Uncategorized

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી: દુષ્કાળની અસર – તાલિબાનના કબજાથી નિકાસ ઠપ, મજબૂરીમાં દાડમની જગ્યાએ અફીણની ખેતી

[ad_1]

અર્ગનદાબ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફળો અને ડ્રાયફ્રૂટ્સ માટે પ્રસિદ્ધ અફઘાનિસ્તાનના કંધાર પ્રાંત પર તેની ઓળખ ગુમાવવાનું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ અને જળાશયોમાં પાણી ન બચવાથી ખેડૂતો દાડમ અને અન્ય ફળોની ખેતી છોડી અફીણની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી દાડમની ખેતી કરનારા અબ્દુલ હામિદ કહે છે કે નદીઓમાં પાણી નથી, જમીન સૂકાઈ ગઈ છે. એવામાં ફળોમાં ફાયદો રહ્યો નથી. ઉપરથી તાલિબાન સાથે લાંબા ચાલેલા સંઘર્ષે દેશની બહાર ફળ જવા દીધા નથી. આ રીતે બરબાદી જ અમારા હિસ્સામાં આવી. એવામાં અમે નવી ખેતીમાં હાથ અજમાવવા તરફ પગલું વધાર્યું છે.

અર્ગનદાબ જિલ્લાના વતની હામિદ અત્યાર સુધી તેમના દાડમના બાગના 800થી વધુ વૃક્ષ કાપી ચૂક્યા છે. એવું કરી તેમણે વારસાગત ફળોની ખેતીને માટીના કબ્રસ્તાનમાં રૂપાંતરિત કરી દીધી છે. હામિદે કહ્યું કે દુષ્કાળથી અનુમાન કરતા વધુ તકલીફ પડી રહી છે. વરસાદની અછત અને ઘટતા કૂવાના પાણીથી વર્ષ દરમિયાન સિંચાઈ લગભગ અસંભવ બની ગઈ છે. તાલિબાન સાથે સંઘર્ષને કારણે ગત એક વર્ષથી સરકારની મદદ પણ નથી મળી.

ભયંકર દુષ્કાળ, નાણાકીય મુશ્કેલીઓ અને સરહદો બંધ હોવાથી તેમને આ ક્ષેત્રના સૌથી વિશ્વસનીય આર્થિક એન્જિન અફીણ પોસ્તની ખેતી કરવામાં ફાયદો દેખાઇ રહ્યો છે. હામિદની જેમ હજારોની સંખ્યામાં ખેડૂતો બીજી આવક મેળવવા માટે તેમના બગીચા પોતાના હાથે ઉજ્જડ બનાવી રહ્યા છે અને અફીણ તરફ આગળ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link