Uncategorized

ધોનીનો 6 બોલમાં 18 રન બનાવવાનો VIDEO: માહીએ 300ની સ્ટ્રાઈક રેટથી તોફાન લાવીને પંતના મોઢામાંથી મેચ છીનવી લીધી, ગાવાસ્કર-પઠાન અને આકાશ ચોપડાએ પણ આપ્યો જવાબ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Mahi Snatched The Match From Pant’s Mouth With A Strike Rate Of 300, Gavaskar Pathan And Akash Chopra Also Responded.

એક કલાક પહેલા

ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની પ્રથમ ક્વોલિફાયર મેચમાં કમાલ કર્યો છે. તેમણે પોતાના જુના અંદાજમાં બેટિંગ અને કેપ્ટનશીપ બંને કરી. તેમના નિર્ણયમાં કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા સુનીલ ગાવસ્કર, ઈરફાન પઠાણ અને આકાશ ચોપડા સતત સવાલ ઉઠાવત રહ્યાં, જોકે ધોનીએ બધાનું મોઢુ બંધ કરી દીધું.

ચેન્નાઈની ઈનિંગની બીજી વિકેટ પડી તો ધોનીએ બધાને ચોંકાવતા શાર્દૂલ ઠાકુરને બેટિંગ કરવા મોકલી દીધો. તે મેદાનમાં આવતા કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા સુનીલ ગાવાસ્કરે કહ્યું કે આ ચેન્નાઈની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. તે પછી આગામી 10 ઓવર સુધી જે પણ કોમેન્ટ્રી કરવા આવ્યા તે બધાએ આ વાતને ધોનીની ભૂલ ગણાવી. તેમાં સૌથી વધુ આકાશ ચોપડા અને ઈરફાન પઠાણ બોલી રહ્યાં હતા.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે 19મી ઓવરના પ્રથમ બોલ પર રાહુલ ગાયકવાડના આઉટ થવા પર ધોની બેટિંગ કરવા આવ્યા. જ્યારે ચેન્નાઈને જીતવા માટે 11 બોલમાં 24 રન જોઈતા હતા. ધોનીએ પ્રથમ બોલ પર બેટ ઉગામ્યું પરંતુ તે ચૂકી ગયા. બોલ અને શોટમાં કોઈ કનેક્શન જ નહોતું. આવુ થતુ જોતા જ આકાશ ચોપડાએ તાત્કાલિક કહ્યું કે આ જગ્યા પર રવીન્દ્ર જાડેજાએ આવવું જોઈતુ હતુ, ધોનીએ નહિ.

જોકે જ્યારે આગામી બોલ પર ધોનીએ છક્કો લગાવ્યો તો આકાશ ચોપડા કહેવા લાગ્યા કે માહી મારી રહ્યો છે. ફરીથી પાછા જ્યારે ત્રીજા બોલમાં ખરાબ રીતે બીટ થયા તો આકાશે સાથી કમેન્ટેટરને પૂછ્યું કે ધોનીની જગ્યાએ જાડ્ડૂએ આવવું જોઈતુ હતુ? સાથી કમેન્ટેટર પણ હા પડતા કહ્યું કે હા બિલકુલ તેમણે જ આવવું જોઈતું હતું.

અંતિમ ઓવરમાં ધોનીએ યાદ અપાવ્યું કે તે કોણ છે…
અંતિમ ઓવરમાં ચેન્નાઈને 13 રનની જરૂર હતી અને પ્રથમ બોલમાં જ ટોમ કરનને મોઈન અલી(16)એ દિલ્હીને 6 વિકેટ અપાવી. જોકે તે પછી ધોનીએ સતત બે ચોક્કા લગાવ્યા. કરનનો આગામી બોલ વાઈડ રહ્યો અને તે પછી ધોનીએ ફરીથી ચોગ્ગો લગાવતા CSKને જીતાડ્યું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link