Uncategorized

ન્યુઝિલેન્ડના આંગણે અવસર: કોરોનાની પ્રથમ લહેરને ખાળનારા ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ન લગ્નબંધનમાં બંધાશે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓકલેન્ડ4 કલાક પહેલા

  • 2019માં 40 વર્ષીય પીએમ અર્નર્ડની સગાઈ થઈ હતી અને તેમને બે વર્ષની પુત્રી પણ છે
  • ન્યુઝિલેન્ડમાં કોરોનાની પ્રથમ લહેર પર ઝડપથી કાબુ મેળવવામાં અર્નર્ડ સફળ રહ્યા હતા

કોરોનાની પ્રથમ લહેર પર ઝડપથી કાબુ મેળવનારા દેશ ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા હવે લગ્નબંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ને ઉનાળા દરમિયાન લગ્ન કરવાનું આયોજન કર્યુ છે. જો કે તેમના દ્વારા લગ્નની તારીખ અંગે હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

અર્ડર્ને રેડિયો પર એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ટેલિવિઝન હોસ્ટ ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન કરવા માટે આખરે તારીખ મળી ગઈ છે. જો કે આ તારીખ કઈ એ તેમણે જણાવ્યું નહોતું

લગ્નોત્સુક અર્ડર્ને 2019માં ગેફોર્ડ સાથે સગાઈ કરી હતી, બંનેને એક પુત્રી પણ છે
ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કોસ્ટ રેડિયોને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓને લગ્ન કરવાનો સમય મળી ગયો છે. 40 વર્ષીય અર્ડર્ને 2019માં ઉનાળાની રજાઓ દરમિયાન 44 વર્ષીય ગેફોર્ડ સાથે સગાઈ કરી હતી અને તેઓને બે વર્ષની પુત્રી પણ છે.

પીએમ તરીકેના કાર્યકાળમાં બાળકને જન્મ આપનારા બીજા વડાંપ્રધાન

જેસિન્ડા અર્ડર્ન એવા વડાંપ્રધાન છે, જેમણે પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન સંતાનને જન્મ આપ્યો. તેઓને બે વર્ષની પુત્રી છે. ઉલ્લેખનીય છે કે અર્ડર્ન અગાઉ પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટોએ વડાંપ્રધાન તરીકેના કાર્યકાળમાં પુત્રને જન્મ આપ્યો હતો.

સાદગીથી યોજાશે લગ્ન સમારંભ
મીડિયા રિપોર્ટ અનુસાર, વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ન આગામી ઉનાળાની રજાઓમાં લગ્ન કરવાનું આયોજન ધરાવે છે. ન્યુઝિલેન્ડમાં ઉનાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હોય છે. તેઓ કહે છે કે આ લગ્ન સમારંભ પરંપરાગત અને મોટા આયોજન વિના સંપન્ન થશે. આ ઉપરાંત બ્રાઈડલ પાર્ટી પણ કોરોના કાળને ધ્યાનમાં રાખીને યોજવામાં નહીં આવે. જો કે અર્ડર્ન આ અંગે કહે છે કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે, તેથી તેઓ ધામધૂમથી લગ્ન નહીં કરે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link