Uncategorized

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી: આ વર્ષે દુનિયામાં વ્હાઈટ નોઇસ સાંભળવાનો ટ્રેન્ડ; નિરાંત આપતા આ ધ્વનિથી ઊંઘ સારી આવે છે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્ક20 દિવસ પહેલાલેખક: જો બીરી

  • કૉપી લિંક
  • સોન્ગ ઑફ ધ યર મ્યુઝિક ઍપ સ્પોટિફાયના ટોપ ચાર્ટમાં સારી ઊંઘ માટે મદદરૂપ સંગીત ટોચ પર રહ્યું

વોશિંગ્ટનમાં રહેતી માયા મોન્ટોયા માટે વ્હાઈટ નોઇસ ‘સોન્ગ ઑફ ધ યર’ રહ્યું. ખાસ કરીને ડિજિટલ મ્યુઝિક પ્લેટફોર્મ સ્પોટિફાયનું ‘સેલિસ્ટિયલ વ્હાઈટ નોઇસ.’ તે 3 કલાકનું શાંત મ્યુઝિક છે. 27 વર્ષીય મોન્ટોયા કહે છે કે તાજેતરમાં જ સ્પોટિફાયે તેનો વર્ષનો Wrapped chart જારી કર્યો ત્યારે માયા ચોંકી ગઇ. સેલિસ્ટિયલ વ્હાઈટ નોઇસ તેના ચાર્ટમાં ટોચ પર હતું.

ત્યાર બાદ સંખ્યાબંધ લોકોએ જણાવ્યું કે તેમના ટોપ ચાર્ટમાં આ વખતે વ્હાઈટ નોઇસ સાથે જોડાયેલું મ્યુઝિક ટોપ પર રહ્યું. વ્હાઈટ નોઇસ એવા શાંત ધ્વનિ હોય છે કે સૂવામાં મદદ કરે છે. સ્પોટિફાય પર આ વર્ષે બેકગ્રાઉન્ડ સાઉન્ડ, શાંત મ્યુઝિકની માગ વધી છે. ગત વર્ષે માર્ચમાં કોરોનાના કારણે લોકોની ચિંતા વધી તો યુટ્યૂબ પર ઊંઘ સાથે જોડાયેલા સાઉન્ડ, પ્રકૃતિ સાથે જોડાયેલા ધ્વની અને સૂવાના સમય વગેરે સાથે જોડાયેલા શબ્દોથી વધુ સર્ચ થયા. તેની સંખ્યા ઓલટાઇમ હાઇ રહી. બીજી તરફ ચીનમાં 20 કરોડ લોકો રાત્રે સંગીત સાંભળે છે. એન્ડેલ ઍપનું ડાઉનલોડિંગ ગત ઓગસ્ટ સુધીમાં 80% વધ્યું. આ ઍપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી ધ્વનિ બનાવે છે. આવી જ મશહૂર ઍપ Calmનું ડાઉનલોડિંગ પણ ઓગસ્ટમાં બમણું થયું હતું.

1. વ્હાઈટ નોઇસ શું હોય છે?
વ્હાઈટ નોઇસ મનને નિરાંત આપતો અને શાંત કરતો ધ્વનિ હોય છે, જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. તે કોઇ ગીત નથી હોતું પણ પ્રાકૃતિક કે બનાવેલા એવા ધ્વનિ હોય છે કે જે કોઇ ઘોંઘાટભરી ધુન પર ઓવરલેપ કરે છે અને શાંતિ આપે છે. વિજ્ઞાનમાં કોઇ સાઉન્ડની ફ્રિક્વન્સી અને એમ્પ્લિટ્યૂડના સંબંધના આધારે તેને જુદા-જુદા રંગમાં નામ અપાય છે.

2. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું?
આ જ રીતે પિન્ક નોઇસ, બ્રાઉન નોઇસ વગેરે પણ હોય છે. ઘણાં અભ્યાસોમાં વ્હાઈટ નોઇસને ઊંઘ માટે સારો ગણાવાયો છે. 2018માં ઓક્સફર્ડ યુનિ. પ્રેસમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું હતું કે વ્હાઈટ નોઇસ ફોકસ કરવાની ક્ષમતા વધારે છે, સારી ઊંઘ લાવે છે. તાજેતરમાં દ.કોરિયામાં એક અભ્યાસમાં જણાવાયું કે આવા ધ્વનિ સાંભળવાથી તાણ ઘટે છે. તે ડિમેન્શિયામાં પણ મદદરૂપ થાય છે.

[ad_2]

Source link