Uncategorized

જોનસન-અદાણીની મુલાકાત: અદાણી બ્રિટિશ કંપનીઓ સાથે ડિફેન્સ, એરોસ્પેસમાં કામ કરશે, ભારતીય વિદ્યાર્થીઓને 2 લાખ પાઉન્ડની સ્કોલરશિપ આપશે

[ad_1]

અમદાવાદ11 કલાક પહેલા

  • કૉપી લિંક

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે બ્રિટનના PM બોરિસ જોનસન.

  • સંરક્ષણક્ષેત્ર માટે ભારતને નિકાસના હબમાં પરિવર્તિત કરવાનું અદાણીનું લક્ષ્ય
  • વડોદરા નજીક હાલોલમાં આવેલા JCB કંપનીના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું

UKના PM બોરિસ જોનસન આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓ ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. બંને વચ્ચે આશરે એક કલાક ચાલેલી મુલાકાત બાદ ગૌતમ અદાણીએ એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ બ્રિટિશ કંપનીઓ સાથે મળી ડિફેન્સ અને એરોસ્પેસ ટેકનોલોજી સેક્ટરમાં કામ કરશે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને નવી ઊર્જા વિકસાવવાના એજન્ડા પર પણ ફોકસ કરવામાં આવશે. ચેરમેન ગૌતમ અદાણીએ ચાલુ વર્ષે જૂનમાં અદાણીના સહયોગથી લંડનમાં યોજાનારી આગામી ભારત-UK ક્લાઇમેટ ચેન્જ અને ટેકનોલોજી શિખરમાં ભાગ લેવા માટે બ્રિટનના વડાપ્રધાનને આમંત્રણ પણ આપ્યું છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે 2 લાખ પાઉન્ડની સ્કોલરશિપ
આજની આ બેઠકમાં અદાણીએ બ્રિટિશ સરકારની સૌથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સ્કોલરશિપ કેવેનિંગ સ્કોલરશિપ મારફત ભારતના યુવાનો માટે એકેડેમિક સગવડ માટેના પ્રોગ્રામની પણ જાહેરાત કરી હતી. UKમાં માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે દર વર્ષે ભારતના સ્નાતક વિદ્યાર્થીઓને 5 સ્કોલરશિપ મારફત અદાણી ગુપ 2 લાખ પાઉન્ડ (આશરે રૂ. 2 કરોડ) પૂરા પાડશે.

બેઠકના એજન્ડામાં ડિફેન્સક્ષેત્રમાં સહયોગના મુદ્દે ચર્ચા
અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે બ્રિટિશ વડાપ્રધાન અને અદાણી ગ્રુપના ચેરમેન વચ્ચેની આજની બેઠકના એજન્ડામાં ડિફેન્સક્ષેત્રમાં સહયોગ સાધવાનો મુદ્દો સૌથી અગ્ર ક્રમે હતો. આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે એરોસ્પેસ અને ડિઝાઇન ટેક્નોલોજીમાં અદાણી ગ્રુપ અને જાણીતી બ્રિટિશ કંપનીઓ કેવી રીતે સહયોગ કરી શકે એની શક્યતા બન્ને પક્ષ ચકાસશે. ભારતે 300થી વધુ અલગ અલગ શ્રેણીઓનાં સંરક્ષણ સાધનોની આયત પર પ્રતિબંધ મૂકીને સંરક્ષણક્ષેત્રમાં સ્વાવલંબી થવા માટેનો પોતાનો ઇરાદો દર્શાવ્યો છે.

ભારતને ડિફેન્સ એક્સપોર્ટ હબ બનાવવાનું અદાણીનું લક્ષ્ય
અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતીય શસ્ત્રદળોને અદ્યતન કરવા માટે ભારતે નિર્ધાર કરેલા 300 અબજ ડોલરના રોકાણ સાથે અદાણી ગ્રુપ રડાર્સ, જાસૂસી, હવાઇ સંરક્ષણ, માનવવિહીન અને રોટરી પ્લેટફોર્મ્સ તેમજ હાઇપરસોનિક એન્જિન સહિતના અસંખ્ય ક્ષેત્રો પર લક્ષ્ય કેન્દ્રિત કરી રહ્યું છે. ટેકનોલોજીની વાસ્તવિક અદલાબદલી (ટ્રુ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી) આધારિત ખાનગી ક્ષેત્રે વિશ્વકક્ષાની ડિઝાઇન અને ઉત્પાદન મારફત સંરક્ષણક્ષેત્ર માટે ભારતને નિકાસના હબમાં પરિવર્તિત કરવાનું અદાણીનું લક્ષ્ય છે.

હાલોલમાં JCBના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
UKના પ્રધાનમંત્રી બોરિસ બોરિસ જોનસને ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરા નજીક હાલોલમાં આવેલા JCB કંપનીના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ટેક તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને JCB ગ્રૂપના ચેરમેન લોર્ડ બેમફોર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા. કંપનીએ આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અંદાજે રૂ. 700 કરોડનું રોકાણ કરેલું છે. ગુજરાતની મુલાકાત દરમિયાન બોરિસ જોનસને ગિફ્ટ સિટીની વિઝિટ પણ કરી હતી.

બોરિસ જોનસને ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી

બોરિસ જોનસને ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોનસને આજે ગાંધીનગર સ્થિત દેશની સૌ પ્રથમ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી પણ જોડાયા હતા. બોરિસ જોનસન યુનિવર્સિટી ખાતે પધાર્યા ત્યારે મુખ્યમંત્રીએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓનું જોનસને બારીકાઇથી નિરીક્ષણ કર્યુ ત્યારે મુખ્યમંત્રીએ એમને વિસ્તૃત માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link