Uncategorized

દક્ષિણ કોરિયા: નર્સરી સ્કૂલમાં રોબોટ બાળકોને ભણાવે છે, જેથી ભવિષ્યમાં એઆઈ સમજી શકે

[ad_1]

  • Gujarati News
  • Business
  • The Robot Teaches Children In Nursery School So That AI Can Understand In The Future

સિઓલ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આલ્ફા મિની કહાની સંભળાવે છે, કુંગફૂ પણ કરે છે

દક્ષિણ કોરિયાની લગભગ 300 સ્કૂલોમાં બાળકોને રોબોટ ભણાવી રહ્યા છે. કહાણીઓ સંભળાવી રહ્યા છે, ડાન્સ અને કુંગફૂ પણ શીખવે છે. સરકાર માને છે કે તેનાથી બાળકો પ્રી-સ્કૂલમાં જ રોબોટ્સ સાથે સહજ મહેસૂસ કરશે. ભવિષ્યમાં બાળકો જ્યારે તેમના કાર્યક્ષેત્રોમાં જશે તો તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ)ને સારી રીતે સમજી શકશે. નર્સરી સ્કૂલોમાં આલ્ફા મિની રોબોટ બાળકોને ભણાવે છે. બાળકો પણ આલ્ફા મિની રોબોટના ક્લાસની રાહ જુએ છે. સિઓલના સ્થાનિક પ્રશાસક હાન ડોંગ કહે છે કે બાળકોએ આવનારા સમયમાં એઆઈ સાથે કામ કરવાનું છે. એવામાં આજની પેઢી આગામી 20 વર્ષ પછી જ્યારે જોબમાં જશે તો તેની પાસે એઆઈ સાથે કામ કરવાનો સારો અનુભવ હશે.

રોબોટથી બાળકોની ક્રિએટિવિટીમાં વધારો
સિઓલની મારુ નર્સરીના શિક્ષક બ્યૂન સિઓ કહે છે કે રોબોટ્સ બાળકોની ક્રિએટિવિટી વધારે છે. રોબોટ પોતાની પાંપણ પણ ઝપકાવે છે. બાળકો સાથે વાત કરતી સમયે તેની આંખો હૃદયના આકારની થઈ જાય છે. રોબોટના માથા પર લાગેલા કેમેરાથી બાળકનો ફોટો તેના ટેબલેટ પર જાય છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link