Uncategorized

ડોલરનો વરસાદ: અમેરિકામાં ગીતાબેન રબારી ઉપર ડોલરનો વરસાદ થયો, લોકગીતોની રમઝટ દર્શકો ઝૂમ્યા

[ad_1]

આણંદએક દિવસ પહેલા

  • લોકસંસ્કારની વાતો પ્રસ્તુત કરતો લોકડાયરો યુવા પેઢીને ગુજરાતની સંસ્કૃતિથી અવગત કરે છે: યોગી પટેલ

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતની લોકકલા અને લોકસાહિત્યનું સિંચન કરતો કાર્યક્રમ અમેરિકાના બ્રેડફોર્ડ એવન્યુના વેલેન્સિયા હાઈસ્કૂલ ઓડિટોરિયમમાં લેબોન હોસ્પિટલીટી ગૃપ ,ટીસા એન્ટરટેનમેન્ટ બાબુભાઇ પટેલ અને સીએન ટ્રાવેલ્સ ઓફ આર્ટેસીયાના સંયુક્ત ઉપક્રમે અમેરિકામાં ગુજરાતી ગીતો અને લોકડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના લોકગાયકો, ગીતા રબારી, સંજય જાદવ અને માયાભાઈ આહીરે ગીતોની રમઝટ બોલાવી હતી. ડાયરામાં લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ દ્વારા માયાભાઈ આહીર, ગીતા રબારીનું સમ્માન કરાયું હતું.

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જલસમાં વેલેન્સીઆ હાઈસ્કુલના ઓડિટોરિયમ ખાતે ‘ગીતો ગરવી ગુજરાતના’ લોકડાયરાનો કાર્યક્રમમાં યોજાયો હતો.ગુજરાતના સુપ્રસિધ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી, માયાભાઈ આહીર અને સન્ની જાધવે, લોકસાહિત્ય અને લોકસંસ્કારની વાતો સાથે હળવા હાસ્યની ગમ્મત પણ કરાવી હતી.તેમજ ગુજરાતી ઢાળ અને લ્હેકા સાથે ગુજરાતી લોકગીતો અને ફિલ્મી ગીતોની મધુર મોજ પણ કરાવી હતી. આ તબક્કે લોકગાયિકા ગીતાબેન રબારી ઉપર દર્શકોને ડોલરનો વરસાદ કર્યો હતો.

મહત્વનું છે કે છેલ્લા બે વર્ષના કોરોના કાળ દરમ્યાન કોઈ જ સામાજિક કે સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમો થયા નહોતા.કોરોના સંક્રમણ દૂર થતાં અમેરિકામાં ગુજરાતી સમાજના લોકો દ્વારા આવા પોગ્રામ અયોજિત કરી ગેટ ટુ ગેધરના કરી હળવી મોજમજા સામાજિક તેમજ પારિવારિક ઉજવણી કરતા થયા છે .લોસ એન્જલસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સાત હજારથી વધુ લોકોએ હાજર રહીને ગુજરાતી લોકગીતો અને લોકડાયરાની મોજ માણી હતી.

આ અંગે લેબોન હોસ્પિટલીટી ગૃપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું કે ગુજરાતી લોકડાયરામાં ગાવતા અને પીરસતા લોકસંસ્કાર અને લોકકથા વાતો તેમજ ગુજરાતની અસ્મિતા અને ગૌરવની વાતોથી આજની યુવા પેઢી અવગત થાય છે અને એ સાંસ્કૃતિક સદગુણો યુવા પેઢીમાં સિંચન થાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા લેબોન હોસ્પિટલીટી ગૃપના ચેરમેન યોગી પટેલ ,ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ તેમજ સ્થાનિક અગ્રણી ગુજરાતી આગેવાન,ટીસા એન્ટરટેનમેન્ટ ​​​​​​​બાબુભાઇ પટેલ ,કૌશિક પટેલ,કાંતિભાઈ આહીર, સિરીટોસ કાઉન્સિલમેન નરેશ સોલંકી ખૂબ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link