Uncategorized

ન્યાયિક તપાસની માગ: નૈરોબીમાં બળદિયાની પરિણીતાના શંકાસ્પદ મોતથી 3 દિવસ વિરોધપ્રદર્શન

[ad_1]

ભુજ8 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • સપ્તાહ પૂર્વે લંબાટા વિસ્તારમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની ચર્ચા
  • 200 કરોડની હોસ્પિટલના PM દ્વારા લોકાર્પણ પૂર્વે શાંતિપૂર્ણ વિરોધ

સપ્તાહ પૂર્વે નૈરોબીના લંબાટા વિસ્તારમાં મુળ બળદિયાની પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવ અંગે ન્યાયિક તપાસ કરવા માટે ત્રણ દિવસ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. લંબાટા મંદિર ફલેટમાં આપઘાતનો બનાવ શંકાસ્પદ હોવાનું અને અમુક આગેવાનો બનાવને દબાવવા પ્રયાસ કરતા હોવાથી ન્યાયિક તપાસ માટે શાંતિપૂર્પણ વિરોધ કરવાનો સૂર વ્યક્ત થયો છે.

ગત 3જી એપ્રિલના લંગાટા વિસ્તારમાં કરશન વેલજી મેપાણીના ફલેટ ખાતે વનીતાબેન એન. સેંઘાણીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગેના ફોટોગ્રાફસ અને હતભાગીને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં પટેલ સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. કચ્છી લેવા પટેલ સમાજમાં ભારે પ્રત્યાઘાત આ બનાવના પડયા છે.

અમુક આગેવાનો આ બનાવને દબાવી દેવા માટે પ્રયાસ કરતા હોવાથી આગામી દિવસોમાં 200 કરોડના ખર્ચે મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઇ રહ્યા છે તેજદિવસથી લંબાટા ખાતે તા. 15થી 18 ત્રણ દિવસ શાંતી પૂર્ણ વિરોધ કરવામાં આવશે. નૈરોબી ખાતે કચ્છી લેવા પટેલ સમાજના યોજાનારા કાર્યક્રમમાં હાજર રહી શાંતિપુર્ણ વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયો છે.

સપ્તાહ બાદ પણ અપમૃત્યુના બનાવ અંગે કોઇ તપાસ હાથ ધરવામાં નથી આવી તેમજ પોલીસ તરફથી લંબાટા મંદિરના સીસીટીવી ફુટેજ પણ જાહેર કરાયા નથી તેમજ અમુક આગેવાનો પ્રકરણને દબાવવા ભારે દબાણ લાવી રહ્યા હોવાનું મેસેજમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link