Uncategorized

નાણામંત્રાલયે માહિતી આપી: સરકારે લિટર પેટ્રોલમાંથી 27.90, ડીઝલમાંથી ~21.80ની કમાણી કરી

[ad_1]

નવી દિલ્હી3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તૃણમૂલ સાંસદ માલા રોયના સવાલ પછી નાણામંત્રાલયે માહિતી આપી

કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર રૂ. 27.90 અને ડીઝલ પર રૂ. 21.80 એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ માલા રોયે સંસદમાં પૂછેલા સવાલના જવાબમાં નાણામંત્રાલયે આ માહિતી આપી હતી. સરકારે વિસ્તૃત જવાબ આપતા કહ્યું હતું કે, પ્રતિ લિટર પેટ્રોલ પર કેન્દ્ર સરકાર રૂ. 1.40 એક્સાઈઝ ડ્યૂટી, રૂ. 11 વધારાની એક્સાઈઝ ડ્યૂટી, રૂ. 13 રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ અને રૂ. 2.5 કૃષિ-વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલે છે.

આ વસૂલાતનો કુલ આંકડો રૂ. 27.90 થાય છે. એવી જ રીતે, પ્રતિ લિટર ડીઝલ પર કેન્દ્ર સરકાર રૂ. 1.80 બેઝિક એક્સાઈઝ ડ્યૂટી, રૂ. 8 વધારાની એક્સાઈઝ ડ્યૂટી, રૂ. 8 રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, રૂ. 4 કૃષિ-વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વસૂલે છે, જેનો કુલ આંકડો રૂ. 21.80 થાય છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જોકે, હાલમાં જ કેન્દ્ર સરકારે તેના ભાવમાં થોડો ઘટાડો કર્યો છે. કેન્દ્રની અપીલ પછી રાજ્યોએ પણ વધારાની છૂટ આપતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 26 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. સોમવારે જાહેર થયેલા મૂલ્ય પ્રમાણે, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 103.97 અને ડીઝલનો રૂ. 85.57 છે.

નોંધનીય છે કે રોજ સવારે છ વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વેરા ગણતા તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સોમવારે પેટ્રોલ 95.13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લિટર નોંધાયું હતું. 20 નવેમ્બર પછી રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત્ છે, તેમાં કોઈ જાતનો વધારો કે ઘટાડો નોંધાયો નથી.

પેટ્રોલ 27.90 રૂ.(કમાણી)

  • 1.40 રૂ. બેઝિક એક્સાઇઝ
  • 11 રૂ.સ્પે.એડિશનલ એક્સાઇઝ
  • 13 રૂ. રોડ અને ઇન્ફ્રા સેસ
  • 2.50 રૂ. એગ્રીકલ્ચર સેસ

ડીઝલ 21.80 રૂ.(કમાણી)

  • 1.80 રૂ. બેઝિક એક્સાઇઝ ડ્યુટી
  • 8 રૂ. સ્પે. એડિશનલ એક્સાઇઝ
  • 8 રૂ. રોડ અને ઇન્ફ્રા સેસ
  • 4 રૂ. એગ્રીકલ્ચર સેસ

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link