ટરી ‘સિક્રેટ્સ ઓફ સીનૌલિ- ડિસ્કવરી ઓફ ધ સેન્ચ્યુરી’માં એન્કરિંગ કરતા દેખાશે. આ ડિરેક્ટર નીરજ પાંડેના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

એન્કરિંગ પણ ઘણું સારું કામ છે
મનોજ બાજપેયીએ પોતાની આ નવી ઇનિંગ વિશે જણાવ્યું કે, ‘એન્કરિંગ પણ ઘણું સારું કામ છે. સાથે જ અમે 4000 વર્ષ જૂની સ્ટોરી જણાવી રહ્યા છીએ, જ્યારે ભારત સોનાની ચકલી હતી. મને ઇતિહાસમાં રસ છે. મારું ગ્રેજ્યુએશન પણ હિસ્ટ્રીમાં જ હતું. પછી આને નીરજ પાંડે બનાવી રહ્યા હતા તો તેમને ના ન પાડી શકું. તે તેમના કોઈપણ પ્રોજેક્ટમાં કિનારે ગમે ત્યાં ઊભા રહેવા પણ કહી દે તો હું તે પણ કરવા તૈયાર છું. નીરજ પાંડે સાથે મારા સંબંધ જ કંઈક એવા છે. મારા કરિયરમાં એક પાંચ વર્ષનો ફેઝ આવ્યો હતો, જ્યાં અમને કામ મળી રહ્યું ન હતું. તે દરમ્યાન મારા તેમની સાથે રિલેશન બંધાયા હતા. આ ડોક્યુમેન્ટરી પણ સરસ છે. જે અંગ્રેજોની ઘણી થિયરીને જાહેર કરે છે.’

એન્કરિંગમાં મને બેયર ગ્રિલ્સ ઘણા રસપ્રદ લાગ્યા
મનોજે કહ્યું, ‘એન્કરિંગમાં મને બેયર ગ્રિલ્સ ઘણા રસપ્રદ લાગે છે. જોકે હું તેમની જેમ ખેલ નથી કરી શકતો. મને તો ઊંચાઈ પરથી નીચે જોવામાં પણ ડર લાગે છે. હિસ્ટોરિકલ ઝોનરની ફિલ્મોમાં હાલ ઘણી ઓછી ફિલ્મો બની રહી છે. મારી ઈચ્છા છે કે તક મળે તો હું સમ્રાટ અશોકનો રોલ પ્લે કરું. હું ઈચ્છું છું કે કોઈ અત્યારે જ ઓફર કરી દે, નહીં તો વૃદ્ધ અશોક પ્લે કરવો પડશે.’

ગાંધીજીનો રોલ મને ઘણો આકર્ષિત કરે છે
એક્ટરે કહ્યું, ‘અશોક સિવાય ગાંધીજીનો રોલ પણ મને ઘણો આકર્ષિત કરે છે. તેમના વિશે જેટલું વાંચવામાં આવે, કહેવામાં આવે, બધું ઓછું છે. ક્યારેક ક્યારેક લાગે છે કે તે યોગી ન હોવા છતાં પણ યોગી હતા. તે ટિપિકલ આંદોલનકારી ન હોવા છતાં પણ આંદોલનકારી હતા. તેમણે દેશને નવી રાહ આપી. તેમનો રોલ પણ પ્લે કરવા ઈચ્છીશ. જોકે આ કામ સરળ નથી. એક તો એ ખબર નથી કે તેમનો રોલ અત્યાર સુધી જે લોકો પ્લે કરી ચૂક્યા છે, એટલો બેટર કરી શકીશ કે નહીં, આ એક મુદ્દો જરૂર હશે. ગાંધીનો રોલ અપનાવવા માટે પહેલા તેમની જીવનશૈલી અપનાવી પડશે.

‘ધ ફેમિલી મેન 2’ આરામથી રિલીઝ કરવામાં આવશે
મનોજે ‘ધ ફેમિલી મેન 2’ પર વાત કરતા કહ્યું કે, ‘વેબ સિરીઝ હજુ તો રિલીઝ નથી થઇ રહી. જોકે, સોશિયલ મીડિયા પર આને લઈને ઘણી વાતો ચાલી રહી છે. હકીકત એ છે કે આના પર ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’વાળાએ એક નિર્ણય લીધો છે. તે એ કે આ આરામથી રિલીઝ કરવામાં આવશે, ત્યારે જ આ શોને જસ્ટિફાય કરી શકાશે. તે એટલા માટે કે તેના ફેન્સ માત્ર ઇન્ડિયામાં જ નહીં પણ વિદેશોમાં પણ છે.’

[ad_2]

Source link